Sidhu Moosewala Song : સિદ્ધુ મુસેવાલાનું નવું ગીત રિલીઝ, માત્ર 15 મિનિટમાં 1 મિલિયન વ્યૂઝ મળ્યા

Sidhu Moosewala Song Mera Na: નાઈજીરિયન રેપર બર્ના બોય પણ સિદ્ધુ મુસેવાલાના નવા ગીત 'મેરા ના'માં જોવા મળ્યા છે. આ ગીત અંતમાં એક ખાસ સંદેશ આપે છે.

Sidhu Moosewala Song : સિદ્ધુ મુસેવાલાનું નવું ગીત રિલીઝ, માત્ર 15 મિનિટમાં 1 મિલિયન વ્યૂઝ મળ્યા
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 07, 2023 | 2:41 PM

દિવંગત પંજાબી સિંગર શુભદીપ સિંહ ઉર્ફે સિદ્ધુ મુસેવાલાનું નવું ગીત ‘મેરા ના’ આજે રિલીઝ થયું છે. આ ગીતમાં સિદ્ધુ મુસેવાલા સાથે નાઈજીરિયન રેપર્સ બર્ના બોયઝ (Burna Boy) અને સ્ટીલ બેંગલીઝ (Steel Banglez)પણ જોવા મળ્યા છે. સિદ્ધુ મુસેવાલાના આ ગીતનું દિગ્દર્શન નવકરણ બ્રાર અને અન્ય દ્વારા કરવામાં આવ્યું છે. આ ગીત 3 મિનિટ 21 સેકન્ડનું છે, જેમાં સિદ્ધુની ફેન ફોલોઈંગનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. દરેક ગલીના ખૂણેથી લઈને મોટા શહેરોના સુધી સિદ્ધુની ચર્ચાઓ સામે આવી છે.

આ પણ વાંચો : Golla Birthday Gifts : ભારતી સિંહે પુત્ર ગોલાની ઢગલો બર્થડે ગિફ્ટ ખોલી, video વાયરલ થયો

સિદ્ધુના મૃત્યુ પછી સિદ્ધુના પિતા બલકૌર સિંહે જાહેરાત કરી કે તેઓ આગામી 7 થી 8 વર્ષ સુધી તેમના પુત્રના ગીતો રિલીઝ કરવાનું ચાલુ રાખશે. મૃત્યુ પછી સિદ્ધુનું આ ત્રીજું ગીત છે. સિદ્ધુ મુસેવાલાના ગીતો માત્ર ભારતમાં જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પસંદ કરવામાં આવે છે. સિદ્ધુ મુસેવાલાના આ નવા ગીતમાં નાઈજીરિયન રેપર્સ બર્ના બોયઝ અને સ્ટીલ બેંગલીઝ પણ ગાતા જોવા મળી રહ્યા છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

સિદ્ધુ મુસેવાલાના નવા ગીતના અંતમાં લખવામાં આવ્યું છે કે, ‘હજી ખતમ થયું નથી’. સિદ્ધુ મુસેવાલા આજે પણ તેના ચાહકોના દિલમાં જીવંત છે. તેમનું કોઈ પણ ગીત હંમેશા સુપરહિટ હોય છે.

સિદ્ધુના પહેલા 2 ગીતો વિવાદમાં રહ્યા હતા

સિદ્ધુ મુસેવાલાના પહેલા બે ગીતો SYL અને War ઘણા વિવાદોમાં રહ્યા હતા. સિદ્ધુએ SYL ગીતમાં પંજાબ-હરિયાણાનો ઉલ્લેખ કર્યો હતો અને તેની સાથે અન્ય ઘણા વિવાદાસ્પદ શબ્દો પણ બોલ્યા હતા. જો ‘વોર’ ગીતની વાત કરીએ તો આ ગીતમાં સિદ્ધુ હથિયાર લહેરાવતા જોવા મળ્યા હતા. આ બંને ગીતો સિદ્ધુ મુસેવાલાના મૃત્યુ પછી આવ્યા હતા, જેની ખૂબ ચર્ચા થઈ હતી.

જો કે તેનું નવું ગીત ‘મેરા ના’ ઘણું પસંદ કરવામાં આવી રહ્યું છે. રિલીઝ થયાની 20 મિનિટની અંદર તેને 10 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે.ગયા વર્ષે 29 મેના રોજ સિદ્ધુ મુસેવાલાની હત્યા કરવામાં આવી હતી. ત્યારથી તેના માતા-પિતા ગાયક-ગીતકારને ન્યાય મળે તે માટે અભિયાન ચલાવી રહ્યા છે.

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">