AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NMACC : એક ફ્રેમમાં સલમાન ખાન અને ઐશ્વર્યા રાય, વર્ષો પછી જોવા મળ્યા આટલા નજીક

Salman Khan And Aishwarya Rai: સલમાન ખાન અને ઐશ્વર્યા રાય વર્ષો પછી એક જ તસવીરમાં જોવા મળ્યા. બંને સ્ટાર્સની તસવીરે સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી દીધો છે.

NMACC : એક ફ્રેમમાં સલમાન ખાન અને ઐશ્વર્યા રાય, વર્ષો પછી જોવા મળ્યા આટલા નજીક
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 03, 2023 | 3:00 PM
Share

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં આવા ઘણા કપલ છે, તેમને એકસાથે જોવું એ લોકો માટે કોઈ સપનાથી ઓછું નથી. તે જ સમયે કેટલાક સ્ટાર્સ પોતે તેમના ઘણા કો-સ્ટાર્સ સાથે ઑફ-સ્ક્રીન મળવાનું પસંદ કરતા નથી. પરંતુ જ્યારે સલમાન ખાન અને ઐશ્વર્યા રાયની વાત આવે છે તો દરેક આ જોડીને સાથે જોવા માંગે છે. વર્ષો પહેલા થયેલા વિવાદ બાદ સલમાન અને ઐશ્વર્યાને એકસાથે જોવું એ સપનાથી ઓછું નહીં હોય. જો કે બંને એક જ ઈવેન્ટમાં ઘણી વખત અલગ-અલગ જોવા મળ્યા છે પરંતુ વર્ષો પછી ઐશ્વર્યા રાય અને સલમાન ખાન એક ફ્રેમમાં જોવા મળ્યા છે.

આ પણ વાંચો : Viral Video: જ્યારે સલમાન ખાનને મળ્યો શાહરુખ ખાનનો પુત્ર આર્યન ખાન, ફેન્સે આપી આવી પ્રતિક્રિયા

વાસ્તવમાં NMACCના લોન્ચિંગ ઈવેન્ટમાં બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના તમામ સ્ટાર્સે હાજરી આપી હતી. આ દરમિયાન સલમાન શાહરૂખ, વરુણ ધવન, રણવીર, દીપિકા, ઐશ્વર્યા રાય સહિતના કેટલા સ્ટાર્સ પહોંચ્યા હતા. આ ઘટનાની એક તસવીર ટોક ઓફ ધ ટાઉન બની છે. આ તસવીરમાં સૌથી પહેલા શાહરૂખ અને સલમાન હોલીવુડના સ્પાઈડરમેન ટોમ અને નીતા અંબાણી સાથે જોવા મળી રહ્યા છે, પરંતુ આ સ્ટાર્સ સિવાય આ તસવીરોમાં એક ખૂબ જ ખાસ સ્ટાર હાજર છે.

વિવાદ બાદ પહેલીવાર સાથે જોવા મળ્યા

વાયરલ થઈ રહેલા આ ફોટોના બેકગ્રાઉન્ડમાં ઐશ્વર્યા રાય તેની પુત્રી આરાધ્યા સાથે ઉભેલી જોવા મળે છે. જો કે ઐશ્વર્યા રાયને એ પણ ખબર નથી કે તે સલમાનના ફોટોની ફ્રેમમાં જોવા મળી રહી છે. પરંતુ ફેન્સ માટે ઐશ્વર્યા અને સલમાનને એક જ ફ્રેમમાં જોવું એ કોઈ સરપ્રાઈઝથી ઓછું નથી. તમને જણાવી દઈએ કે બંને વચ્ચેના વિવાદ બાદ આ પહેલીવાર છે જ્યારે સુપરસ્ટાર સલમાન અને ઐશ્વર્યા રાય સાથે જોવા મળ્યા છે.

આ તસવીર જોયા બાદ લોકોની ખુશીનું કોઈ ઠેકાણું નથી. ભાઈજાનના ફેન્સ ખુશ છે. ટ્વિટર પર આ તસવીર શેર કરતાં યુઝર્સ લખી રહ્યાં છે કે, સલમાન-ઐશ્વર્યા એક જ ફ્રેમમાં. કોમેન્ટ કરતી વખતે એક યુઝરે લખ્યું કે, જેણે પણ આ તસવીર ક્લિક કરી છે તે ખૂબ જ જીનિયસ વ્યક્તિ હોવી જોઈએ. તો બીજી તરફ ઘણા યુઝર્સે કેમેરામેનને ખૂબ જ સ્માર્ટ ગણાવ્યો છે.

Follow Us
ગુજરાતમાં લાંચ લેવાની બદલાઈ રીત: વચેટિયા અને કન્સલ્ટન્સી ફીનો ખેલ
ગુજરાતમાં લાંચ લેવાની બદલાઈ રીત: વચેટિયા અને કન્સલ્ટન્સી ફીનો ખેલ
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર છઠ પૂજાની ભવ્ય ઉજવણી
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર છઠ પૂજાની ભવ્ય ઉજવણી
પાલનપુરમાં માત્ર 1 રૂપિયામાં દર્દીઓને મળી રહી છે 'દવા' અને 'સારવાર'
પાલનપુરમાં માત્ર 1 રૂપિયામાં દર્દીઓને મળી રહી છે 'દવા' અને 'સારવાર'
અટકેલા પ્રોજેક્ટ્સને કારણે નવસારીના વિકાસ પર પ્રશ્નાર્થ
અટકેલા પ્રોજેક્ટ્સને કારણે નવસારીના વિકાસ પર પ્રશ્નાર્થ
અરવલ્લીમાં ઠાકોર યુવાનો દ્વારા OBC અનામત વર્ગીકરણની માંગ
અરવલ્લીમાં ઠાકોર યુવાનો દ્વારા OBC અનામત વર્ગીકરણની માંગ
મહેસાણાના વિસનગરમાં ચંદનના 14 વૃક્ષોની ચોરી ! Video
મહેસાણાના વિસનગરમાં ચંદનના 14 વૃક્ષોની ચોરી ! Video
મહેસાણામાં ST બસના ડ્રાઇવરે નશાની હાલતમાં ચલાવી બસ ! Video
મહેસાણામાં ST બસના ડ્રાઇવરે નશાની હાલતમાં ચલાવી બસ ! Video
Breaking News : અમદાવાદમાં મકાનમાં ધમધમતી ડ્રગ્સ ફેક્ટરીનો પર્દાફાશ
Breaking News : અમદાવાદમાં મકાનમાં ધમધમતી ડ્રગ્સ ફેક્ટરીનો પર્દાફાશ
વડોદરા દારૂકાંડમાં ખળભળાટ, બાપોદના PI-PSI સસ્પેન્ડ ! Video
વડોદરા દારૂકાંડમાં ખળભળાટ, બાપોદના PI-PSI સસ્પેન્ડ ! Video
વનવિભાગનાં કર્મીઓનો સિંહની પજવણી કરતા હોવાનો વીડિયો વાયરલ થયો
વનવિભાગનાં કર્મીઓનો સિંહની પજવણી કરતા હોવાનો વીડિયો વાયરલ થયો
g clip-path="url(#clip0_868_265)">