AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jawan Box Office Collection Day 14 : શાહરૂખ ખાનની ‘જવાન’એ જીતી લડાઈ 14 દિવસમાં 500 કરોડની કમાણી, ‘ગદર 2’નો આ રેકોર્ડ તોડ્યો

શાહરૂખ ખાનની જવાનને રિલીઝ થયાને 14 દિવસ થઈ ગયા છે. ત્રીજા સપ્તાહમાં જવાનની કમાણીમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે, પરંતુ જવાને બોક્સ ઓફિસ (Jawan Box Office Collection)ની લડાઈ જીતી લીધી છે. જવાને સૌથી ઝડપી રૂ. 500 કરોડનો આંકડો પાર કરીને સની દેઓલની ગદર 2 નો રેકોર્ડ તોડ્યો છે.

Jawan Box Office Collection Day 14 : શાહરૂખ ખાનની 'જવાન'એ જીતી લડાઈ 14 દિવસમાં 500 કરોડની કમાણી, 'ગદર 2'નો આ રેકોર્ડ તોડ્યો
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 21, 2023 | 4:14 PM
Share

શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન‘ કમાણીના મામલે સૌથી આગળ છે. પઠાણ, ગદર 2 અને કેજીએફ 2 જેવી ફિલ્મોને પાછળ છોડીને જવાન ભારતમાં રૂ. 500 કરોડની કમાણીનો આંકડો પાર કરનારી સૌથી ઝડપી ફિલ્મ બની છે. જવાનને પૈસા કમાવવા માટે 15 દિવસનો લાંબો સમય મળ્યો, જેનો ફાયદો ફિલ્મ મેકર્સને થયો. હવે ત્રીજા અઠવાડિયે જવાનની કમાણી થોડી ધીમી પડી છે, પરંતુ વીકએન્ડ પર જવાન ગદર 2 અને અન્ય ફિલ્મોની અત્યાર સુધીની કમાણીથી આગળ નીકળી જશે.

આ પણ વાંચો : Kareena Kapoor Family Tree: આલિયા ભટ્ટ છે કરિના કપુરની ભાભી, દાદા,કાકા, પિતાથી લઈ પતિ છે અભિનેતા પરિવારનું નામ ગિનિસ બુકમાં છે સામેલ

ત્રીજા સપ્તાહમાં શાહરૂખ ખાનની જવાન કમાણીના મામલામાં થોડી ધીમી પડી ગઈ છે. પરંતુ જવાનનું કલેક્શન ફરી એકવાર સપ્તાહના અંતે વધશે. આ અઠવાડિયે કોઈ મોટી ફિલ્મ રિલીઝ થઈ રહી નથી, જેનો ફાયદો જવાનને મળ્યો. જવાનના 14મા દિવસના કલેક્શનની વાત કરીએ તો ફિલ્મે 10 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ સાથે જ 14 દિવસમાં જવાનની કુલ કમાણી 518.28 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે.

‘જવાન’ ધમાલ મચાવી

જવાને માત્ર દેશમાં જ નહીં વિદેશની ધરતી પર પણ ધમાલ મચાવી રહી છે. શાહરૂખ ખાનને ચાહકો તરફથી ઘણો પ્રેમ મળી રહ્યો છે. જવાને વિદેશમાં 295 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. જવાનનું વિશ્વભરમાં કલેક્શન 906.5 કરોડને પાર કરી ગયું છે. એવું માનવામાં આવે છે કે જવાન આ સપ્તાહના અંતે વિશ્વભરમાં 1000 કરોડ રૂપિયાની કમાણી કરશે.

500 કરોડની કમાણી કરતી ફિલ્મો

શાહરૂખ ખાનની ફિલ્મ જવાન સૌથી ઝડપી 500 કરોડના ક્લબમાં પ્રવેશી છે. આ પહેલા આ રેકોર્ડ સની દેઓલની ગદર 2ના નામે હતો. ગદર 2 એ 28 દિવસમાં 500 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણે 28 દિવસમાં 500 કરોડની કમાણીનો આંકડો પાર કરી લીધો હતો. પ્રભાસની ફિલ્મ બાહુબલી 2 ને હિન્દીમાં 500 કરોડની કમાણી કરવામાં 34 દિવસ લાગ્યા હતા. હવે શાહરૂખ ખાનની જવાન ગતિમાં આગળ વધી રહી છે

બોલિવુડના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">