AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સિદ્ધુ મુસેવાલાનું નવું ગીત ‘વાર’ રિલીઝ, થોડી જ મિનિટોમાં મિલિયન વ્યૂઝ મળ્યા

સિદ્ધુ મૂસેવાલા (Sidhu Moose Wala)નું આ બીજું ગીત છે જે તેમના મૃત્યુ પછી રિલીઝ થયું છે. અગાઉ, 'SYL' ગીત રિલીઝ થયું હતું, જેણે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી હતી.

સિદ્ધુ મુસેવાલાનું નવું ગીત 'વાર' રિલીઝ, થોડી જ મિનિટોમાં મિલિયન વ્યૂઝ મળ્યા
સિદ્ધુ મુસેવાલાનું નવું ગીત 'વાર' રિલીઝImage Credit source: Instagram
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 08, 2022 | 11:44 AM
Share

દિવંગત પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલા ભલે આજે આપણી વચ્ચે નથી, પરંતુ તેઓ તેમના ચાહકોના મનમાં આજે પણ અમર છે. મંગળવારે ગાયકનું નવું ગીત રિલીઝ થયું છે, જેના કારણે તેના ચાહકોમાં ભારે ઉત્સાહ છે. તમને જણાવી દઈએ કે, મુસેવાલાની હત્યા બાદ આ તેમનું બીજું ગીત છે, આ ગીત ગાયકના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટેટસમાં અપડેટ કરવામાં આવ્યું હતું, જેમાં ‘વાર’ ગીતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ સમાચાર આવ્યા બાદથી લોકો આ ગીતની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.

નવું ગીત સોશિયલ મીડિય પર વાયરલ

તમને જણાવી દઈએ કે, સિદ્ધુ મુસેવાલા પોતાના ચાહકોના દિલમાં ઉંડી છાપ છોડી છે. આ તેનું બીજું ગીત છે જે તેના મૃત્યુ બાદ રિલીઝ થયું છે. આ પહેલા એસવાઈએલ ગીત રિલીઝ થયું હતુ, જેણે સોશિયલ મીડિયા પર ધુમ મચાવી હતી. નવું ગીત રિલીઝ થતા જ સોશિયલ મીડિય પર વાયરલ થઈ રહ્યું છે. થોડી જ મિનટમાં આ ગીતને 1 મિલિયન વ્યુઝ પણ મળી ગયા છે.

આ ગીત સરદાર હરિ સિંહ નલવા માટે છે

તમને જણાવી દઈએ કે ગુરુપર્વના દિવસે પઠન કર્યા બાદ અરદાસ કર્યા બાદ આ ગીત 10 વાગે રિલીઝ કરવામાં આવ્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે, આ ગીત એક વાર છે. જેમાં તેમણે પંજાબના વીર નાયક હરિ સિંહ નલવા માટે ગાયું હતુ. હવે તમે વિચારી રહ્યા હશો કે આખરે સરદાર હરિ સિંહ નલવા કોણ હતા. તો જણાવી દઈએ કે, નલવા મહારાજા રણજીત સિંહના સેનાધ્યક્ષ હતા. મહાન હરિ સિંગ નલવાએ પઠાણો વિરુદ્ધ અનેક યુદ્ધોમાં નેતુત્વ કર્યું અને મહારાજા રણજીત સિંહને જીત અપાવી, આટલું જ નહિ નલવાને ભારતના શ્રેષ્ઠ યોદ્ધાઓમાં સ્થાન આપવામાં આવે છે.

સિદ્ધુ મુસેવાલાની 29 મેના રોજ હત્યા કરાઈ

29 મે, 2022 ના રોજ, પંજાબી મ્યુઝીક ઈન્ડસ્ટ્રીના ગાયક મૂઝવાલાની 28 વર્ષની વયે હત્યા કરવામાં આવી હતી. સિંગર પર હુમલાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બ્રારે લીધી હતી. સિદ્ધુ મુસેવાલાની હત્યાની યોજના ઘણા સમય પહેલા ઘડવામાં આવી હતી. જે 29 મેના રોજ હાથ ધરવામાં આવી હતી. દિવસભર બનેલી આ ઘટનાએ સૌને ચોંકાવી દીધા હતા.

Follow Us
બાંગ્લાદેશી મુસ્લિમોના મત નથી જોઈતા, બંગાળમાં રાષ્ટ્રનો વિજય
બાંગ્લાદેશી મુસ્લિમોના મત નથી જોઈતા, બંગાળમાં રાષ્ટ્રનો વિજય
ગુજરાતમાં સ્થપાશે વધુ બે સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સ
ગુજરાતમાં સ્થપાશે વધુ બે સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સ
સુરત: પશ્ચિમ બંગાળના નામે વેપારી સાથે 7 કરોડની ઠગાઈ, બેની ધરપકડ
સુરત: પશ્ચિમ બંગાળના નામે વેપારી સાથે 7 કરોડની ઠગાઈ, બેની ધરપકડ
રાજકોટ: PGVCLના MDના નામે મોટુ ફ્રોડ, અધિકારીએ ટ્રાન્સફર કર્યા 45 લાખ
રાજકોટ: PGVCLના MDના નામે મોટુ ફ્રોડ, અધિકારીએ ટ્રાન્સફર કર્યા 45 લાખ
વડોદરામાં નકલી નોટનો 'મોટો ખેલ'! પોલીસની બાજ નજરે પકડી પાડ્યું નેટવર્ક
વડોદરામાં નકલી નોટનો 'મોટો ખેલ'! પોલીસની બાજ નજરે પકડી પાડ્યું નેટવર્ક
"ભારત કા બચ્ચા બચ્ચા જય શ્રી રામ બોલેગા..." જુઓ Viral Video
અમદાવાદ: કોંગ્રેસ કોર્પોરેટરનું LC બોગસ? DEO ની તપાસમા થયો મોટો ખુલાસો
અમદાવાદ: કોંગ્રેસ કોર્પોરેટરનું LC બોગસ? DEO ની તપાસમા થયો મોટો ખુલાસો
15 વર્ષથી કેનાલ શોભાના ગાંઠિયા સમાન, પાણી માટે ખેડૂતોની ચીમકી
15 વર્ષથી કેનાલ શોભાના ગાંઠિયા સમાન, પાણી માટે ખેડૂતોની ચીમકી
રેપિડો રીક્ષા ચાલકોએ ત્રિકોણબાગ ખાતે નોંધાવ્યો વિરોધ, જુઓ Video
રેપિડો રીક્ષા ચાલકોએ ત્રિકોણબાગ ખાતે નોંધાવ્યો વિરોધ, જુઓ Video
ઈશાન કિશનને આ નાનકડા ફેન્સ માટે કંઈક એવુ કર્યુ કે લોકો જોતા રહી ગયા
ઈશાન કિશનને આ નાનકડા ફેન્સ માટે કંઈક એવુ કર્યુ કે લોકો જોતા રહી ગયા
g clip-path="url(#clip0_868_265)">