AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tiger 3: સલમાન ખાન સ્ટારર ટાઈગર 3ના સેટ પરથી કેટરિના કૈફનો સીન લીક, જોરદાર એક્શન કરતી જોવા મળી

Tiger 3: હાલમાં જ ટાઈગરનો મેસેજ રિલીઝ થયો હતો, જેના કારણે દર્શકો ટાઈગર 3 માટે વધુ એક્સાઈટેડ થઈ ગયા હતા. આ દરમિયાન હાલમાં કથિત રીતે કેટરિના કૈફનો (Katrina Kaif) એક ફોટો લીક થયો છે, જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા ટાઈગર 3 નો એક વીડિયો લીક થયો હતો, જેમાં સલમાન ખાન અને કેટરીના કૈફ ડાન્સ કરતા જોવા મળ્યા હતા. પરંતુ તે વીડિયોમાં બંનેના ફેસ સ્પષ્ટ દેખાતા ન હતા.

Tiger 3: સલમાન ખાન સ્ટારર ટાઈગર 3ના સેટ પરથી કેટરિના કૈફનો સીન લીક, જોરદાર એક્શન કરતી જોવા મળી
Katrina KaifImage Credit source: Social Media
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 07, 2023 | 6:19 PM
Share

Tiger 3: ફિલ્મ ટાઈગર 3 ની રિલીઝ ડેટ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ફેન્સનું એક્સાઈટમેન્ટ પણ વધી રહ્યું છે. આ ફિલ્મમાં સલમાન ખાન (Salman Khan) અને કેટરીના કૈફ (Katrina Kaif) ફરી એકવાર એક્શન અને રોમાન્સ કરતા જોવા મળશે. આ ફિલ્મમાં પઠાણ બનેલા શાહરૂખ ખાનનો એક કેમિયો પણ જોવા મળશે. આ દરમિયાન કેટરીનાનો એક ફોટો સોશિયલ મીડિયા પર લીક થયો છે અને તે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોરદાર એક્શનની ઝલક જોવા મળી રહી છે.

એક્શન કરતી જોવા મળી કેટરીના

સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ થઈ રહ્યો છે, જેમાં કેટરિના કૈફ કથિત રીતે એક્શન કરતી જોવા મળી રહી છે. આ ફોટામાં એક એક્શન સીનની ઝલક જોવા મળી છે, જ્યાં એક બાઈક કાર સાથે અથડાય છે. મહિલા બ્લેક ડ્રેસમાં જોવા મળી રહી છે અને હેલ્મેટને કારણે તેનો ફેસ દેખાતો નથી. સોશિયલ મીડિયા કેપ્શન મુજબ, આ ઝોયા (ટાઈગર સિરીઝમાં કેટરિના કૈફનું નામ) છે. તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા ટાઈગર 3 નો એક વીડિયો લીક થયો હતો, જેમાં સલમાન ખાન અને કેટરીના કૈફ ડાન્સ કરતા જોવા મળ્યા હતા. પરંતુ તે વીડિયોમાં બંનેના ફેસ સ્પષ્ટ દેખાતા ન હતા.

અહીં જુઓ તસવીર

(T0wwet: Katrina Kaif Instagram)

10 નવેમ્બરે રિલીઝ થશે ટાઈગર 3

ટાઈગર 3 10 નવેમ્બરે રિલીઝ થશે. આ ફિલ્મમાં ફરી એકવાર કેટરિના કૈફ અને સલમાન ખાનની જોડી જોવા મળશે. આ વખતે ઈમરાન હાશમી ફિલ્મમાં વિલનના રોલમાં જોવા મળશે. આ વખતે ફિલ્મ દર્શકો માટે વધુ ખાસ છે કારણ કે પઠાણ તરીકે શાહરૂખ ખાનનો કેમિયો જોવા મળશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મનું બજેટ 300 કરોડ રૂપિયા છે. આ ફિલ્મ પણ કમાણીના મામલે ઈતિહાસ રચી શકે છે.

આ પણ વાંચો: Gadar 2 OTT: થિયેટર બાદ ઓટીટી પર ધૂમ મચાવી રહી છે ગદર 2, જાણો ક્યાં જોઈ શકશો ફિલ્મ

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
g clip-path="url(#clip0_868_265)">