Breaking news : લોરેન્સ બિશ્નોઈ ગેંગે સાંસદ સંજય રાઉતને આપી ધમકી, કહ્યું- પરિણામ સિદ્ધુ મુસેવાલા જેવું આવશે

Breaking news : શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)ના નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય રાઉતને ધમકી મળી છે. મહારાષ્ટ્ર પોલીસે જણાવ્યું કે રાજ્યસભાના સાંસદ સંજય રાઉતને લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી ધમકીભર્યો સંદેશ મળ્યો છે, જેમાં તેમને પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની જેમ મારી નાખવાનું કહેવામાં આવ્યું છે.

Breaking news : લોરેન્સ બિશ્નોઈ ગેંગે સાંસદ સંજય રાઉતને આપી ધમકી, કહ્યું- પરિણામ સિદ્ધુ મુસેવાલા જેવું આવશે
Sanjay Raut
Follow Us:
| Updated on: Apr 01, 2023 | 5:12 PM

Breaking news : શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)ના નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય રાઉતને ધમકી મળી છે. મહારાષ્ટ્ર પોલીસે જણાવ્યું કે રાજ્યસભાના સાંસદ સંજય રાઉત(Sanjay Raut)ને લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી ધમકીભર્યો સંદેશ મળ્યો છે, જેમાં તેમને પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલા(Sidhu Musewala)ની જેમ મારી નાખવાનું કહેવામાં આવ્યું છે. ગેંગસ્ટર  લોરેન્સ બિશ્નોઈ(Lawrence Vishnoi) હાલ તિહાડ જેલમાં બંધ છે.

ધમકીમાં સિદ્ધુ મુસેવાલાનો ઉલ્લેખ

પોલીસે જણાવ્યું કે શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય રાઉતને ધમકીનો સંદેશ મળ્યો છે. જેમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગે સંજય રાઉતને ધમકી આપી છે કે તેને સિદ્ધુ મુસેવાલા ગેંગની જેમ મારી નાખવામાં આવશે. સંજય રાઉતે આ મામલે ફરિયાદ નોંધાવી છે, ત્યારબાદ પોલીસે તપાસ શરૂ કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સંજય રાઉતને મોકલવામાં આવેલા ધમકીભર્યા મેસેજમાં કહેવામાં આવ્યું છે કે ‘જો દિલ્હીમાં મળી આવશે તો હું તને AK47થી ઉડાવી દઈશ’. એ પણ કહ્યું કે ‘તમે અને સલમાન ફિક્સ છો’. પોલીસે આ કેસમાં એક શકમંદની પુણેથી ધરપકડ કરી છે, જેને મુંબઈ પોલીસને સોંપવામાં આવ્યો છે.

હાલ પોલીસ તેની પૂછપરછ કરી રહી છે. સંજય રાઉતનું કહેવું છે કે મહારાષ્ટ્રમાં નવી સરકાર આવ્યા બાદ અમારી સુરક્ષા હટાવી લેવામાં આવી હતી. હવે અમને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. તેની માહિતી પોલીસને આપવામાં આવી છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

સલમાન ખાનને ધમકી આપી હતી

લોરેન્સ બિશ્નોઈ ગેંગે ગયા વર્ષે સલમાન ખાન અને તેના પિતા સલીમ ખાનને પણ ધમકીભર્યા પત્રો મોકલ્યા હતા. આ ધમકીભર્યો પત્ર સલમાન ખાનના ઘરની બહારથી મળી આવ્યો હતો. પોલીસે આ અંગે લોરેન્સ બિશ્નોઈની પણ પૂછપરછ કરી હતી. સલમાન ખાન એક ફિલ્મના શૂટિંગ દરમિયાન કાળા હરણના શિકાર કેસમાં આરોપી હતો. જો કે બાદમાં રાજસ્થાન હાઈકોર્ટે તેને નિર્દોષ જાહેર કર્યો હતો. લોરેન્સ બિશ્નોઈ સમુદાયના છે અને બિશ્નોઈ સમુદાય કાળિયારનું પૂજન કરે છે. આ જ કારણ છે કે કાળા હરણ શિકાર કેસમાં સલમાન ખાનને લોરેન્સ ગેંગ દ્વારા ધમકીઓ આપવામાં આવી રહી છે અને માફી માંગવાની માંગ કરવામાં આવી રહી છે.

મુસેવાલાની હત્યામાં આરોપ

ગયા વર્ષે પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. લોરેન્સ બિશ્નોઈ ગેંગ પર મુસેવાલાની હત્યાનો પણ આરોપ હતો. મસેવાલાના પિતા બલકૌર સિંહને પણ ભૂતકાળમાં ધમકીભર્યા સંદેશા મળ્યા હતા. લોરેન્સ બિશ્નોઈ ગેંગ પર પણ આનો આરોપ હતો.

g clip-path="url(#clip0_868_265)">