સંદીપ નાહર આત્મહત્યા કેસ: અભિનેતાની પત્ની અને સાસુ સામે કેસ, સ્યુસાઇડ નોટમાં હતા ગંભીર આરોપો

આત્મહત્યા પહેલા એક વીડિયોમાં સંદીપે કહ્યું હતું કે તેઓ પત્ની કંચન સાથે ઝગડાઓના કારણે માનસિક રીતે અસ્વસ્થ અને અસ્થિર હતા. પોલીસે તેની પત્ની અને સાસુ વિરુદ્ધ કેસ નોંધ્યો છે.

સંદીપ નાહર આત્મહત્યા કેસ: અભિનેતાની પત્ની અને સાસુ સામે કેસ, સ્યુસાઇડ નોટમાં હતા ગંભીર આરોપો
સંદીપ નાહર

બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સોમવારે ફરી એક દુખદ સમાચાર આવ્યા હતા. સુશાંત સિંહ રાજપૂત અને અક્ષય કુમાર જેવા કલાકારો સાથે કામ કરનાર અભિનેતા સંદીપ નાહરે એમનું જીવન ટૂંકાવી લીધું. તેમણે આત્મહત્યા કરી હતી. તેમના આ પગલાથી ફરી એકવાર બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ઝાટકો લાગ્યો છે. સંદિપ નાહરે પોતાની સ્યુસાઇડ નોટમાં તેમના વિવાહિત જીવનમાં આવતી સમસ્યાઓનો ઉલ્લેખ કર્યો હતો.

પોલીસે કેસ નોંધ્યો

આવી સ્થિતિમાં હવે મુંબઇ પોલીસે સંદીપ નાહરની પત્ની અને તેની સાસુ સામે કેસ નોંધ્યો છે. અહેવાલ અનુસાર ગોરેગાંવ પોલીસે સંદીપ નાહરની પત્ની કંચન શર્મા અને તેની માતા વિરુદ્ધ આત્મહત્યા માટે ઉક્સવવાનો કેસ નોંધ્યો છે. આ સિવાય એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે સાયબર સેલ અધિકારીએ તેની આત્મહત્યાનો વીડિયો જોયા બાદ અભિનેતાને શોધી કાઢવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે કાર્યવાહી કરે એ પહેલા જ એક્ટરે પગલું ભરી લીધું હતું.

પોલીસ હાલ આ કેસની તપાસ કરી રહી છે. સંદીપે આત્મહત્યા પહેલા સોશિયલ મીડિયા પર એક વીડિયો અને સુસાઇડ નોટ પોસ્ટ કરી હતી. જેમાં તેણે સમસ્યાઓના કારણે આત્મહત્યા કરવાની વાત કરી હતી. સંદીપ નાહરનું મોત મુંબઇના ગોરેગાંવ વિસ્તારમાં તેમના નિવાસસ્થાને આત્મહત્યાને કારણે થયું. જ્યારે તેની પત્ની અને મિત્રોને આ વાતની જાણ થઈ ત્યારે તે સંદીપને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.

શું હતું વિડીયોમાં

સંદીપે મૃત્યુ પહેલા ખુબ ગંભીર સમયથી પસાર થઇ રહ્યા હતા. આ વાત તેમણે આત્મહત્યા પહેલા એક વીડિયોમાં શેર કરી. વીડિયોમાં તેમણે જે કહ્યું તેના પરથી સ્પષ્ટ થાય છે કે તેઓ પત્ની કંચન સાથે ઝગડાઓના કારણે માનસિક રીતે અસ્વસ્થ અને અસ્થિર હતા. સંદીપે કંચન પર ઘણા આક્ષેપો કર્યા છે. તેમણે કહ્યું કે કંચન તેમની સાથે એટલા બધા ઝગડા કરે છે કે તેઓ કોઈ હિસાબ નથી. તે જૂની વસ્તુઓ યાદ કરીને એના પર પણ ઝગડા કરતી રહેતી હતી. તે હંમેશા ભૂતકાળને લઈને લડતી રહેતી હતી.

2019માં કર્યા હતા લગ્ન

જણાવી દઈએ કે સંદીપ અને કંચને ઘરના લોકોને કહ્યા વિના 2019 માં લગ્ન કરી લીધા હતા. તેઓએ પરસ્પર સંમતિથી એક શરત મૂકી હતી કે જો તેમનું વિવાહિત જીવન યોગ્ય રહેશે તો તેઓ થોડા સમય પછી પરિવારને કહેશે. નહીં તો બંને અલગ થઈ જશે. જો કે સંદીપના જણાવ્યા મુજબ કંચનનો સ્વભાવ શરૂઆતથી જ ગુસ્સા વાળો અને ઝગડાલુ હતો.

અક્ષય કુમારે વ્યક્ત કર્યો શોક

સંદીપે અક્ષય સાથે કેસરી ફિલ્મમાં કામ કર્યું હતું. અક્ષયે ટ્વિટ કરીને અભિનેતાને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

 

 

Click on your DTH Provider to Add TV9 Gujarati