Satish Shah: 74 વર્ષની ઉંમરે પણ નિઃસંતાન! પત્નીએ લગ્ન પહેલાં બે વાર ‘રિજેક્ટ’ કર્યા અને પછી મૂકી એક અજીબ શરત
સતીશ શાહના અવસાનથી ફિલ્મ અને ટીવી ઇંડસ્ટ્રીમાં શોક છવાયેલો છે. કિડની ફેલ્યોરને કારણે સતીશ શાહનું 74 વર્ષની વયે અવસાન થયું. તેઓ લાંબા સમયથી કિડની સંબંધિત બીમારીઓ સામે ઝઝૂમી રહ્યા હતા.

સતીશ શાહની પત્ની મધુ શાહ તેમના અવસાનથી ખૂબ જ દુઃખી છે. જણાવી દઈએ કે, તેમને કોઈ સંતાન નથી. સતીશ શાહના અવસાનથી તેમની પત્ની મધુ શાહ એકલી પડી ગઈ છે. સતીશ મધુને ખૂબ પ્રેમ કરતા હતા.
ગજબની છે સતીશ શાહની ‘લવ સ્ટોરી’
મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં અભ્યાસ કર્યા પછી સતીશે ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (FTI) માં અભિનયનો અભ્યાસ કર્યો હતો. વર્ષ 1970 માં તેમણે ભગવાન પરશુરામ સાથે બોલિવૂડમાં પ્રવેશ કર્યો. જો કે, ત્યારબાદ તેમને સંઘર્ષનો સામનો કરવો પડ્યો.
તેમના સંઘર્ષ વચ્ચે સતીશ શાહ CIPTA ફિલ્મ ફેસ્ટિવલમાં ડિઝાઇનર મધુ શાહને મળ્યા હતા. સતીશ મધુને જોતા જ તેમના પ્રેમમાં પડી ગયા. તેમણે તરત જ મધુને પ્રપોઝ કર્યું પરંતુ મધુએ તેમને રિજેક્ટ કરી કાઢ્યા. સતીશ શાહ થોડા નારાજ હતા પણ તેમણે હાર ન માની. તેમણે ફરીથી મધુને પ્રપોઝ કર્યું અને સતત બીજીવાર મધુએ તેમને રિજેક્ટ કરી કાઢ્યા. સતીશ ફરીથી હતાશ થયા પણ હિંમત ન હાર્યા.
મધુ શાહે કઈ શરત મુકી?
હવે જ્યારે સતીશ શાહે ત્રીજી વખત મધુને પ્રપોઝ કર્યું, ત્યારે મધુ સંમત થઈ પરંતુ તેમની એક શરત હતી. શરત એમ હતી કે, સતીશ શાહે પહેલા તેના માતા-પિતા સાથે વાત કરવી પડશે અને તેમની પરવાનગી લેવી પડશે. આ શરત સતીશ શાહે માની અને કોઈપણ ખચકાટ વિના મધુના માતા-પિતાને મળવા ગયા.
મધુના માતા-પિતાએ ના પાડી, જેના કારણે સતીશ શાહ મુશ્કેલીમાં મુકાઈ ગયા. બીજીબાજુ સતીષ શાહ પણ તેમની જીદ પર હતા અને ખૂબ જ મુશ્કેલીથી તેમણે મધુના માતા-પિતાને સમજાવ્યા. અંતે તેમને લગ્નની પરવાનગી મળી ગઈ. આ પછી એક મહિનામાં જ તેમની સગાઈ થઈ ગઈ.
નજીકના મિત્રોને લાગ્યો ‘આઘાત’
મધુ અને સતીશ શાહે સગાઈના આઠ મહિના પછી વર્ષ 1972 માં લગ્ન કર્યા. વર્ષ 2020 માં જ્યારે સતીશને કોવિડ-19 થયો ત્યારે પણ તેમની પત્ની મધુએ તેમને ટેકો આપ્યો. તેઓ લગભગ 50 વર્ષ સુધી સાથે રહ્યા. સતીશ શાહના નિધનથી માત્ર તેમની પત્ની જ નહીં પરંતુ તેમના નજીકના મિત્રોને પણ આઘાત લાગ્યો છે. ફિલ્મ અને ટીવી ઉદ્યોગમાં પણ શોકનો માહોલ છે. મધુર ભંડારકર, કરણ જોહર અને ફરાહ ખાન સહિત અનેક કલાકારો તેમજ ફિલ્મ નિર્માતાઓએ શોક વ્યક્ત કર્યો.
90ના દાયકાની સિરિયલોનો પણ લોકોમાં ઘણો ક્રેઝ રહ્યો હતો. જેમ કે, કહાની ઘર ઘર કી, ક્યોંકી સાસ કભી બહુથી, કસૌટી જીંદગી કી, કુમકુમ, કહીં કિસી રોઝ, કેસર જેવી સિરિયલોએ ધૂમ મચાવી હતી. ટીવી સિરિયલો વિશે વધુ ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો.

