Viral Video: સોનુ સૂદે ફરી બતાવી દરિયાદિલી, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો વીડિયો જોઈને મહિલાને ગીત ગાવાની કરી ઓફર
બોલિવૂડ એક્ટર સોનુ સૂદ (Sonu Sood) હવે એક્ટિંગમાં ઓછું અને સોશિયલ વર્ક પર વધુ ધ્યાન આપે છે. એક્ટર હંમેશા લોકોને મદદ કરે છે. હાલમાં તેમની એક ટ્વીટ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.
બોલિવૂડ એક્ટર સોનુ સૂદ હવે એક્ટિંગમાં ઓછું અને સોશિયલ વર્ક પર વધુ ધ્યાન આપે છે. એક્ટર હંમેશા લોકોની મદદ કરે છે. કોરોના દરમિયાન તેમને ઘણાં લોકોની મદદ કરી હતી. પરંતુ સોનુ સૂદ સતત લોકોનું દુ:ખ ઘટાડવાના પ્રયાસોમાં લાગેલા છે. તેના સારા કામના સમાચાર સોશિયલ મીડિયા પર છવાયેલા રહે છે. આ દરમિયાન સોનુ સૂદે ફરી એક વાર એવું કામ કર્યું છે, જે લોકોના દિલને સ્પર્શી ગયું છે.
સોનુ સૂદે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક વીડિયો શેયર કર્યો છે. આ વીડિયોએ સૌનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. મનોજ કુમાર સિન્હા નામના એક યુઝરે પોતાના ટ્વિટર પર આ મહિલાનો વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં એક છોકરી તેની માતાને ગીત ગાવાનું કહેતી જોવા મળે છે. પરંતુ પહેલા તો મહિલા ના પાડે છે, પરંતુ પુત્રીની જીદ સામે તે હાર માની લે છે.
અહીં જુઓ વાયરલ ટ્વિટ
नंबर भेजिए माँ फ़िल्म के लिए गाना गाएगी ❤️ https://t.co/rLebxFRhWX
— sonu sood (@SonuSood) January 27, 2023
વીડિયોમાં મહિલા ‘મેરે નૈના સાવન ભાદોં’ ગીત ગાય છે. તેમનો સુરીલો અવાજ તેની પુત્રીને ખૂબ જ પસંદ આવે છે. પરંતુ હવે લાગે છે કે બાળકીની સાથે સાથે સોનુ સૂદને પણ આ મહિલાનો અવાજ ખૂબ જ પસંદ આવ્યો છે. આ વીડિયોને એક્ટરે રી-ટ્વીટ કરીને લખ્યું છે કે નંબર મોકલો મા ફિલ્મ માટે ગીત ગાશે. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને દરેક વ્યક્તિ આ મહિલાના અવાજના વખાણ કરી રહ્યા છે.
આ પણ વાંચો : સેલ્ફી લેતા ફેન પર રણબીર ગુસ્સો, હાથમાંથી ફોન ખેંચીને ફેંકી દીધો, જુઓ Viral Video
સોનુ સૂદે જાહેરમાં મહિલાને ગીત ગાવાની ઓફર પણ કરી છે. એક્ટરના આ નિર્ણયથી તેના ફેન્સ ખૂબ જ ખુશ છે અને તેના વખાણ કરી રહ્યા છે. આવું પહેલી વાર નથી કે સોનુએ કોઈની મદદ કરી હોય, પરંતુ તેની મદદ કરવાની પ્રક્રિયા ઘણા સમયથી ચાલી રહી છે અને તે આ કામ સતત કરી રહ્યો છે. જે પણ એક્ટરને મદદ માટે અપીલ કરે છે, તે તેને ક્યારેય નિરાશ કરતો નથી.