AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિરાટ કોહલી અને જાડેજાએ કર્યો ‘ઝૂમે જો પઠાણ’ સોન્ગ પર ડાન્સ, શાહરુખે આપી પ્રતિક્રિયા, જુઓ Viral Video

ટેસ્ટ મેચ દરમિયાન વિરાટ કોહલી અને જાડેજાએ 'ઝૂમ જો પઠાણ' સોન્ગનો હૂક સ્ટેપ કર્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને આ વીડિયો પર શાહરૂખ ખાને (Shah Rukh Khan) પ્રતિક્રિયા આપી છે.

વિરાટ કોહલી અને જાડેજાએ કર્યો 'ઝૂમે જો પઠાણ' સોન્ગ પર ડાન્સ, શાહરુખે આપી પ્રતિક્રિયા, જુઓ Viral Video
Shah rukh khan react on virat kohli and ravindra jadeja danceImage Credit source: Twitter
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 14, 2023 | 6:22 PM
Share

શાહરૂખ ખાન સ્ટારર ફિલ્મને ફેન્સ, સેલેબ્સ અને ક્રિકેટરો તરફથી પણ પ્રેમ મળ્યો છે. શનિવારે 11 ફેબ્રુઆરીના રોજ ભારતે નાગપુરમાં ઓસ્ટ્રેલિયા સામે જીત મેળવી, ચાર મેચોની સિરીઝની પહેલી ટેસ્ટ માત્ર અઢી દિવસમાં પૂરી થઈ ગઈ હતી. મોટી જીત પછી વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજા ‘પઠાણ’ના ગીત ‘ઝૂમ જો પઠાણ’ના હૂક સ્ટેપ કરતા જોવા મળ્યા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર જોત જોતામાં જ વાયરલ થઈ ગયો હતો. હવે #AskSRK સેશનમાં શાહરૂખ ખાને પણ આ વીડિયો પર પ્રતિક્રિયા આપી છે.

શાહરૂખ ખાને શું કહ્યું?

મેચ દરમિયાન વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજા બેટિંગ બાદ મેદાનમાં ઉતરવાની તૈયારી કરી રહ્યા હતા. ત્યારે બંનેએ ‘ઝૂમ જો પઠાણ’નું હૂક સ્ટેપ કરવાનું શરૂ કર્યું. જે બાદ શાહરૂખ ખાને આજે 14 ફેબ્રુઆરીએ #AskSRK સેશનનું આયોજન કર્યું હતું. આ સેશન દરમિયાન એક ફેને વિરાટનો વીડિયો શેયર કર્યો અને સુપરસ્ટારને પૂછ્યું, “કુછ શબ્દ કહો પઠાણ ડાન્સ.” આના પર, એસઆરકેએ જવાબ આપ્યો, “તેઓ મારા કરતા વધુ સારી રીતે કરી રહ્યા છે! વિરાટ અને જાડેજા પાસેથી શીખવું જોઈએ!!!”

અહીં જુઓ વીડિયો

વિરાટ કોહલીએ કર્યો હૂક સ્ટેપ

આ વીડિયો શનિવારે બોર્ડર-ગાવસ્કર ટેસ્ટ મેચનો છે, જ્યાં ભારતે ઓસ્ટ્રેલિયાને એક ઈનિંગ અને 123 રનથી હરાવ્યું હતું. ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયા બેટિંગ શરૂ કરે તે પહેલા ભારતીય ટીમ કેટલાક ખેલાડીઓની રાહ જોતી જોવા મળી હતી. સ્ટેડિયમમાં પઠાણનું ગીત ઝૂમ “જો પઠાણ” વાગવા લાગ્યું કે તરત જ વિરાટ કોહલીએ હૂક સ્ટેપ કરવાનો પ્રયાસ કર્યો જે ટીવી કેમેરામાં કેદ થઈ ગયો. રવીન્દ્ર જાડેજા પણ તેમની સાથે જોડાયા હતા કારણ કે તેઓ એક સાથે સ્ટેપ ડાન્સ કરતા હતા.

ફેન્સનો માન્યો આભાર

થોડા દિવસો પહેલા શાહરૂખ ખાને દિલ્હી, કોલકાતા, સિલચર, નાગપુર, બેંગલુરુ, બિહાર અને અન્ય ઘણા શહેરોની તસવીરો અને વીડિયો શેયર કર્યા હતા. આ સિવાય એક્ટરે ઈજિપ્ત, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડના વીડિયો અને તસવીરો પણ શેયર કરી છે. તેને તેના ફેન્સના પ્રેમ માટે આભાર માન્યો અને તેમને દરેક સમયે સુરક્ષિત રહેવા કહ્યું.

આ પણ વાંચો : હાર્દિક પંડ્યાના આજે નતાશા સાથે વિધિ વિધાનથી મેરેજ, સાંજે 7 વાગે લેશે ફેરા, કાલે પણ ચાલશે કાર્યક્રમ

પઠાણની કમાણી

સિદ્ધાર્થ આનંદ દ્વારા નિર્દેશિત ‘પઠાણ’માં જ્હોન અબ્રાહમ પણ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ વિશ્વભરમાં રૂ. 950 કરોડનો આંકડો પાર કરવા માટે તૈયાર છે. ભારતમાં તેણે 489 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. બોલિવૂડનો બાદશાહ એટલે કે શાહરૂખ ખાન હાલમાં પઠાણની સક્સેસ એન્જોય કરી રહ્યો છે. પઠાણની શાનદાર કમાણીથી કિંગ ખાનનું દિલ ખુશ થઈ ગયું છે. શાહરૂખને 4 વર્ષના લાંબા સમય બાદ ફળ આખરે મળી ગયું છે. એક બાજુ જ્યાં ચારેબાજુ પઠાણ બોક્સઓફિસ પર ધૂમ મચાવી રહી છે.

ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા, ખેતીનો ખર્ચ પણ ન નીકળે તેવી સ્થિતિ
ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા, ખેતીનો ખર્ચ પણ ન નીકળે તેવી સ્થિતિ
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
g clip-path="url(#clip0_868_265)">