આદિત્ય રોય કપૂરને ડેટ કરી રહી છે અનન્યા પાંડે ! કરણ જોહરે આપી નવી લવ સ્ટોરીની હિંટ

Ananya Aditya Rumoured Affair: બોલિવુડમાં હાલમાં અનન્યા પાંડે અને આદિત્ય રોય કપૂરના (Aditya roy kapoor and ananya pandey) અફેરના સમાચારની ચર્ચા દરેક લોકો કરી રહ્યા છે. બી-ટાઉનના મેચમેકર કહેવાતા કરણ જોહરે પણ તેમની લવ સ્ટોરીની હિંટ આપી છે.

આદિત્ય રોય કપૂરને ડેટ કરી રહી છે અનન્યા પાંડે ! કરણ જોહરે આપી નવી લવ સ્ટોરીની હિંટ
Aditya roy kapoor and ananya pandeyImage Credit source: Instagram
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 17, 2023 | 5:45 PM

Ananya Aditya Rumoured Affair: બી-ટાઉનમાં હાલમાં અનન્યા પાંડે અને આદિત્ય રોય કપૂરના અફેરના સમાચાર ચર્ચામાં છે. હાલમાં જ અનન્યા પાંડે અને આદિત્ય રોય કપૂર સિદ્ધાર્થ-કિયારાના વેડિંગ રિસેપ્શનમાં જોવા મળ્યા હતા. બંને એકસાથે પાર્ટીમાં પહોંચ્યા હતા. ત્યારથી બંને ચર્ચાનો વિષય બની ગયા છે. હવે અનન્યાએ આદિત્ય રોય કપૂરની વેબ સિરીઝ ‘ધ નાઈટ મેનેજર’ના પ્રીમિયરમાં પણ હાજરી આપી હતી. કરણ જોહરે પણ આ બંનેને રિલેશનશિપ વિશે હિંટ આપી ચૂક્યો છે.

કરણ જોહરે આપી હિંટ

અનન્યા પાંડે અને આદિત્ય રોય કપૂરના અફેર વિશે સૌથી પહેલા કરણ જોહરે તેના શો કોફી વિથ કરણમાં હિંટ આપી હતી. કરણે કહ્યું હતું કે મેં મારા 50માં જન્મદિવસની પાર્ટીમાં અનન્યા અને આદિત્ય વચ્ચે શાનદાર કેમેસ્ટ્રી જોઈ હતી. આ પછી જુલાઈ 2022માં અનન્યા અને આદિત્યના અફેરના સમાચાર સામે આવ્યા હતા. અનન્યાએ પોતે કોફી વિથ કરણમાં આદિત્ય રોય કપૂરને હોટ કહ્યો હતો.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

ઘણીવાર સાથે જોવા મળ્યા આદિત્ય અને અનન્યા

થોડા સમય પછી આદિત્ય અને અનન્યા મનીષ મલ્હોત્રાની દિવાળી પાર્ટીમાં સાથે જોવા મળ્યા હતા. બ્લેક આઉટફિટમાં બંને ખૂબ જ એટ્રેક્ટિવ લાગી રહ્યા હતા. ડિસેમ્બર 2022માં પણ બંને સાથે જોવા મળ્યા હતા. બંને એકસાથે ‘ફીફા વર્લ્ડ કપ 2022’ જોવા કતાર પહોંચ્યા હતા.

આ પણ વાંચો : પતિ ફહદ અહમદને ભાઈ કહેવા બદલ સ્વરા ભાસ્કરને કરવામાં આવી ટ્રોલ, લોકોએ કહ્યું- “ભૈયાથી સીધા સૈયા”

અનન્યા અને આદિત્ય રોય કપૂર ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે જ્યારે બંનેએ સિદ-કિયારાના રિસેપ્શનમાં સાથે પોઝ આપ્યો હતો. અનન્યાએ બ્લેક સાડી પહેરી હતી જ્યારે આદિત્ય બ્લેક સૂટમાં જોવા મળ્યો હતો. બંનેની જોડી એકસાથે શાનદાર લાગી રહી હતી. હવે અનન્યા-આદિત્યને બોલિવૂડની આગામી સુંદર જોડી માનવામાં આવી રહી છે.

અનન્યા ઈશાન ખટ્ટરને ડેટ કરતી હતી!

થોડા સમય પહેલા એવા સમાચાર આવ્યા હતા કે બોલિવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડે એક્ટર ઈશાન ખટ્ટરને ડેટ કરી રહી છે. બંને ઘણી જગ્યાએ સાથે પણ જોવા મળ્યા હતા. પરંતુ બંનેએ ક્યારેય પોતાના સંબંધો વિશે ખુલીને વાત કરી નથી. બંને લગભગ 3 વર્ષથી એકબીજાને ડેટ કરતા હતા. વર્ષ 2020માં ફિલ્મ ‘ખાલી પીલી’ના સેટ પર બંને વચ્ચેના સંબંધોના સમાચાર પહેલીવાર સામે આવ્યા હતા. પરંતુ બંનેએ પોતાના સંબંધો પર મૌન રાખ્યું હતું. આ પછી અનન્યા પાંડે અને ઈશાને એકબીજાથી થોડું અંતર રાખવાનું શરૂ કર્યું.

g clip-path="url(#clip0_868_265)">