AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sona Mohapatra : MBAનો અભ્યાસ કર્યા પછી તે બોલીવુડ તરફ વળી, આમિર ખાનના શો ‘સત્યમેવ જયતે’ માટે ગીત ગાઈને થઈ પ્રખ્યાત

સોના મોહપાત્રાએ (Sona Mohpatra) બ્રાન્ડ મેનેજર તરીકે કામ કરતી વખતે ઘણી જિંગલ્સ બનાવી. સોનાની પ્રખ્યાત જિંગલ્સ ટાટા સોલ્ટ - કલ કા ભારત હૈ ઔર ક્લોઝઅપ -પાસ આઓ ન બનાએ. આ પછી તેણે બીજી ઘણી જિંગલ્સ બનાવી છે જેને તેણે પોતે પોતાના અવાજથી સજાવી.

Sona Mohapatra : MBAનો અભ્યાસ કર્યા પછી તે બોલીવુડ તરફ વળી, આમિર ખાનના શો 'સત્યમેવ જયતે' માટે ગીત ગાઈને થઈ પ્રખ્યાત
Sona Mohapatra birthday
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 17, 2022 | 2:41 PM
Share

સોના મોહપાત્રા (Sona Mohapatra)… બોલીવુડની એક ગાયિકા જેનો અવાજ અન્ય ગાયકો કરતા સાવ અલગ છે. તે માત્ર એક પ્રખ્યાત ગાયક જ નથી પરંતુ સંગીતકાર અને ગીતકાર પણ છે. સોના મોહપાત્રા હિન્દી સિનેમામાં તેની શ્રેષ્ઠ ગાયકી માટે જાણીતી છે. સોના મોહપાત્રાનો જન્મ 17 જૂન 1976ના રોજ ઓડિશાના કટકમાં થયો હતો. સોના મહાપાત્રાએ પોતાનો પ્રારંભિક અભ્યાસ ઓડિશાની રાજધાની ભુવનેશ્વરથી પૂર્ણ કર્યો છે. આજે સોના મોહપાત્રાનો જન્મદિવસ છે. તે તેના જન્મદિવસની (Birthday) ઉજવણી કરી રહી છે. આજે તેમના જન્મદિવસ પર અમે તમને તેમના જીવન સાથે જોડાયેલી કેટલીક વાતો જણાવવા જઈ રહ્યા છીએ, જેના વિશે તમે ભાગ્યે જ સાંભળ્યું હશે.

સોના મોહપાત્રાએ રામ સંપત સાથે કર્યા છે લગ્ન

તેના પ્રારંભિક અભ્યાસ પછી, સોનાએ કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજીમાંથી BTechમાં ડિગ્રી લીધી. આ પછી, તેણે સિમ્બાયોસિસમાંથી MBAની ડિગ્રી મેળવી. તેને MBA ડિગ્રી પૂર્ણ કર્યા પછી, સોનાએ પેરાશૂટ અને મેડિકેર જેવી કંપનીઓ માટે બ્રાન્ડ મેનેજર તરીકે કામ કર્યું. સોના મહાપાત્રાએ સંગીતકાર રામ સંપત સાથે કામ કર્યું છે. સોના મહાપાત્રા અને રામ સંપત મ્યુઝિક પ્રોડક્શન હાઉસ ઓમ ગ્રોન મ્યુઝિકના ભાગીદાર પણ છે. બંને મુંબઈમાં પોતાનો અલગ મ્યુઝિક સ્ટુડિયો ચલાવી રહ્યા છે.

સોના મોહપાત્રાએ બ્રાન્ડ મેનેજર તરીકે કામ કરતી વખતે ઘણી જિંગલ્સ બનાવી. સોનાની પ્રખ્યાત જિંગલ્સ ટાટા સોલ્ટ – કલ કા ભારત હૈ ઔર ક્લોઝઅપ -પાસ આઓ ન બનાએ. આ પછી તેણે બીજી ઘણી જિંગલ્સ બનાવી જેને તેણે પોતે પોતાના અવાજથી સજાવી હતી. જિંગલ્સ પછી, સોનાએ ફિલ્મ ‘ડેઈલી બેલી’ના ગીત ‘બેદર્દી રાજા’ને પોતાનો અવાજ આપ્યો. લોકોએ આ ગીતને ઘણો પ્રેમ આપ્યો. આ સાથે, સમીક્ષકોને પણ આ ગીત ખૂબ પસંદ આવ્યું.

ઘણા શ્રેષ્ઠ ગીતોમાં પોતાનો અવાજ આપ્યો છે

ત્યારબાદ સોના મોહપાત્રા આમિર ખાનના શો ‘સત્યમેવ જયતે’માં કલાકાર તરીકે જોવા મળી હતી. આ શોમાં સોના મોહપાત્રાએ ‘ઘર બહુત યાદ આતા હૈ’ અને ‘મુઝે ક્યા બેચેગા રુપૈયા’ પર શાનદાર પરફોર્મન્સ આપ્યું હતું. આ ગીતોને કારણે તેમને ઘર-ઘર ખ્યાતિ મળી. આ શૉમાં ગાયેલું ગીત પછી તેણે આમિર ખાનની ફિલ્મ ‘તલાશ’નું ગીત ‘જિયા લગે ના’ ગાયું. આ પછી તેણે ફિલ્મ ‘ફુકરે’માં ‘અંબરસરિયા’ ગીત ગાયું. આ ગીતને લોકોનો ઘણો પ્રેમ મળ્યો. આ ગીત યુવાનોને ખૂબ જ પસંદ આવ્યું હતું. આ પછી સોનાએ ક્યારેય પાછું વળીને જોયું નથી અને અત્યાર સુધી તેણે ઘણી ફિલ્મોના ગીતોમાં પોતાનો શ્રેષ્ઠ અવાજ આપ્યો છે.

મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો, થાક અને તણાવમાંથી રાહત અનુભવશો
તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો, થાક અને તણાવમાંથી રાહત અનુભવશો
વડોદરા નંદેસરી બ્રિજ પર કાળમુખો અકસ્માત, યુવકનો 'ફિલ્મી' બચાવ
વડોદરા નંદેસરી બ્રિજ પર કાળમુખો અકસ્માત, યુવકનો 'ફિલ્મી' બચાવ
લાખાજીરાજ રોડ પર વેપારીઓ અને ફેરિયાઓ વચ્ચે ફરી રસ્તા પર આક્રોશ
લાખાજીરાજ રોડ પર વેપારીઓ અને ફેરિયાઓ વચ્ચે ફરી રસ્તા પર આક્રોશ
g clip-path="url(#clip0_868_265)">