ધર્મેન્દ્રએ ટ્વિટર પર જાવેદ અખ્તર પર સાધ્યું નિશાન, કહ્યું દિખાવે કી ઈસ દુનિયા મેં….

TV9 GUJARATI

TV9 GUJARATI | Edited By: Meera Kansagara

Updated on: Oct 12, 2022 | 9:51 AM

જંજીર (zanjeer) એક એવી ફિલ્મ હતી, જેણે અમિતાભ બચ્ચનને રાતોરાત સ્ટાર બનાવી દીધા હતા. જો કે જાવેદ અખ્તરે તાજેતરમાં જ આ ફિલ્મ વિશે એક રસપ્રદ ખુલાસો કર્યો છે.

ધર્મેન્દ્રએ ટ્વિટર પર જાવેદ અખ્તર પર સાધ્યું નિશાન, કહ્યું દિખાવે કી ઈસ દુનિયા મેં….
Dharmendra

ફિલ્મ ‘શોલે’ના વીરુ એટલે કે બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર (Dharmendra) જાવેદ અખ્તરની એક કોમેન્ટ્સ પર ખૂબ જ ગુસ્સામાં જોવા મળ્યા હતા. તેણે પોતાની નારાજગી વ્યક્ત કરવા માટે માઈક્રો-બ્લોગિંગ સાઈટ ટ્વિટરની મદદ લીધી હતી. તો ચાલો એક નજર કરીએ જાવેદ અખ્તરે પોતાના નિવેદનમાં શું કહ્યું, જે સાંભળીને બોલીવુડની હીમેન ગુસ્સે થઈ ગયા. તમને જણાવી દઈએ કે, જાવેદ અખ્તરે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, અમિતાભ બચ્ચનની (Amitabh Bachchan) ફેમસ ફિલ્મ જંજીર પહેલા ધર્મેન્દ્રને ઓફર કરવામાં આવી હતી, પરંતુ તેમણે આ ફિલ્મ કરવાની ના પાડી દીધી હતી.

જાવેદ અખ્તરે ફિલ્મ નકારવાનું કારણ જણાવતા કહ્યું કે, તે સમયે તે રોમેન્ટિક હીરો તરીકે ઓળખાતો હતો, જ્યારે ફિલ્મમાં જંજીરના પાત્ર માટે ગુસ્સાવાળા પાત્રની જરૂર હતી. આ ફિલ્મને લઈને પ્રકાશ મહેરા બીજા ઘણા મોટા સ્ટાર્સને મળ્યા, પરંતુ કોઈ આ ફિલ્મમાં કામ કરવા માટે રાજી ન થયું, અમિતાભ બચ્ચન દિવાર માટે છેલ્લી પસંદગી હતા.

ધર્મેન્દ્રએ ટ્વિટર પર જાવેદ અખ્તર પર સાધ્યું નિશાન

જાણો ધર્મેન્દ્ર શું કહે છે

ધર્મેન્દ્રને જાવેદ અખ્તરની આ વાત બિલકુલ પસંદ નથી આવી. તેમણે આ અંગે ટ્વિટર પર પોતાની મન ની વાત લખી છે. ટ્વીટર પર પોતાની નારાજગી વ્યક્ત કરતાં ધર્મેન્દ્રએ લખ્યું કે “જાવેદ અખ્તર, કૈસે હો, દિખાવે કી ઈસ દુનિયા મેં સચ્ચાઈ દબી રહ જાતી હૈ. જીતે રહો…કાશ સર ચઢ કે બોલને કા જાદુ ભી તુમ્હે આતા.

જંજીરે અમિતાભ બચ્ચનને સ્ટાર બનાવ્યા

ઉલ્લેખનીય છે કે, ફિલ્મ નિર્માતા પ્રકાશ મહેરા દ્વારા વર્ષ 1973માં એક ફિલ્મ રિલીઝ કરવામાં આવી હતી. ફિલ્મનું નામ હતું જંજીર. આ એ ઐતિહાસિક ફિલ્મ હતી, જેણે અમિતાભ બચ્ચનને રાતોરાત સ્ટાર બનાવી દીધા હતા. આ ફિલ્મ રીલિઝ થયા બાદ તે એંગ્રી યંગ મેન તરીકે ઓળખાવા લાગ્યો. આ ફિલ્મ પછી બચ્ચનના કરિયરનો ગ્રાફ એટલો ઊંચો ગયો કે, 70 અને 80ના દાયકામાં બચ્ચન એટલે કે ફિલ્મ હિટ થવાની ખાતરી હતી. તે દરમિયાન અમિતાભની ઘણી બ્લોકબસ્ટર ફિલ્મો આવી જેણે સિનેમામાં ઘણા રેકોર્ડ તોડ્યા.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati