AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kartik Aaryan Video : સફેદ કુર્તા… કેસરી ગમછા, ‘શહજાદા’ રિલીઝ થયા બાદ કાર્તિકે આ રીતે કર્યા બાપ્પાના દર્શન

Kartik Aaryan Siddhivinayak Temple: કાર્તિક આર્યનની (Kartik Aaryan) શહજાદા રિલીઝ થઈ છે. ફિલ્મને રિલીઝ થયા બાદ એક્ટર બપ્પાના દર્શન કરવા માટે સિદ્ધિવિનાયક મંદિર પહોંચ્યો છે.

Kartik Aaryan Video : સફેદ કુર્તા… કેસરી ગમછા, 'શહજાદા' રિલીઝ થયા બાદ કાર્તિકે આ રીતે કર્યા બાપ્પાના દર્શન
Kartik Aaryan Image Credit source: Twitter
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 17, 2023 | 7:01 PM
Share

Kartik Aaryan Siddhivinayak Temple: વર્ષ 2011માં આવેલી ફિલ્મ પ્યાર કા પંચનામાથી બોલિવુડ કરિયરની શરૂઆત કરનાર કાર્તિક આર્યનને ગયા વર્ષે રિલીઝ થયેલી ફિલ્મે બોલિવૂડનો સુપરસ્ટાર બનાવી દીધો છે. લાંબા સમયથી કાર્તિક ફિલ્મ શહજાદા માટે ચર્ચામાં હતો. તેના ફેન્સ આ ફિલ્મની રાહ જોઈ રહ્યા હતા, જે હવે પૂરી થઈ છે. આ ફિલ્મ 17 ફેબ્રુઆરીએ રિલીઝ થઈ છે.

ફિલ્મ રિલીઝ થયા બાદ કાર્તિક મુંબઈના પ્રસિદ્ધ સિદ્ધિવિનક મંદિરમાં બાપ્પાના દર્શન કરવા ગયો. આ મંદિર ખૂબ જ પ્રખ્યાત છે અને અલગ-અલગ પ્રસંગ પર બોલિવૂડના ઘણા સ્ટાર્સ ત્યાં જતા રહે છે. જ્યારે હવે કાર્તિક ફિલ્મની સફળતા માટે પ્રાર્થના કરવા માટે ત્યાં ગયો હતો.

અહીં જુઓ કાર્તિક આર્યનનો વીડિયો

સિદ્ધિ વિનાયક મંદિર પહોંચ્યાનો કાર્તિક આર્યનનો એક વીડિયો સામે આવ્યો છે, જેને વીરલ ભાયાણીએ શેયર કર્યો છે. આ વીડિયોમાં તે સફેદ કુર્તો પહેરેલો જોવા મળી રહ્યો છે. તેને પોતાના ખભા પર કેસરી કલરનો ગમછો લીધો છે. આ ટ્રેડિશનલ લુકમાં બોલિવૂડનો શહજાદા ખૂબ જ સુંદર લાગી રહ્યા છે.

આ વીડિયોમાં જોવા મળે છે કે તે મંદિરની અંદર જાય છે અને પછી દર્શન કર્યા બાદ પાછો આવે છે અને પાપારાઝીને પોઝ આપે છે. તે પછી કારમાં બેસે છે અને ત્યાંથી જાય છે. તમને જણાવી દઈએ કે કાર્તિક આર્યને ગયા વર્ષે 22 નવેમ્બરે તેનો 32મો જન્મદિવસ ઉજવ્યો હતો. તે સમયે પણ તે તેના માતા-પિતા સાથે બાપ્પાના દર્શન કરવા ગયો હતો.

આ પણ વાંચો : આદિત્ય રોય કપૂરને ડેટ કરી રહી છે અનન્યા પાંડે ! કરણ જોહરે આપી નવી લવ સ્ટોરીની હિંટ

શહજાદાને મળી રહ્યા છે મિક્સ રિવ્યૂ

શહજાદા વિશે વાત કરીએ તો તે વર્ષ 2020માં આવેલી અલ્લુ અર્જુનની ફિલ્મ આલા વૈકુંઠપુરમલોની હિન્દી રિમેક છે. કાર્તિકની અપોઝિટ આ ફિલ્મમાં કૃતિ સેનન જોવા મળી છે. આ સાથે પરેશ રાવલ, રોનિત રોય, મનીષા કોઈરાલા અને સચિન ખેડેકર જેવા સ્ટાર્સ પણ ફિલ્મમાં મહત્વના રોલમાં છે.

આ ફિલ્મને લોકો તરફથી મિક્સ રિવ્યૂ મળી રહ્યો છે. આ ફિલ્મ પહેલા 10 જાન્યુઆરીએ રિલીઝ થવાની હતી, પરંતુ બાદમાં મેકર્સે તેને 17 ફેબ્રુઆરીએ રિલીઝ કરવાનું નક્કી કર્યું. કાર્તિકની અગાઉની ફિલ્મ ભૂલ ભૂલૈયા 2 બોક્સ ઓફિસ પર ખૂબ જ સફળ રહી હતી. હવે જોવાનું એ રહેશે કે આ ફિલ્મનું કલેક્શન કેવું થાય છે.

g clip-path="url(#clip0_868_265)">