‘માતાનું ધ્યાન રાખવું અને હંમેશા…’, પિતાની યાદમાં આયુષ્માન ખુરાનાએ લખી ઈમોશનલ પોસ્ટ, શેર કરી તસવીરો

TV9 GUJARATI

|

Updated on: May 25, 2023 | 9:59 PM

Ayushmann Khurrana Father Prayer Meet: આયુષ્માન ખુરાનાના (Ayushmann Khurrana) પિતાનું 19 મેના રોજ મોહાલીની એક હોસ્પિટલમાં અવસાન થયું હતું. આજે આયુષ્માને તેના પિતા માટે એક ઈમોશનલ પોસ્ટ શેર કરી અને પ્રેયર મીટની તસવીરો પણ શેર કરી.

'માતાનું ધ્યાન રાખવું અને હંમેશા...', પિતાની યાદમાં આયુષ્માન ખુરાનાએ લખી ઈમોશનલ પોસ્ટ, શેર કરી તસવીરો
Ayushmann Khurrana

Follow us on

Mumbai: ફિલ્મ એક્ટર આયુષ્માન ખુરાનાએ તેના દિવંગત પિતાની યાદમાં એક ઈમોશનલ નોટ શેર કરી છે. આયુષ્માન ખુરાનાના પિતા એસ્ટ્રોલોજર પી ખુરાનાનું 19 મેના રોજ 73 વર્ષની વયે અવસાન થયું હતું. પિતાના નિધન બાદ આયુષ્માન પહેલીવાર સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી છે.

આયુષ્માન ખુરાનાએ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ સાથે ત્રણ તસવીરો પણ શેર કરી છે. તેને પોતાની પોસ્ટમાં તેના પિતા દ્વારા કહેવામાં આવેલી બે વાતો લખી છે, “‘માતાનું ધ્યાન રાખવી અને હંમેશા તેની સાથે રહેવું’ અને ‘પિતા જેવા બનવા માટે, તમારે તમારા પિતાથી દૂર જવું પડશે.’

View this post on Instagram

A post shared by Ayushmann Khurrana (@ayushmannk)

આયુષ્માને આગળ લખ્યું, “પહેલીવાર એવું લાગ્યું કે પાપા આપણાથી ઘણા દૂર અને ખૂબ નજીક છે. અમને સારી પરવરિશ, પ્રેમ, સેન્સ ઓફ હ્યુમર અને સૌથી સુંદર યાદો આપવા બદલ આભાર.

આયુષ્માન ખુરાનાએ શેર કરેલી તસવીરોમાં તેનો આખો પરિવાર દેખાઈ રહ્યો છે. તેના પિતાની પ્રેયર મીટની તસવીરોમાં તેની માતા અને ભાઈ અપારશક્તિ ખુરાના તેની સાથે જોવા મળે છે. અન્ય એક તસવીરમાં આખો પરિવાર પિતાની તસવીર સામે હાથ જોડીને ઉભો જોવા મળે છે.

આ પણ વાંચો : દંગલ સ્ટાર ફાતિમા સના શેખ સાથે પિકલબોલ રમતો જોવા મળ્યો આમિર ખાન, ચાહકો આપી રહ્યા છે પ્રતિક્રિયા, જુઓ Video

ઘણી સેલિબ્રિટીઓએ આપી પ્રતિક્રિયા

આયુષ્માન ખુરાનાની આ પોસ્ટ પર ફેન્સ સિવાય ઘણા ફિલ્મ સ્ટાર્સે પણ પ્રતિક્રિયા આપી છે. અર્જુન કપૂરે લખ્યું, “તેમનો ઓરા ખૂબ જ મજબૂત અને શાંત હતો. તેમની સાથે વાત કરવામાં હંમેશા આનંદ આવતો હતો. આપ સૌને શક્તિ મળે. ભૂમિ પેડનેકરે કોમેન્ટ કરીને લખ્યું કે તમને ઘણો પ્રેમ મોકલી રહ્યો છું. આ સિવાય કૃતિ સેનન, સુનીલ ગ્રોવર, દિયા મિર્ઝા, નેહા ધૂપિયા સહિત ઘણા સ્ટાર્સે પ્રતિક્રિયા આપી છે.

પી ખુરાનાનું એસ્ટ્રોલોજીમાં હતું મોટું નામ

પંડિત પી ખુરાના એસ્ટ્રોલોજીના ક્ષેત્રમાં ખૂબ પ્રખ્યાત હતા. તેમને જ્યોતિષ સાથે સંબંધિત ઘણા પુસ્તકો પણ લખ્યા છે. જ્યોતિષના ક્ષેત્રમાં તેમના જ્ઞાનને કારણે તેમને ઘણું માન-સન્માન મળતું હતું. તેમને પોતાનો વારસો બે વર્ષ પહેલા શિલ્પા ધરને આપ્યો હતો. તેમને કહ્યું કે શિલ્પા ધરે તેમના દ્વારા લેવામાં આવેલી તમામ પરીક્ષાઓ પાસ કરી છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati