AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jawan Box Office Collection : શાહરૂખની ફિલ્મ જવાને 13 દિવસમાં 500 કરોડની કમાણી, તોડશે પઠાણનો આ રેકોર્ડ?

Jawan Box Office Collection Day 13: જવાને 13 દિવસમાં 500 કરોડની કમાણીનો આંકડો પાર કર્યો છે. હવે શાહરૂખ ખાનની પોતાની ફિલ્મ પઠાણનો રેકોર્ડ છે જેને 'જવાન'ને તોડવો પડશે. જાણો શું જવાન પઠાણથી આગળ નીકળી જશે?

Jawan Box Office Collection : શાહરૂખની ફિલ્મ જવાને 13 દિવસમાં 500 કરોડની કમાણી, તોડશે પઠાણનો આ રેકોર્ડ?
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 11, 2023 | 9:20 AM
Share

કરોડો ચાહકોના દિલ પર રાજ કરનાર શાહરૂખ ખાન પોતાના ચાહકોના દિલ કેવી રીતે જીતવા તે સારી રીતે જાણે છે. બેક-ટુ-બેક બ્લોકબસ્ટર ફિલ્મો આપીને શાહરૂખે સાબિત કરી દીધું છે કે હિન્દી સિનેમાનો અસલી રાજા કોણ છે. પઠાણ સાથે તોફાની વાપસી કર્યા બાદ શાહરૂખ ખાને જવાન સાથે ધૂમ મચાવી છે. આ ફિલ્મે હિન્દી સિનેમાના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. શાહરૂખ ખાનની જવાન બોક્સ ઓફિસ પર કમાલ કમાણી કરી રહી છે.

રિલીઝના 13 દિવસમાં જ ફિલ્મે 500 કરોડની કમાણીનો આંકડો પાર કરી લીધો છે.આ ફિલ્મે સૌથી ઝડપી સમયમાં વિશ્વભરમાં 800 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી લીધી છે. છે. હવે શાહરૂખ ખાન સામે પોતાની જ ફિલ્મ પઠાણનો રેકોર્ડ તોડવાનો પડકાર છે. જાણો શાહરૂખ ખાનના પઠાણનો આ રેકોર્ડ જવાન તોડી શકશે કે કેમ.

આ પણ વાંચો : Fukrey 3 Box Office Collection Day 5: ફુકરે 3એ ગાંધી જયંતિ પર ધૂમ મચાવી, 5 દિવસમાં અડધી સદી ફટકારી

 જવાને ઐતિહાસિક આંકડો પાર કર્યો

જવાને તેની રિલીઝના 13માં દિવસે ભારતમાં 500 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી લીધી છે. 13મા દિવસે બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો જવાને લગભગ 14 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

‘જવાન’ 500 કરોડને પાર

આ ફિલ્મમાં શાહરૂખ ખાન ઉપરાંત દીપિકા પાદુકોણ, નયનતારા અને વિજય સેતુપતિની મહત્વની ભૂમિકા છે. જવાનનું વિદેશમાં કલેક્શન 290 કરોડને પાર કરી ગયું છે

હિન્દીમાં પઠાણનું કલેક્શન 524.53 કરોડ રૂપિયા

હવે શાહરૂખ ખાનનો પોતાનો રેકોર્ડ છે જે જવાને તોડવો પડશે. શાહરૂખ ખાનની પઠાણ આ વર્ષની સૌથી મોટી ફિલ્મ છે. પઠાણે ભારતમાં 543.09 કરોડ રૂપિયાની કમાણી કરી હતી અને એકલા હિન્દીમાં પઠાણનું કલેક્શન 524.53 કરોડ રૂપિયા હતું.

બોલિવૂડની સૌથી ઝડપી ત્રેવડી સદી

શાહરૂખ ખાનના જવાને બમ્પર ઓપનિંગ કરીને ખાતું ખોલાવ્યું હતું. જવાને બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કર્યું અને તેની રિલીઝના માત્ર 4 દિવસમાં 300 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો. જવાન ફિલ્મ આવતાની સાથે જ તેણે સની દેઓલની ગદર 2ને બાજુ પર મૂકી દીધી, શાહરુખ ખાનની ફિલ્મ જવાન રિલીઝ થઈ ત્યારથી ચાહકોમાં ખુબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">