AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KBKJ BO Collection : 10માં દિવસે સલમાનની ફિલ્મે 100 કરોડનો આંકડો કર્યો પાર, તેમ છત્તા પણ ફેન્સ નાખુશ

કિસી કા ભાઈ કિસી કી જાન' રિલીઝ થયાને આજે 11 દિવસ થઈ ગયા છે. 10 દિવસમાં જ ફિલ્મ હિટ છે કે ફ્લોપ તે જાણી શકાય છે. જો કે આ સમય દરમિયાન જો ફિલ્મ 100 કરોડનો આંકડો પાર કરે તો તેને એવરેજ ફિલ્મ ગણવામાં આવે છે.

KBKJ BO Collection : 10માં દિવસે સલમાનની ફિલ્મે 100 કરોડનો આંકડો કર્યો પાર, તેમ છત્તા પણ ફેન્સ નાખુશ
KBKJ BO Collection Crossed 100 crore mark on 10th day
TV9 Gujarati
| Edited By: | Updated on: May 01, 2023 | 9:10 AM
Share

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન આ દિવસોમાં ઘણી ચર્ચામાં છે. તેમની ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ વિશે અને બીજું, તાજેતરમાં આપેલા તેમના ઘણા નિવેદનો વિશે. બોક્સ ઓફિસ પર ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ રિલીઝ થયાને આજે 11 દિવસ થઈ ગયા છે. 10 દિવસમાં જ ફિલ્મ હિટ છે કે ફ્લોપ તે જાણી શકાય છે. જો કે આ સમય દરમિયાન જો ફિલ્મ 100 કરોડનો આંકડો પાર કરે તો તેને એવરેજ ફિલ્મ ગણવામાં આવે છે.

સલમાનની ફિલ્મ 100 કરોડની ક્લબમાં સામેલ

થોડા વર્ષો પહેલા સુધી, 100 કરોડમાં ફિલ્મનો સમાવેશ એક મોટી વાત હતી. પરંતુ હવે બોલિવૂડની ઘણી ફિલ્મોએ આ આંકડાઓને સામાન્ય રીતે પાર કરી લેય છે. આ દરમિયાન ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ના દસ દિવસના આંકડા સામે આવ્યા છે. જોકે ચાહકોને સલમાન ખાનની આ ફિલ્મથી ઘણી આશાઓ હતી. પરંતુ દિવસેને દિવસે ઘટતી કમાણી તેની આશા તૂટી ગઈ. તે જ સમયે, બીજા અઠવાડિયાના રવિવારની કમાણી પર ચોક્કસ અસર પડી છે.

રવિવારે કેટલી રહી કમાણી ?

બીજા રવિવારે ‘કિસી કા ભાઈ કિસી કી જાન’માં વધારો નોંધવામાં આવ્યો છે. SacNilkના પ્રારંભિક ટ્રેન્ડ રિપોર્ટ અનુસાર, ભાઈજાનની ફિલ્મે 10માં દિવસે 4.50 કરોડનો બિઝનેસ કર્યો છે. આ આંકડા શનિવાર કરતા સારા છે. બીજી તરફ જો અત્યાર સુધીની કુલ કમાણીની વાત કરીએ તો ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ 100 કરોડની ક્લબમાં સામેલ થઈ ગઈ છે. આ ફિલ્મે 100.30 કરોડનો બિઝનેસ કર્યો છે.

જો કે આ પણ એક સારા સમાચાર છે, પરંતુ સલમાન ખાનના ફેન્સ આનાથી બહુ ખુશ નથી. વાસ્તવમાં મેકર્સ અને ફેન્સ ઈચ્છતા હતા કે ફિલ્મ બીજા કે ત્રીજા દિવસે જ 100 કરોડનો આંકડો પાર કરી લે. પરંતુ જ્યારે આ કલેક્શન 10મા દિવસે બહાર આવ્યું છે, ત્યારે મેકર્સ તેનાથી બહુ ખુશ નથી. જો સલમાન ખાનની ફિલ્મના વર્લ્ડ વાઈડ કલેક્શનની વાત કરીએ તો ‘કિસી કા ભાઈ કિસી કી જાન’એ 150 કરોડનો આંકડો પાર કરી લીધો છે.

KKBKKJ એક મલ્ટી સ્ટારર ફિલ્મ

‘કિસી કા ભાઈ કિસી કી જાન’ને ફરહાદ શામજીએ ડિરેક્ટ કરી છે. એક્શન-કોમેડી અને રોમાન્સથી ભરપૂર આ ફિલ્મમાં સલમાન ખાન, પૂજા હેગડે, વેંકટેશ, ભૂમિકા ચાવલા, શહનાઝ ગિલ, રાઘવ જુયાલ, પલક તિવારી, સિદ્ધાર્થ નિગમ, જસ્સી ગિલ ઉપરાંત ઘણા કલાકારો પણ છે.

સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
g clip-path="url(#clip0_868_265)">