પઠાણ ફિલ્મની બે ફેને ખરીદી 800 ટિકિટ, પરંતુ જોવા માટે કોઈ ના ફરક્યું, જુઓ Viral Video
Pathaan: 20 જાન્યુઆરીથી શાહરૂખ ખાનની (Shah Rukh Khan) 'પઠાણ'નું એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું હતું. ફિલ્મને જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે. પરંતુ શાહરૂખ ખાનના બે ફેને 800 ટિકિટ બૂક કરાવી છે અને તેને ફ્રી આપવાનું કહ્યું. આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

બોલિવૂડના બે મેગાસ્ટાર શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની સૌથી વિવાદાસ્પદ ફિલ્મ પઠાન રિલીઝ થઈ ગઈ છે. બોલિવૂડના કિંગખાન એટલે કે શાહરૂખ ખાન ચાર વર્ષ પછી ‘પઠાણ’થી મોટા પડદા પર પરત ફર્યો છે. આવી પરિસ્થિતિમાં શાહરૂખના ફેન્સ માટે આ કોઈ સેલિબ્રેશનથી ઓછું નથી. શાહરૂખ ખાનના બે ફેને ફિલ્મ પઠાણની 800 ટિકિટ બુક કરાવી લીધી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
અહીં જુઓ વીડિયો
View this post on Instagram
બે ફેને બૂક કરાવી 800 ટિકિટ
આ વીડિયો મુજબ શાહરૂખ ખાનના બે ફેને 800 ટિકિટ બુક કરીને આખા થિયેટરની ટિકિટો ખરીદી લીધી છે. આ ટિકિટ તેને શાહરુખ ખાન માટે ખરીદી છે અને તે ફેન કહે છે શાહરુખ ખાન માટે કંઈ પણ. આ સિવાય એમ પણ કહે છે કે આ તો બહુ નાની વસ્તુ છે આનાથી પણ વધારે શાહરુખ ખાન માટે કરી શકીએ છીએ. તેને આ ટિકિટ જનતાને ફ્રી આપવા માટે ખરીદી છે. શાહરુખ ખાનના જબરા ફેન દુનિયાભરમાં છે. આ પરથી કહી શકાય છે કે એક ફિલ્મને હિટ કરવા માટે ફેન્સ આવાં અલગ અલગ ઉપાયો કરે છે.
આ પણ વાંચો : Video : પઠાણ ફિલ્મની ખુલી પોલ, જુઓ આ વીડિયોમાં ફિલ્મના ખોટા દાવાઓનો થયો પર્દાફાશ
પઠાણ ફિલ્મનો થયો હતો વિરોધ
શાહરૂખ ખાન હાલમાં ‘પઠાણ’ને લઈને ખૂબ ચર્ચામાં છે. કારણ કે આ ફિલ્મનો રીલિઝ પહેલાથી જ વિરોધ થઈ રહ્યો હતો. ગુજરાતમાં અમદાવાદના વસ્ત્રાપુર પાસેના અમદાવાદ વન મોલમાં બજરંગ દળના કાર્યકરોએ પઠાણ ફિલ્મનો વિરોધ કર્યો હતો. જેમાં તેમણે શાહરૂખ ખાન અને અન્ય સ્ટાર કાસ્ટની તસવીરોને નુકસાન પહોંચાડ્યું હતું. બીજી તરફ જો આ ફિલ્મ રિલીઝ થશે તો વધુ ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી. આ સમયે અન્ય લોકો પણ મોલમાં હાજર હતા અને તોડફોડ સહિતનો ઉગ્ર વિરોધ જોઈને સમગ્ર મામલો જોઈને ગભરાઈ ગયા હતા. આ સિવાય અન્ય ઘણાં શહેરોમાં પઠાણ ફિલ્મનો વિરોધ થયો હતો.
નોંધ : આ વીડિયોની પુષ્ટિ TV9 કરતું નથી.