Gadar 2 OTT: થિયેટર બાદ ઓટીટી પર ધૂમ મચાવી રહી છે ગદર 2, જાણો ક્યાં જોઈ શકશો ફિલ્મ
Gadar 2 OTT: 500 કરોડથી વધુની કમાણી કરનાર સની દેઓલની 'ગદર 2' ઓટીટી પ્લેટફોર્મ પર ધૂમ મચાવી રહી છે. રિલીઝના 55 દિવસ બાદ પણ અમીષા દેઓલ (Ameesha Patel) અને સની દેઓલની (Sunny Deol) ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે. સેકનિલ્કના રિપોર્ટ મુજબ ગદર 2 એ રિલીઝના 54માં દિવસે 20 લાખ રૂપિયાનું કલેક્શન કર્યું હતું.

Gadar 2 OTT: આ વર્ષને ધમાકેદાર બનાવવા માટે જેટલી ક્રેડિટ શાહરુખ ખાનને આપવામાં આવશે, એટલી જ રકમ સની દેઓલને (Sunny Deol) પણ આપવામાં આવશે. તેમાં કોઈ શંકા નથી કે બંને કલાકારોએ આ વર્ષે પોતાની ફિલ્મોથી લોકોનું મનોરંજન કરીને બોક્સ ઓફિસ ક્લેક્શનને પર નવી ઊંચાઈ પર લઈ ગયા છે. ‘પઠાણ’ પછી અને ‘જવાન’ પહેલા રિલીઝ થયેલી અનિલ શર્મા નિર્દેશિત ફિલ્મ ‘ગદર 2’એ 22 વર્ષ પછી ફરી એકવાર સની દેઓલના સ્ટારડમને લોકોના દિલમાં જીવંત કર્યું છે. ફિલ્મની અદ્ભુત સફર હજી ચાલુ છે, પરંતુ ઘણા દર્શકો છે જેઓ તેની ઓટીટી રિલીઝની રાહ જોઈ રહ્યા હતા. તમે ‘ગદર 2’ ક્યાં જોઈ શકો છો.
સની દેઓલ, અમીષા પટેલ અને ઉત્કર્ષ શર્મા સ્ટારર ફિલ્મ ‘ગદર 2’ એ શાનદાર કમાણી કરતા ઘણા રેકોર્ડ તોડી નાખ્યા. આ ફિલ્મ પહેલા 300, 400 અને પછી 500 કરોડની ક્લબમાં સામેલ થઈ હતી. અનિલ શર્મા દ્વારા નિર્દેશિત આ એક્શન પેક્ડ ફિલ્મ 2001ની બ્લોકબસ્ટર ‘ગદરઃ એક પ્રેમ કથા’ની સિક્વલ છે. આ ફિલ્મમાં ફરી એકવાર સની દેઓલ તારા સિંહના રૂપમાં પાકિસ્તાનીઓ સામે સિંહની જેમ ગર્જના કરતો જોવા મળે છે. ઘણા દર્શકો તેની ઓટીટી રિલીઝની રાહ જોઈ રહ્યા હતા. આ ફિલ્મ 6 ઓક્ટોબરે ઓટીટી પર રિલીઝ થઈ ગઈ છે.
The countdown begins! Tara Singh is all set to win your hearts!
India’s Biggest Blockbuster is coming on #ZEE5 in just 2 days! ❤️#Gadar2OnZEE5 pic.twitter.com/LKwP2CXcWF
— ZEE5 (@ZEE5India) October 4, 2023
(Tweet: Zee5 Twitter)
અનિલ શર્મા દ્વારા નિર્દેશિત અને સની દેઓલ અભિનીત ‘ગદર 2’એ બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કર્યું હતું અને સાથે જ દર્શકો તરફથી પણ સારો પ્રતિસાદ મળ્યો હતો. હવે ફિલ્મની બોક્સ ઓફિસ રિલીઝના લગભગ બે મહિના પછી, ‘ગદર 2’ ઓટીટી પ્રીમિયર થઈ છે. અનિલ શર્માની ફિલ્મનું ડિજિટલ પ્રીમિયર ક્યારે અને ક્યાં થશે તેની જાહેરાત કરવામાં આવી હતી. Zee5 એ તેના Instagram હેન્ડલ પર સની દેઓલ, અમીષા પટેલ અને ઉત્કર્ષ શર્મા સ્ટારર ફિલ્મ ‘ગદર 2’ ની રિલીઝ ડેટ જાહેર કરી હતી.
આ પણ વાંચો: રિયલ લાઈફ હીરો બન્યો ગુરમીત ચૌધરી, મુંબઈના રસ્તા પર એક વ્યક્તિને સીપીઆર આપતો જોવા મળ્યો, વાયરલ થયો Video
શું છે ફિલ્મની સ્ટોરી
‘ગદર 2’ વિશે વાત કરીએ તો ફિલ્મની વાર્તા ત્યાંથી શરૂ થશે જ્યાં 2001માં તેની પહેલી ફિલ્મ પૂરી થઈ હતી. ‘ગદર 2’ 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધની પૃષ્ઠભૂમિ પર આધારિત છે. જો આપણે ફિલ્મના કલેક્શનની વાત કરીએ.