AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Runway 34 Box Office Collection : અજય દેવગનની ફિલ્મ ‘રનવે 34’ને 5માં દિવસે પણ ન મળી ઉડાન, જાણો ફિલ્મે કેટલા કરોડની કરી કમાણી?

આ ફિલ્મની વાર્તા દોહા-કોચીથી જેટ એરવેઝની ફ્લાઈટના લેન્ડિંગની સાચી ઘટના પર આધારિત છે. આ ફિલ્મમાં અજય દેવગણે (Ajay Devgn) પાયલટ વિક્રાંત ખન્નાની ભૂમિકા ભજવી છે.

Runway 34 Box Office Collection : અજય દેવગનની ફિલ્મ 'રનવે 34'ને 5માં દિવસે પણ ન મળી ઉડાન, જાણો ફિલ્મે કેટલા કરોડની કરી કમાણી?
runway 34 box office collection
TV9 Gujarati
| Edited By: | Updated on: May 04, 2022 | 11:44 AM
Share

અજય દેવગન, અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) અને રકુલ પ્રીત સિંહની ફિલ્મ ‘રનવે 34’ને દર્શકો અને ફિલ્મ સમીક્ષકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે, પરંતુ બોક્સ ઓફિસ પર કમાણીની દૃષ્ટિએ આ ફિલ્મ (Runway 34) કંઈક ખાસ કમાલ કરી શકવામાં નિષ્ફળ રહી છે. આ એવિએશન થ્રિલર અને અજય દેવગણ (Ajay Devgn) સ્ટારર ફિલ્મને બોક્સ ઓફિસ પર ઈદ અને વીકએન્ડનો ફાયદો પણ નથી મળ્યો. જો કે પ્રારંભિક ડેટા દર્શાવે છે કે, ફિલ્મના શરૂઆતના દિવસની સરખામણીમાં રિલીઝના પાંચમા દિવસે કલેક્શનમાં લગભગ 20 ટકાનો વધારો થયો છે.

જાણો રનવે 34એ પાંચમા દિવસે કેટલી કરી કમાણી

ઓનલાઈન મીડિયા રિપોર્ટ્સ અનુસાર પાંચમા દિવસે એટલે કે ઈદના અવસર પર ફિલ્મ 3.50થી 3.85 કરોડ રૂપિયાની કમાણી કરવામાં સફળ રહી છે. અજય દેવગણે પોતાના પ્રોડક્શન હાઉસના બેનર હેઠળ આ ત્રીજી ફિલ્મ રનવે 34નું નિર્માણ કર્યું હતું. આ ફિલ્મમાં તેણે શાનદાર કાસ્ટ લીધી હતી, પરંતુ તેનો ફાયદો ફિલ્મ સુધી ન પહોંચી શક્યો. શરૂઆતના દિવસે સરેરાશ કલેક્શન કર્યા બાદ ફિલ્મે બીજા, ત્રીજા અને ચોથા દિવસે પણ સારી કમાણી કરી હતી.

એક ન્યૂઝ પોર્ટલને ટાંકીને એક મીડિયાએ પોતાના રિપોર્ટમાં લખ્યું છે કે, ફિલ્મે પાંચમા દિવસે 3.50થી 3.85 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ સાથે ફિલ્મનું અત્યાર સુધીનું કુલ કલેક્શન લગભગ 19 કરોડ રૂપિયા થઈ ગયું છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ સપ્તાહના અંત સુધીમાં ફિલ્મ 30 કરોડની કમાણી કરવામાં સફળ રહી શકે છે. જો કે ઈદ જેવા મોટા તહેવારને કારણે પણ આ ફિલ્મને સફળતા મળી નથી, તેથી ભવિષ્યમાં ફિલ્મ કેટલી કમાણી કરે છે તે જોવાનું રહેશે.

રનવે 34 અને હીરોપંતી 2 સાથે થઈ હતી રિલીઝ

તમને જણાવી દઈએ કે જે દિવસે રનવે 34 રિલીઝ થઈ હતી, તે જ દિવસે ટાઈગર શ્રોફની હીરોપંતી 2 પણ રિલીઝ થઈ હતી. અજય દેવગનની ફિલ્મ બંને ફિલ્મો સાથે રિલીઝ થવાનો માર સહન કરવો પડ્યો છે. જો આ ફિલ્મ બોક્સ ઓફિસ પર એકલી રિલીઝ થઈ હોત તો કદાચ સારો બિઝનેસ કરી શકી હોત.

હાલમાં રનવે 34 ફિલ્મ વિશે વાત કરીએ તો, રનવે 34 પ્રેક્ષકોને સારી સામગ્રી પ્રદાન કરે છે. આ ફિલ્મની વાર્તા દોહા-કોચીથી જેટ એરવેઝની ફ્લાઈટના લેન્ડિંગની સાચી ઘટના પર આધારિત છે. અજય દેવગણે ફિલ્મમાં પાઈલટ વિક્રાંત ખન્નાની ભૂમિકા ભજવી છે. જેણે ખરાબ હવામાન અને ઓછી વિઝિબિલિટીમાં પણ ફ્લાઈટને રનવે પર લેન્ડ કરાવ્યું હતું. આ ફિલ્મમાં અજય દેવગન ઉપરાંત અમિતાભ બચ્ચન, બોમન ઈરાની, અંગિરા ધર, રકુલ પ્રીત સિંહ અને આકાંક્ષા સિંહ જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં છે. અજય દેવગન દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 29 એપ્રિલના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી.

Follow Us
સુરતની હોટલોમાં LPG ની અછત, રસોઈ માટે કોલસો એકમાત્ર સહારો
સુરતની હોટલોમાં LPG ની અછત, રસોઈ માટે કોલસો એકમાત્ર સહારો
ગુજરાતના તાપી જિલ્લામાં આવી સૌપ્રથમ પુગનૂર જાતિની ગાય
ગુજરાતના તાપી જિલ્લામાં આવી સૌપ્રથમ પુગનૂર જાતિની ગાય
દાદરા નગર હવેલીમાં 'મોટો વિસ્ફોટ', ગોડાઉનમાં બ્લાસ્ટથી 4ના મોત
દાદરા નગર હવેલીમાં 'મોટો વિસ્ફોટ', ગોડાઉનમાં બ્લાસ્ટથી 4ના મોત
મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કાઉન્ટ ડાઉન શરૂ
મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કાઉન્ટ ડાઉન શરૂ
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ભાવનગરમાં અશાંતધારા હેઠળ ભ્રષ્ટાચાર કેસમાં SDM એ નોંધાવી ફરિયાદ
ભાવનગરમાં અશાંતધારા હેઠળ ભ્રષ્ટાચાર કેસમાં SDM એ નોંધાવી ફરિયાદ
અમદાવાદના વસ્ત્રાલમાં કરા પડ્યા-5 જિલ્લામાં રાતના 10 સુધી ઓરેન્જ એલર્ટ
અમદાવાદના વસ્ત્રાલમાં કરા પડ્યા-5 જિલ્લામાં રાતના 10 સુધી ઓરેન્જ એલર્ટ
જૂનાગઢમાં ગટરના ગંદા પાણી વચ્ચે રસ્તા પર જ દર્દીની સારવાર - જુઓ Video
જૂનાગઢમાં ગટરના ગંદા પાણી વચ્ચે રસ્તા પર જ દર્દીની સારવાર - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">