આ છે પૈસાની તાકાત, અનંત અંબાણીનો બેકગ્રાઉન્ડ ડાન્સર બન્યો Salman Khan, જુઓ Video

Salman khan Video: સલમાન ખાનનો લગભગ 5 વર્ષ જૂનો એક વીડિયો હાલના દિવસોમાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ઈશા અંબાણીની સંગીત સેરેમનીનો છે. જેમાં સલમાન અનંત અંબાણીની પાછળ ડાન્સ કરતો જોવા મળે છે.

આ છે પૈસાની તાકાત, અનંત અંબાણીનો બેકગ્રાઉન્ડ ડાન્સર બન્યો Salman Khan, જુઓ Video
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 04, 2023 | 6:00 PM

હાલના દિવસોમાં ફિલ્મ અભિનેતા સલમાન ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીની પાછળ બેકગ્રાઉન્ડ ડાન્સરની જેમ ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. ઘણા લોકો સલમાન ખાનના આ વીડિયોને શેર કરીને કહી રહ્યા છે કે પૈસા હોય તો કંઈ પણ થઈ શકે છે. તાજેતરમાં જ મુંબઈમાં નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. બોલિવૂડ સિવાય દુનિયાના ઘણા મોટા સ્ટાર્સ આ ઓપનિંગમાં જોવા મળ્યા હતા. ઘણા સ્ટાર્સે પણ પરફોર્મ કર્યું હતું.

આ દરમિયાન સલમાન ખાનનો પાંચ વર્ષ જૂનો વીડિયો ટ્વિટર પર વાયરલ થવા લાગ્યો હતો. આ વીડિયો મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીના સંગીત સેરેમનીનો છે. જેમાં સલમાન ખાન અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ સાથે સ્ટેજ પર ડાન્સ કરતો જોવા મળે છે. જોકે અનંત આગળ છે અને સલમાન પાછળ છે. હવે ઘણા લોકો આ બાબતે સલમાનની ટીકા અને મજાક ઉડાવી રહ્યા છે.

Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું

શું કહી રહ્યા છે લોકો?

ઘણા લોકો વીડિયો પર કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, “આ પૈસાની શક્તિ છે. તમે કોઈને પણ તમારી ધૂન પર નચાવી શકો છો.” રિષભ નામના યુઝરે લખ્યું, “પૈસા ફેક તમાશા દેખ. જો તમે પૈસા આપો છો, તો તે તમારી પાછળ ઉભા રહેશે અને નાચશે. જોકે કેટલાક યુઝર્સ સલમાનનો બચાવ કરતા જોવા મળ્યા હતા. મીની નામના યુઝરે લખ્યું કે, “તમને કેમ ખોટું લાગી રહ્યું છે. તેઓ માત્ર પૈસા કમાવવા માટે જ કરી રહ્યા છે.”

શાહરૂખ વિરુદ્ધ સલમાન

હાલમાં જ શાહરૂખ ખાન અંબાણીની ઈવેન્ટમાં સ્ટેજ પર ડાન્સ કરતો જોવા મળ્યો હતો. સલમાનની સરખામણી હવે શાહરૂખના આ વીડિયો સાથે પણ કરવામાં આવી રહી છે. રાશિદ SRKian નામના ટ્વિટર યુઝરે બંને વીડિયો શેર કર્યા અને લખ્યું, “મેગા સ્ટાર શાહરૂખ ખાન પાર્ટીમાં મેન છે અને પાર્ટીમાં વરુણ અને રણવીર સાથે રાજાની જેમ ડાન્સ કરી રહ્યો છે. અંબાણીની પાર્ટીમાં સલમાન ખાન બેકગ્રાઉન્ડ ડાન્સર બન્યો છે. આ જ તફાવત છે.”

વીડિયોમાં શું છે?

વીડિયોમાં સલમાન અને અનંત સિવાય અન્ય ઘણા લોકો સ્ટેજ પર ડાન્સ કરતા જોવા મળે છે. શાહરૂખ ખાનની ફિલ્મ કુછ કુછ હોતા હૈના ગીત ‘કોઈ મિલ ગયા’ પર દરેક લોકો ડાન્સ કરતા જોવા મળે છે. પહેલા અનંત ગિટાર વગાડે છે, આ સમયે સલમાન બધાની સાથે પાછળ જોઈ રહ્યો છે. પછી તેઓ ઘૂંટણ પર બેસીને નાચવાનું શરૂ કરે છે.

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">