Golden Globe Award 2023 : RRRના ગીત ‘નાટુ નાટુ’ને મળ્યો બેસ્ટ ગીતનો ગોલ્ડન ગ્લોબ એવોર્ડ

Golden Globe Award Nominations RRR : RRR ફિલ્મના ગીત 'નાટુ નાટુ'ને ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સમાં બેસ્ટ ઓરિજિનલ સોંગનો એવોર્ડ આપવામાં આવ્યો છે, જેનાથી સમગ્ર ટીમ ખુશ છે.

Golden Globe Award 2023 : RRRના ગીત 'નાટુ નાટુ'ને મળ્યો બેસ્ટ ગીતનો ગોલ્ડન ગ્લોબ એવોર્ડ
RRR song Natu Natu
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 11, 2023 | 9:06 AM

RRR Golden Globe Award : SS રાજામૌલીની ફિલ્મ RRR ના ટ્રેક ‘નાટુ નાટુ’ને શ્રેષ્ઠ ગીત માટે ગોલ્ડન ગ્લોબ એવોર્ડ આપવામાં આવ્યો છે. સંગીતકાર એમએમ કેરાવની, ગાયક કાલ ભૈરવ અને રાહુલ સિપ્લીગુંજના આ ગીતને 80માં ગોલ્ડન ગ્લોબ્સમાં શ્રેષ્ઠ ગીતનો એવોર્ડ આપવામાં આવ્યો છે. આનાથી આખી ટીમ ખૂબ જ ખુશ છે.

View this post on Instagram

A post shared by Jr NTR (@jrntr)

નાટુ નાટુ એ મચાવી ધૂમ

રામચરણ અને જુનિયર એનટીઆરની ફિલ્મ ‘RRR’ના નિર્માતાઓએ લોસ એન્જલસમાં આયોજિત સ્ક્રીનિંગનો એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયો ઈન્ટરનેટ પર ઘણો વાયરલ થયો હતો. આ વીડિયોમાં થિયેટરમાં ચાલતા શોની વચ્ચે નાટુ-નાટુ ગીત વાગવાનું શરૂ થતાં જ લોકો ડાન્સ કરવા લાગે છે. આ વીડિયોમાં છોકરીઓનું એક ગ્રુપ ખુલ્લેઆમ ડાન્સ કરતી જોવા મળી હતી. તેમના ટ્વિટર એકાઉન્ટ પર વીડિયો શેર કરતી વખતે મેકર્સે કેપ્શનમાં લખ્યું, ‘શું તમે નાટુને જાણો છો? લોસ એન્જલસ તેને પોતાની આંખોથી જોઈ રહ્યો છે. વીડિયોમાં યુવતીઓ રામ ચરણ અને જુનિયર એનટીઆરના રંગમાં સજ્જ જોવા મળી રહી છે.

‘નાટુ નાટુ’ ગીત ઓસ્કાર માટે શોર્ટલિસ્ટ

રામ ચરણ જુનિયર એનટીઆરની ફિલ્મ આરઆરઆરનું ગીત ‘નાટુ-નાટુ’ ઓસ્કાર માટે શોર્ટલિસ્ટ થયું છે. ‘નાટુ-નાટુ’ એક તેલુગુ ગીત છે. જે હિન્દીમાં ‘નાચો નાચો’ તરીકે રિલીઝ થયું હતું. ગીતનું સંગીત એમએમ કેરાવનીએ આપ્યું છે. તેને રાહુલ સિપ્લીગુંજ અને કાલ ભૈરવે ગાયું છે. ગીતની કોરિયોગ્રાફી પ્રેમ રક્ષિતે કરી છે. આ ગીતને ‘મ્યુઝિક (ઓરિજિનલ સોંગ)’ કેટેગરીમાં ઓસ્કાર નોમિનેશન માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યું છે.

g clip-path="url(#clip0_868_265)">