Shah Rukh Khan Jawan: શાહરૂખ ખાનની ‘જવાન’ રિલીઝ પહેલા જ માલામાલ થઈ, નેટફ્લિક્સે આટલા કરોડમાં ખરીદ્યા રાઈટ્સ

Shah Rukh Khan Jawan Details: જવાન (Jawan) ફિલ્મ 2 જૂન 2023ના રોજ સિનેમાધરોમાં રિલીઝ થશે. આ ફિલ્મ હિન્દી સહિત, તેલુગુ, મલયાલમ અને કન્નડમાં રિલીઝ કરવામાં આવશે.

Shah Rukh Khan Jawan: શાહરૂખ ખાનની 'જવાન' રિલીઝ પહેલા જ માલામાલ થઈ, નેટફ્લિક્સે આટલા કરોડમાં ખરીદ્યા રાઈટ્સ
શાહરૂખ ખાનની 'જવાન' રિલીઝ પહેલા જ માલામાલ થઈ, નેટફ્લિક્સે આટલા કરોડમાં ખરીદ્યા રાઈટ્સImage Credit source: Instagram
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 29, 2022 | 8:54 PM

Shah Rukh Khan Jawan Stream on Netflix: ફિલ્મ નિર્દેશક અટલીએ જ્યારથી ફિલ્મ જવાન (Jawan)થી શાહરુખનો ફર્સ્ટ લુક શેયર કર્યો છે, ત્યારથી આ ફિલ્મને લઈ અભિનેતાનો ચાહકોમાં અલગ ક્રેઝ થઈ રહ્યો છે, શાહરુખ ખાનના ચાહકો આ ફિલ્મ સાથે જોડાયેલી જાણકારી જાણવા માટે ઉત્સુક છે. આ વચ્ચે એક માહિતી સામે આવી છે, જેને સાંભળી શાહરુખ ખાન (Shah Rukh Khan)ના ફેન્સ સાંભળી દંગ રહી જશે, મીડિયા રિપોર્ટ્સ અનુસાર શાહરુખ ખાનના આ ફિલ્મના રાઈટ્સ નેટફ્લિક્સે (Netflix) ખરીદ્યા છે, પરંતુ આ ફિલ્મ પહેલા સિનેમાઘરોમાં જ રિલીઝ થશે. ત્યારબાદ ઓટીટી પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થશે.

જાણો કેટલામાં વહેંચાયા જવાનના રાઈટ્સ

રિપોર્ટસ અનુસાર નેટફ્લિકસે આ ફિલ્મના રાઈટ્સ 120 કરોડ રુપિયામાં ખરીદ્યા છે. આ વિશે પુષ્ટિ ફિલ્મના મેકર્સ દ્વારા કરવામાં આવી નથી, જો આ સમાચાર સાચા છે તો શાહરુખ ખાનની આગામી ફિલ્મ રિલીઝ થયા પહેલા જ માલામાલ થઈ ગઈ છે.

ફિલ્મને લઈ વાત કરવામાં આવે તો ફિલ્મ સાથે જોડાયેલી વધુ જાણકારી સામે આવી નથી, ફિલ્મમાં શાહરુખ ખાન અલગ જ અવતારમાં જોવા મળી રહ્યો છે. જે વાત તેના ફર્સ્ટ લુક પોસ્ટ પરથી સ્પષ્ટ થઈ છે, શાહરુખ ખાન સિવાય આ ફિલ્મમાં નયનતારા પણ મુખ્ય ભુમિકામાં છે, બંન્ને પ્રથમ વખત સાથે સ્ક્રીન શેયર કરી રહ્યા છે. બંન્ને સ્ટાર્સ મોટા પડદા પર રોમાન્સ કરતા જોવા માટે ચાહકો ઉત્સુક છે.

આ પણ વાંચો

મારી અને અટલીની કેમિસ્ટ્રી ખુબ સારી

થોડા દિવસો પહેલા જ શાહરુખ ખાને ઈન્સ્ટાગ્રામ પર લાઈવ આવી ચાહકો સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે ફિલ્મ સાથે જોડાયેલી કેટલીક જાણકારી રજુ કરી હતી, અભિનેતાએ કહ્યું કે ફિલ્મને લઈ હવે આગળની યાત્રા નક્કી કરવાની છે, જવાન વિશે મારી પાસે વધુ કહેવા માટે કાંઈ નથી, એક અભિનેતા તરીકે યોગ્ય સમય કાઢ્યો છે, અટલીની આ ફિલ્મ અનોખી ફિલ્મ છે, મારી અને અટલીની કેમિસ્ટ્રી ખુબ સારી છે.

આ લાઈવ સેશન દરમિયાન શાહરૂખ ખાને પોતે આ વાતની પુષ્ટિ કરી હતી, આ લાઈવ સેશન દરમિયાન શાહરૂખ ખાને પોતે પુષ્ટિ કરી હતી કે આ ફિલ્મમાં નયનતારા તેની સાથે છે. પહેલા માત્ર રિપોર્ટ્સમાં આ દાવા કરવામાં આવતા હતા, પરંતુ હવે એક્ટર્સે પણ તેની પુષ્ટિ કરી છે. અટલી દ્વારા નિર્દેશિત ફિલ્મ જવાન 2 જૂન, 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મ હિન્દી સહિત તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ભાષામાં રિલીઝ થશે.

Latest News Updates

આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
g clip-path="url(#clip0_868_265)">