AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Guardians of the Galaxy ના ગ્રુટથી પ્રભાવિત સલમાન ખાને કહ્યું- હું પણ ગેલેક્સીમાં રહું છું

Salman Khan New Video : અત્યાર સુધી સલમાન ખાને હંમેશા તેના મિત્રોના પ્રોજેક્ટને સોશિયલ મીડિયા પર ખૂબ પ્રમોટ કર્યો છે, પરંતુ આ વખતે દબંગ ખાન હોલીવુડની ફિલ્મને જોરદાર રીતે પ્રમોટ કરતો જોવા મળ્યો છે.

Guardians of the Galaxy ના ગ્રુટથી પ્રભાવિત સલમાન ખાને કહ્યું- હું પણ ગેલેક્સીમાં રહું છું
Salman Impressed By Groot
TV9 Gujarati
| Edited By: | Updated on: May 03, 2023 | 9:33 AM
Share

Salman Impressed By Groot : હોલિવૂડની ફિલ્મો માત્ર અમેરિકામાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પસંદ કરવામાં આવે છે. ભારતમાં પણ આ ફિલ્મોનું મોટું માર્કેટ છે. ટૂંક સમયમાં જ માર્વેલ સીરીઝની આગામી ફિલ્મ ગાર્ડિયન્સ ઓફ ધ ગેલેક્સી 3 ઘણી ચર્ચામાં છે. આ દરમિયાન બોલિવૂડ એક્ટર સલમાન ખાન પોતે બહુપ્રતિક્ષિત ફિલ્મ ગાર્ડિયન્સ ઓફ ધ ગેલેક્સીનું પ્રમોશન કરતો જોવા મળ્યો હતો.

આ પણ વાંચો : KBKJ BO Collection : 10માં દિવસે સલમાનની ફિલ્મે 100 કરોડનો આંકડો કર્યો પાર, તેમ છત્તા પણ ફેન્સ નાખુશ

વાસ્તવમાં માર્વેલ ઈન્ડિયાએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોની શરૂઆત સલમાન ખાનથી થાય છે. દબંગ ખાન પ્રેસ કોન્ફરન્સ શરૂ થવાની રાહ જોઈને બેઠો છે. આ દરમિયાન સલમાન તેના ફોનમાં એક વીડિયો ખોલે છે. જેમાં એનિમેટેડ ગ્રુટ પોતાનો પરિચય આપે છે અને કહે છે, હું ગ્રુટ છું. આ વીડિયો જોયા બાદ સલમાન જ્યારે પ્રેસ કોન્ફરન્સમાં જાય છે ત્યારે પત્રકારના તમામ સવાલો પર ગ્રુટથી પ્રભાવિત સલમાન માત્ર હું સલમાન છું કહીને ચૂપ થઈ જાય છે.

ગ્રુટનો ફેન બન્યો સલમાન

સલમાનના જવાબોનો અર્થ કોઈ સમજી શક્યું નથી. જે બાદ સલમાન પોતાની પાંચ આંગળીઓ ગ્રૂટની જેમ બતાવે છે. તેની આ આંગળીઓ ગાર્ડિયન્સ ઓફ ધ ગેલેક્સીની રિલીઝ તારીખ દર્શાવે છે.

સલમાને આ વીડિયોને ફની કેપ્શન સાથે શેર કર્યો છે

સલમાન ખાને પોતે આ વીડિયોને ફની કેપ્શન સાથે શેર કર્યો છે. સલમાન લખે છે કે આઈ એમ… નામ તો સાંભળ્યું જ હશે. સ્વાગત કરો ગાર્જિયન્સનું 5મી મેના રોજ સિનેમાઘરોમાં. આ કેપ્શનમાં સલમાને એમ પણ કહ્યું છે કે, “મૈં Galaxy મેં રહતા હું. ઉપરવાલા મેરા ગાર્જિયન હૈ. સ્વાગત કરો મેરે નયે દોસ્ત કા.”

બ્લોકબસ્ટર સાબિત થયું 2 વોલ્યુમ

નોંધપાત્ર રીતે, જેમ્સ ગમ દ્વારા નિર્દેશિત માર્વેલની નવી સિરીઝ ગાર્ડિયન્સ ઓફ ધ ગેલેક્સીના છેલ્લા બે વોલ્યુમ બ્લોકબસ્ટર સાબિત થયા હતા. બીજી તરફ, ગાર્ડિયન્સ ઓફ ધ ગેલેક્સીનું વોલ્યુમ 3 5 મેના રોજ મોટી સ્ક્રીન પર ઘણી ભાષાઓમાં રિલીઝ થવા જઈ રહ્યું છે. હા, આ ફિલ્મ હિન્દી, અંગ્રેજી, તમિલ અને તેલુગુ ભાષાઓમાં રિલીઝ થશે.

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">