Road Accident: ‘એક અઠવાડિયા પછી જ્યારે મેં મારી જાતને અરીસામાં જોઈ..’, મલાઈકા અરોરાએ શું કહ્યુ તે જાણો
મલાઈકા અરોરાએ (Malaika Arora) તાજેતરમાં જણાવ્યું હતું કે અકસ્માત પછી જ્યારે તેના ચહેરા પર કટ આવ્યો અને જ્યારે તેણે અરીસામાં જોયું તો તેણે કેવું રિએક્શન આપ્યું. સાથે જ મલાઈકાએ એ પણ જણાવ્યું કે અકસ્માત સમયે તેના મગજમાં શું ચાલી રહ્યું હતું.
મલાઈકા અરોરાની (Malaika Arora) સુંદરતાના દરેક લોકો દિવાના છે. તેની ફિટનેસથી લઈને મલાઈકાની બટર જેવી સ્કિનના (Malaika Fitness and Healthy Skin) ચાહકો ખૂબ વખાણ કરી રહ્યા છે. પરંતુ થોડા દિવસો પહેલા, મલાઈકા સાથે એક અકસ્માત થયો હતો, જેમાં અભિનેત્રીનો આબાદ બચાવ થયો હતો. આજે પણ જ્યારે મલાઈકા અરોરા એ રોડ એક્સિડન્ટની (Malaika Arora Road Accident) ઘટના યાદ કરે છે ત્યારે તે ગભરાઈ જાય છે. મલાઈકા અરોરાએ તાજેતરમાં જણાવ્યું હતું કે અકસ્માત પછી જ્યારે તેના ચહેરા પર કટ આવ્યો અને જ્યારે તેણે અરીસામાં જોયું તો તેણે કેવું રિએક્શન આપ્યું.
તેના ચહેરા પરના ડાઘ જોઈને ભયાનક રાતને ભૂલી શકતી નથી મલાઈકા
ટાઈમ્સ ઓફ ઈન્ડિયા મુજબ, અભિનેત્રીએ કહ્યું- એક અઠવાડિયા પછી જ્યારે મેં મારી જાતને અરીસામાં જોઈ, ત્યારે મારા કપાળ પર તે ડાઘ ચમકી રહ્યો હતો. જ્યારે એ ડાઘ જોયો, ત્યારે મને તે કાળી રાત યાદ આવી રહી હતી કે તે રાત્રે શું થયું હતું. આ એ જ ડાઘ છે મને રોજ વારંવાર યાદ કરાવે છે.
મલાઈકાએ શેર કરી આ તસવીરો..
View this post on Instagram
આ ઘટના બની હતી ત્યારે મલાઈકાના મગજમાં આ વાતો ચાલી રહી હતી
મલાઈકાએ આગળ કહ્યું – તેના દાગ તેને તે અકસ્માત ભૂલવા દેતો નથી, આવી સ્થિતિ પછી તે તેના જીવનમાં નોર્મલ થઈ શકી નથી. મલાઈકાએ એ પણ ખુલાસો કર્યો કે જ્યારે તે આ અકસ્માતમાંથી પસાર થઈ રહી હતી, ત્યારે તેના મગજમાં શું ચાલી રહ્યું હતું. મલાઈકાએ કહ્યું, તે સમયે હું બે વસ્તુઓ માટે પ્રાર્થના કરી રહી હતી, આજે રાત્રે મારું મૃત્યુ ન થવું જોઈએ અને મારી આંખો ન જવી જોઈએ. તે સમયે હું મારા બાળક અરહાન અને મારી માતા વિશે પણ વિચારતી હતી.
View this post on Instagram
મલાઈકા ક્યાંથી આવતી હતી?
તે રાત્રે મલાઈકા પુણેથી મુંબઈ પરત ફરી રહી હતી. મલાઈકા એક ફેશન ઈવેન્ટમાં ગઈ હતી જ્યાંથી તે રાત્રે નીકળી હતી. ત્યારે સામેથી આવતી બે કારે તેને ખોટી રીતે ક્રોસ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમાંથી એક મલાઈકાની કાર સાથે અથડાઈ હતી. આ પછી મલાઈકાને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. હવે મલાઈકા પહેલા કરતા સારી છે.