Pathaan : શાહરૂખ ખાન અને Deepika Padukone નહીં, પઠાણ ફિલ્મના અસલી સ્ટાર છે આ બંન્ને!
શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમની ફિલ્મ પઠાણનું કલેક્શન હજુ ચાલુ છે અને તેને દર્શકોનો સપોર્ટ મળી રહ્યો છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક ફોટો સામે આવ્યો છે, જે પઠાણના એક એક્શન સીન સાથે સંબંધિત છે.

બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમની ફિલ્મ પઠાણે બોલિવૂડને નવી ઉડાન આપવાનું કામ કર્યું છે. એવા સમયે જ્યારે બોલિવૂડની મોટાભાગની ફિલ્મો ફ્લોપ થઈ રહી હતી, ત્યારે પઠાણે માત્ર દેશમાં સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મનો રેકોર્ડ બનાવ્યો જ નહીં પરંતુ વિશ્વભરમાં એક હજાર કરોડથી વધુની કમાણી કરી હતી. ફિલ્મનું કલેક્શન હજુ ચાલુ છે અને તેને દર્શકોનો સપોર્ટ મળી રહ્યો છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક ફોટો સામે આવ્યો છે, જે પઠાણના એક એક્શન સીન સાથે સંબંધિત છે.
શાહરૂખ – દીપિકાની બોડી ડબલ
બોડી ડબલ્સનો ઉપયોગ ઘણીવાર ફિલ્મોમાં એક્શન સીન માટે કરવામાં આવે છે. એટલે કે મોટા ભાગના એક્શન સીન કલાકારો પોતે નથી કરતા, પરંતુ સ્ટંટ ડબલ્સનો ઉપયોગ કરે છે. આવી સ્થિતિમાં, પઠાણ ફિલ્મ માટે પણ એક્શન સીન માટે બોડી ડબલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા પર એક ફોટો સામે આવ્યો હતો. જેમાં શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ સાથે તેની એક્શન બોડી ડબલ્સ જોવા મળી રહી છે. આ ફોટોમાં દરેકનો લુક એક સરખો છે, જેને જોઈને તમને ફિલ્મનો એક મહત્વપૂર્ણ એરિયલ સીન પણ યાદ આવશે.
Moments before Rubai dumped Pathaan 😪🥺#ShahRukhKhan #SRK #Bollywood #Pathaan #Jawan #Dunki #PathaanOTT #Pathaan2 #DeepikaPadukone pic.twitter.com/4X8x11HSRK
— Team Shah Rukh Khan Pune (@teamsrkpune) March 16, 2023
પઠાણનું કલેક્શન
તમને જણાવી દઈએ કે, પઠાણ 25 જાન્યુઆરી, 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં શાહરૂખ ખાન એજન્ટના રોલમાં હતો જ્યારે જ્હોન અબ્રાહમ વિલનની ભૂમિકામાં હતો. આ ફિલ્મમાં શાહરૂખ ખાનના લૂક અને તેના શરીરની ખૂબ ચર્ચા થઈ હતી. દેશમાં અત્યાર સુધી પઠાણનું નેટ કલેક્શન 541.96 કરોડ રૂપિયા છે જ્યારે વિશ્વભરમાં ગ્રોસ કલેક્શન 1048.30 કરોડ રૂપિયા થઈ ગયું છે.
શાહરૂખ ખાનની બ્લોકબસ્ટર ફિલ્મ ‘પઠાણ’ બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી કર્યા બાદ OTT પર રિલીઝ થવા જઈ રહી છે. તમે 22 માર્ચથી OTT પર સિદ્ધાર્થ આનંદની ફિલ્મ જોઈ શકો છો. સિદ્ધાર્થ આનંદ દ્વારા નિર્દેશિત શાહરૂખ ખાનની એક્શન થ્રિલર ફિલ્મ પઠાણ 22 માર્ચે એમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ થશે.