સોનાક્ષી ભાવુક થઈ, લગ્ન સમારોહનો Emotional વીડિયો થયો Viral
Sonakshi sinha Emotional Video : સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલના લગ્નની તસવીરો અને વીડિયો સતત સામે આવી રહ્યા છે. દિલને સ્પર્શી જાય એવો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં સોનાક્ષી લગ્ન સમારોહ દરમિયાન ભાવુક થતી જોવા મળી રહી છે.
Sonakshi sinha Emotional Video : સોનાક્ષી સિન્હા હવે મિસિસ ઝહીર ઈકબાલ બની ગઈ છે. અભિનેત્રીએ 23 જૂને ઝહીર ઈકબાલ સાથે સિવિલ મેરેજ કરીને પોતાના જીવનમાં એક નવી શરૂઆત કરી છે. સાત વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ બંને હવે પતિ-પત્ની બની ગયા છે.
આ કપલના લગ્ન સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ નજીકના મિત્રો અને સંબંધીઓ વચ્ચે થયા હતા. જેની તસવીરો અને વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યાં છે. એક વીડિયો છે જે તમારા દિલને સ્પર્શી જશે. આ વીડિયોમાં સોનાક્ષી ઈમોશનલ જોવા મળી રહી છે.
લગ્નમાં સોનાક્ષી ઈમોશનલ થઈ
વીડિયોમાં તમે જોઈ શકો છો કે ઝહીરની બહેન જન્નત વાસી તેની ભાવિ ભાભીનું રતનસી પરિવારમાં સ્વાગત કરતી જોવા મળે છે. આ વીડિયો ઝહીર અને સોનાક્ષીના રજિસ્ટર્ડ લગ્નનો છે. જ્યાં, સોનાક્ષી સમારંભ દરમિયાન જ ભાવુક થઈ જાય છે.
વીડિયોમાં તમે જોઈ શકો છો કે જ્યારે સોનાક્ષીની નણંદ તેની સાથે વિધિ કરી રહી છે, ત્યારે તે રડવા લાગે છે અને ટીશ્યુથી તેના આંસુ લૂછવા લાગે છે. અભિનેત્રીનો આ વિડિયો હૃદય સ્પર્શી છે. છેવટે તો એ જ કે પિયરનું ઘર છોડવાની આ ક્ષણ દરેકને રડાવે છે.
જુઓ વીડિયો…………
View this post on Instagram
(Credit Source : Viral Bhayani)
સોનાક્ષી સાથે જોવા મળ્યો આખો પરિવાર
તમને જણાવી દઈએ કે સોનાક્ષીના લગ્ન પહેલા મીડિયામાં એવા ઘણા અહેવાલો આવ્યા હતા કે, તેના લગ્નના કારણે તેના પરિવાર વચ્ચે અણબનાવ છે. તેની માતા અને ભાઈએ તેને સોશિયલ મીડિયા પરથી અનફોલો પણ કરી દીધી છે. પરંતુ આ તમામ સમાચારો પર બ્રેક લગાવતા સોનાક્ષીનો આખો પરિવાર તેના લગ્નમાં તેની સાથે જોવા મળ્યો હતો.
એક્ટ્રેસના પિતા શત્રુઘ્ન સિન્હા તેમની લાડલી દીકરી સોનાક્ષી સાથે દરેક ક્ષણે ઉભા જોવા મળ્યા હતા. આ દરમિયાન માતા પૂનમે પણ દીકરીના લગ્નમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.