AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શાહરૂખ ખાને ફેન્સની પૂરી કરી ઈચ્છા, કિંગ ખાને મળવા માટે બુક કરાવ્યા ફાઈવ સ્ટાર હોટલના રૂમ

સુપરસ્ટાર શાહરૂખ ખાન હાલમાં તેની અપકમિંગ ફિલ્મ 'જવાન'ના શૂટિંગ માટે ચેન્નાઈમાં છે. હાલમાં જ શાહરૂખ ખાને (Shahrukh Khan) એવું એક સિક્રેટ કામ કર્યું કે તમે પણ જાણીને આશ્ચર્યચકિત થઈ જશો. આ ઘટનાથી તમને ખ્યાલ આવશે કે કલાકારો તેમના ફેન્સનું કેટલું ધ્યાન રાખે છે.

શાહરૂખ ખાને ફેન્સની પૂરી કરી ઈચ્છા, કિંગ ખાને મળવા માટે બુક કરાવ્યા ફાઈવ સ્ટાર હોટલના રૂમ
Shahrukh Khan
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 12, 2022 | 3:33 PM
Share

સમગ્ર દુનિયામાં શાહરૂખ ખાનના (Shahrukh Khan) ફેન્સ છે. તેની એક્ટિંગના આખી દુનિયામાં ફેન છે. કલાકારો તેમના ફેનનું ખૂબ ધ્યાન રાખે છે. હાલમાં જ શાહરૂખ ખાન તેની અપકમિંગ ફિલ્મ ‘જવાન’ના (Jawan) શૂટિંગમાં વ્યસ્ત હતો અને આ દરમિયાન એક્ટરે આવો નિર્ણય લીધો, જાણીને તમે પણ હેરાન થઈ જશો. એક્ટરે તેની ટીમને કહ્યું કે તે તેના ફેન્સને મળવા માંગે છે અને પછી શું થયું હતું, શાહરૂખ ખાનના કહેવાથી પર તેના મજબૂત ફેન્સ એકઠા થયા હતા.

ફેન્સને મળ્યો શાહરૂખ ખાન

શાહરૂખ ખાન હાલમાં ચેન્નાઈમાં રોકાયો હતો અને આ દરમિયાન એક્ટરે તેના ફેન્સને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ત્યારબાદ એક્ટર ફેન્સને મળ્યો અને તેમના માટે કેટલીક ખાસ વસ્તુઓ પણ કરી. અને આ વાતનો પુરાવો એક ફેન ક્લબ પેજ પરથી મળ્યો છે જ્યાં શાહરૂખની ચેન્નાઈ ફેન ક્લબે ટ્વિટર પર એક્ટર સાથેના કેટલાક ફોટા શેયર કર્યા છે. જેમાં શાહરૂખ કેટલાક ફેન્સ સાથે હોવાનું જોવા મળે છે. તેની સાથે ચેન્નાઈના લગભગ 20 ફેન્સ છે. ફોટો શેયર કરતા લખ્યું કે, કિંગ શાહરૂખ ખાન સાથે અમારો ચેન્નાઈ પરિવાર. કિંગ શાહરૂખ ખાન સર અને તેમેની ટીમનો આભાર.

મળવા માટે બુક કરાવ્યા હોટલના રૂમ

આ મુલાકાત વિશે વાત કરતા એક ફેને કહ્યું કે હું શાહરૂખ ખાન સરના મેનેજર પૂજા દદલાની અને કરુણાને મળ્યો હતો. તેણે સર સાથે વાત કરી અને તેણે કહ્યું કે તે શૂટિંગ પછી અમને મળશે. થોડા દિવસો પછી મને ફરી ફોન આવ્યો કે ‘જવાન’નું શૂટિંગ પૂરું થયા પછી એટલે કે 8મી ઓક્ટોબરે સર અમને મળશે. ત્યારપછી સુધીરને તેની ફેન ક્લબમાંથી 20 લોકોને પસંદ કરવાનું કહેવામાં આવ્યું. સુધીર નામના એક ફેને વધુમાં કહ્યું કે શાહરૂખની ટીમે તે પછી અમારા માટે ફાઈવ સ્ટાર હોટલમાં રૂમ બુક કરાવ્યો જ્યાં તે પોતે રોકાયા હતો. તેઓએ અમારા માટે 2 રૂમ બુક કરાવ્યા અને અમારી તમામ જરૂરિયાતોનું ધ્યાન રાખ્યું. અમે મેનુમાંથી કોઈપણ ફુડ ઓર્ડર આપી શકીએ છીએ તે કહેવામાં આવ્યું હતું.

ફેન્સને શાહરુખે આપ્યો સમય અને ગિફ્ટ્સ

ફેન સુધીરે વધુમાં કહ્યું કે શાહરૂખ સરે કહ્યું કે તેઓ બધાને મળશે. તેમને પોતાનો બધો સમય અમને બધાને આપ્યો, અમારી સાથે ફોટા ક્લિક કર્યા અને અમને ગિફ્ટ્સ પણ આપી. તે કોઈ પણ ઉતાવળમાં ન હતા અને આરામથી મળ્યા. તમને જણાવી દઈએ કે, ‘જવાન’માં શાહરૂખ ખાન સાથે નયનતારા, સુનીલ ગ્રોવર, વિજય સેતુપતિ અને સાન્યા મલ્હોત્રા જોવા મળશે. આ ફિલ્મ રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ રજૂ કરી રહ્યું છે. આ ફિલ્મ આવતા વર્ષે 2 જૂને થિયેટરોમાં રિલીઝ થશે.

Follow Us
એશિયન સ્પાઈસીસ કંપનીમાંથી યુકે માટે મસાલાનું પ્રથમ કન્ટેનર થયુ રવાના
એશિયન સ્પાઈસીસ કંપનીમાંથી યુકે માટે મસાલાનું પ્રથમ કન્ટેનર થયુ રવાના
અષાઢી બીજે નવસારીના ઉભરાટ દરિયા કિનારે ઊંચા મોજા
અષાઢી બીજે નવસારીના ઉભરાટ દરિયા કિનારે ઊંચા મોજા
રાજકોટમાં ધોધમાર વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહો
રાજકોટમાં ધોધમાર વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહો
697 વિદ્યાર્થીના ડમી એડમિશન બાદ સફાળી જાગી સરકાર
697 વિદ્યાર્થીના ડમી એડમિશન બાદ સફાળી જાગી સરકાર
હોસ્પિટલના ખાટલે પડેલા પતિ સામે પત્નીની 'રીલબાજી'
હોસ્પિટલના ખાટલે પડેલા પતિ સામે પત્નીની 'રીલબાજી'
જગતના નાથની રથયાત્રામાં નાથને નિહાળી ભાવિકો ભક્તિના રંગે રંગાયા- Video
જગતના નાથની રથયાત્રામાં નાથને નિહાળી ભાવિકો ભક્તિના રંગે રંગાયા- Video
મામાને ઘરે વ્હાલા ભાણેજને આવકારવા સરસરપુરવાસીઓમાં અનેરો થનગનાટ
મામાને ઘરે વ્હાલા ભાણેજને આવકારવા સરસરપુરવાસીઓમાં અનેરો થનગનાટ
પવિત્ર દિવસે મેઘરાજાની 'ધમાકેદાર એન્ટ્રી', બફારાથી મળી લોકોને 'રાહત'
પવિત્ર દિવસે મેઘરાજાની 'ધમાકેદાર એન્ટ્રી', બફારાથી મળી લોકોને 'રાહત'
45 કરોડની ખંડણી ચૂકવતા સુરતના હીરા વેપારી 3 મહિના પછી મુક્ત થયા
45 કરોડની ખંડણી ચૂકવતા સુરતના હીરા વેપારી 3 મહિના પછી મુક્ત થયા
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સુંદર મામા રાયપુર પહોચ્યા
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સુંદર મામા રાયપુર પહોચ્યા
g clip-path="url(#clip0_868_265)">