AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sid Kiara Reception: મુંબઈની આ ફાઈવ સ્ટાર હોટલમાં હશે સિદ્ધાર્થ-કિયારાનું ગ્રાન્ડ રિસેપ્શન, અંબાણી પરિવાર પણ થઈ શકે છે સામેલ

Sidharth Kiara Wedding Reception In Mumbai: સિડ-કિયારા મુંબઈની એક ફાઈવ સ્ટાર હોલટમાં રિસેપ્શન આપશે. મીડિયા સહિત બોલીવુડના ટોપ સ્ટાર્સને રિસેપ્શન માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.

Sid Kiara Reception: મુંબઈની આ ફાઈવ સ્ટાર હોટલમાં હશે સિદ્ધાર્થ-કિયારાનું ગ્રાન્ડ રિસેપ્શન, અંબાણી પરિવાર પણ થઈ શકે છે સામેલ
Sidharth Malhotra and Kiara AdvaniImage Credit source: TV9 GFX
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 08, 2023 | 4:24 PM
Share

બોલીવુડ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી લગ્નના બંધનમાં બંધાઈ ચૂક્યા છે. જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં આ કપલે 7 ફેબ્રુઆરી 2023એ રોયલ ડેસ્ટિનેશન વેડિંગ કર્યુ. લગ્ન બાદ આજે આ કપલ દિલ્હીમાં સિદ્ધાર્થના ઘરે પહોંચ્યુ છે. જ્યાં નવી વહુ કિયારનો ગૃહપ્રવેશ થશે. ત્યારબાદ દિલ્હીમાં એક રિસેપ્શન રાખવામાં આવશે.

આવતીકાલે 9 ફેબ્રુઆરીએ દિલ્હીમાં સિદ્ધાર્થ-કિયારાનું રિસેપ્શન થશે. જેમાં પરિવારના લોકો સામેલ થશે. ત્યારે મુંબઈમાં પણ એક ગ્રાન્ડ રિસેપ્શનની તૈયારીઓ થઈ ચૂકી છે. સિડ-કિયારા મુંબઈની એક ફાઈવ સ્ટાર હોલટમાં રિસેપ્શન આપશે. મીડિયા સહિત બોલીવુડના ટોપ સ્ટાર્સને રિસેપ્શન માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો: સિદ્ધાર્થ – કિયારાના લગ્નના વેડિંગ ડ્રેસમાં રોમન આર્કિટેક્ચરની ઝલક, સ્વારોવસ્કી અને સોનાના તારથી ડ્રેસ કર્યો તૈયાર

મુંબઈના આ ફાઈવ સ્ટાર હોટલમાં થશે સિડ-કિયારાનું રિસેપ્શન

સિદ્ધાર્થ-કિયારા 10 ફેબ્રુઆરીએ દિલ્હીથી મુંબઈ જવા રવાના થશે. ત્યારબાદ 12 ફેબ્રુઆરીએ આ કપલ મુંબઈમાં ફિલ્મસ્ટારને એક ગ્રાન્ડ રિસેપ્શન આપશે. સિદ્ધાર્થ કિયારાની રિસેપ્શન પાર્ટી એક ફાઈવ સ્ટાર હોટલમાં હશે.

મીડિયા રિપોર્ટસ દ્વારા મળતી જાણકારી મુજબ મુંબઈની સેન્ટ રેગિસ હોટલમાં 12 ફેબ્રુઆરીએ સિદ્ધાર્થ-કિયારાનું રિસેપ્શન થશે. આ હોટલને એટલે પસંદ કરવામાં આવી છે, કારણ કે ફિલ્મ સ્ટારોને સિક્યુરિટીને લઈ કોઈ મુશ્કેલી ના પડે. મુંબઈની St. Regis સૌથી પોશ ફાઈવ સ્ટાર હોટલમાંથી એક છે.

વાંચો મહેમાનોનું લિસ્ટ

મળતી માહિતી મુજબ સિદ્ધાર્થ અને કિયારા અડવાણીના રિસેપ્શનમાં બોલીવુડના તમામ સ્ટાર સામેલ થશે. ગેસ્ટ લિસ્ટમાં શાહરૂખ ખાન અને ગૌરી ખાનનું નામ પણ સામેલ છે. સિદ્ધાર્થ કિયારાએ શાહરૂખ ખાનને પોતાના લગ્નનું કાર્ડ પણ આપ્યું હતું પણ શાહરૂખ ખાન પહોંચી શકયા નહતા.

આ સિવાય કરણ જોહર, મનીષ મલ્હોત્રા, અજય દેવગન, કાજોલ, વરૂણ ધવન, આલિયા ભટ્ટ, શાહિદ કપૂર, પ્રિયંકા ચોપરા, નિક જોનાસ, રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ જેવા સ્ટારના નામ સામેલ છે.

રિસેપ્શનમાં અંબાણી પરિવાર પણ થઈ શકે છે સામેલ

સિદ્ધાર્થ કિયારાના લગ્નમાં અંબાણી પરિવારની દિકરી ઈશા અંબાણી પોતાના પતિ આનંદ પીરામલની સાથે પહોંચી હતી. કિયારાનો અંબાણી પરિવાર સાથે ખાસ સંબંધ છે. ઈશા અને કિયારા નાનપણથી મિત્ર છે. મુંબઈમાં યોજનારા રિસેપ્શનમાં આખો અંબાણી પરિવાર સામેલ થઈ શકે છે. તે સિવાય ઘણી જાણીતી હસ્તીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.

ધુમ્મસને કારણે પંજાબમાં ગુજરાતીઓની કારને નડ્યો અકસ્માત
ધુમ્મસને કારણે પંજાબમાં ગુજરાતીઓની કારને નડ્યો અકસ્માત
નોર્થ ઈસ્ટની હસ્તકલાથી સજ્જ પ્રજાસત્તાક દિવસની આમંત્રણ પત્રિકા
નોર્થ ઈસ્ટની હસ્તકલાથી સજ્જ પ્રજાસત્તાક દિવસની આમંત્રણ પત્રિકા
આટકોટ દુષ્કર્મ કેસમાં આરોપીને ફાંસીની સજા, 39 દિવસમાં મળ્યો ન્યાય
આટકોટ દુષ્કર્મ કેસમાં આરોપીને ફાંસીની સજા, 39 દિવસમાં મળ્યો ન્યાય
કોણ છે પ્રાચી પોદ્દાર,જેણે સિમેન્ટ વેસ્ટમાંથી નવો વ્યવસાય શરૂ કર્યો ?
કોણ છે પ્રાચી પોદ્દાર,જેણે સિમેન્ટ વેસ્ટમાંથી નવો વ્યવસાય શરૂ કર્યો ?
આવી રીતે ઇન્ટિરીયર ડિઝાઇનના ક્ષેત્રમાં દીપા દેવરાજને બનાવી પોતાની ઓળખ
આવી રીતે ઇન્ટિરીયર ડિઝાઇનના ક્ષેત્રમાં દીપા દેવરાજને બનાવી પોતાની ઓળખ
રિમઝીમ સૈકિયા: મહિલા સશક્તિકરણ અને રાષ્ટ્રીય ઓળખના પ્રણેતા
રિમઝીમ સૈકિયા: મહિલા સશક્તિકરણ અને રાષ્ટ્રીય ઓળખના પ્રણેતા
ઘર ખર્ચમાંથી મહિલાઓ માટે ફિટનેસ સેન્ટર બનાવનાર કોણ છે પ્રતિભા શર્મા?
ઘર ખર્ચમાંથી મહિલાઓ માટે ફિટનેસ સેન્ટર બનાવનાર કોણ છે પ્રતિભા શર્મા?
આજે તમે ચિંતિત રહેશો, કામના મોરચે અડચણો આવશે
આજે તમે ચિંતિત રહેશો, કામના મોરચે અડચણો આવશે
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
g clip-path="url(#clip0_868_265)">