AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IIFA 2023 : સલમાન ખાને વિકી કૌશલને કર્યો ઈગ્નોર ? બોડીગાર્ડે એક્ટરને માર્યો ધક્કો, જુઓ Viral Video

IIFA 2023: અબુ ધાબીમાં આઈફા એવોર્ડ્સ 2023ની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. આ ઈવેન્ટમાં સલમાન ખાન (Salman Khan), વિકી કૌશલ, અભિષેક બચ્ચન, ફરાહ ખાન અને રાજકુમાર રાવ હાજર હતા. આ સ્ટાર્સ આ ઈવેન્ટને હોસ્ટ કરશે. પ્રેસ કોન્ફરન્સમાંથી સલમાન અને વિકીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને બધા હેરાન થઈ ગયા છે.

IIFA 2023 : સલમાન ખાને વિકી કૌશલને કર્યો ઈગ્નોર ? બોડીગાર્ડે એક્ટરને માર્યો ધક્કો, જુઓ Viral Video
Salman Khan - Vicky Kaushal
TV9 Gujarati
| Edited By: | Updated on: May 26, 2023 | 6:37 PM
Share

Abu Dhabi: બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાન (Salman Khan) હાલમાં આઈફા 2023 માટે અબુ ધાબીમાં છે. તેની સાથે અભિષેક બચ્ચન, વિકી કૌશલ, ફરાહ ખાન અને રાજકુમાર રાવ પણ જોડાયા છે, જેઓ આ ઈવેન્ટને હોસ્ટ કરશે. આઈફા 2023ની (IIFA 2023) પ્રેસ કોન્ફરન્સમાંથી સલમાન ખાન અને વિકી કૌશલનો એક વીડિયો સામે આવ્યો છે. આ જોયા પછી લોકો કહે છે કે સલમાને વિકીને ઈગ્નોર કર્યો. જે રીતે સલમાનના બોડીગાર્ડ્સે વિકીને સાઈડ પર કર્યો, તેનાથી ફેન્સ પણ ગુસ્સે થઈ રહ્યા છે.

આ વાયરલ વિડિયોમાં વિકી કૌશલ થોડા અંતરે ઊભો જોઈ શકાય છે. જ્યારે સલમાન તેના બોડીગાર્ડ સાથે એન્ટ્રી કરે છે. જેમ જેમ સલમાન ધીમે ધીમે નજીક આવે છે, તેમ તેમ વિકી તેને અભિવાદન કરવા માટે સલમાન તરફ હાથ લંબાવતો જોવા મળે છે. પરંતુ એક બોડીગાર્ડ વિકીને સુપરસ્ટારથી દૂર ધકેલી દે છે, કારણ કે સલમાન તેની તરફ હાથ લંબાવતો નથી અને માત્ર સામે જોઈને જતો રહે છે. વિકીના ફેસના એક્સપ્રેશન સ્પષ્ટ દેખાય છે. તેઓ બીજી વખત પણ હાથ મિલાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ લાગે છે કે સલમાન તેને ઓળખી શક્યો નહીં અને ત્યાંથી ચાલ્યો ગયો.

વીડિયો જોઈને હેરાન થઈ ગયા ફેન્સ

ઈન્ટરનેટ પર વીડિયો સામે આવતાની સાથે જ નેટીઝન્સે જોયું કે બંને વચ્ચે ખૂબ જ અજીબોગરીબ ઈન્ટરેક્શન થયું હતું. ઘણા લોકોને લાગ્યું કે વિકીને સલમાન ખાનથી એક સામાન્ય માણસની જેમ દૂર ધકેલી દેવામાં આવ્યો હતો અને યુઝર્સના મતે દેખીતી રીતે સલમાને તેની સાથે કોઈ કારણસર આવું વર્તન કર્યું હતું.

આ પણ વાંચો : ‘માતાનું ધ્યાન રાખવું અને હંમેશા…’, પિતાની યાદમાં આયુષ્માન ખુરાનાએ લખી ઈમોશનલ પોસ્ટ, શેર કરી તસવીરો

એક ઈન્સ્ટાગ્રામ યુઝરે કોમેન્ટ કરી કે, “સામાન્ય માણસની જેમ સાઈડલાઈન થઈ ગયો પરંતુ સલમાન ખાનની સુરક્ષા પાછળનું કારણ આપણે બધા જાણીએ છીએ.” અન્ય એક યુઝરે લખ્યું, ‘સલમાન વિકી પ્રત્યે આવું વલણ બતાવી રહ્યો છે. તે સારું નથી લાગતું.’ અન્ય એક યુઝરે કોમેન્ટ કરી, ‘બહુ ફ્રેન્ડલી નથી લાગતું. બંને ગુસ્સામાં દેખાઈ રહ્યા છે. વિકી જે બોલી રહ્યો હતો તેના જવાબમાં પણ સલમાને કંઈ કહ્યું નહીં.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">