રવિના ટંડનની લાડલી બોલિવૂડમાં કરી શકે છે ડેબ્યૂ, જોવા મળી શકે છે 20 વર્ષ મોટા સાઉથ સુપર સ્ટાર સાથે

બોલિવૂડ એક્ટ્રેસ રવિના ટંડનની દીકરી રાશા થડાનીના ડેબ્યૂના સમાચાર સામે આવી રહ્યા છે. લેટેસ્ટ રિપોર્ટ્સ અનુસાર તે સાઉથના સુપરસ્ટાર રામ ચરણની સામે જોવા મળી શકે છે. પરંતુ હજુ સુધી આ અંગે કોઈ પુષ્ટિ મળી નથી.

રવિના ટંડનની લાડલી બોલિવૂડમાં કરી શકે છે ડેબ્યૂ, જોવા મળી શકે છે 20 વર્ષ મોટા સાઉથ સુપર સ્ટાર સાથે
Rasha Thadani
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 02, 2023 | 9:24 AM

બોલિવૂડ અભિનેત્રી રવિના ટંડને લાંબા સમય સુધી ઇન્ડસ્ટ્રી પર રાજ કર્યું અને તેના શાનદાર અભિનયથી ચાહકોનું સંપૂર્ણ મનોરંજન કર્યું. હવે તેની પુત્રી હેડલાઇન્સમાં છે અને તેના બોલિવૂડ ડેબ્યૂ માટે ચર્ચામાં છે. પરંતુ તેની સાથે જ એક લેટેસ્ટ રિપોર્ટ સામે આવ્યો છે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે તે સાઉથની ફિલ્મોમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. તે સાઉથના સુપરસ્ટાર રામ ચરણની સામે જોવા મળશે. આ અંગે નિર્માતાઓ સાથે વાતચીત કરવામાં આવી છે અને તે ફિલ્મમાં ભૂમિકા માટે યોગ્ય જણાય છે.

આ પણ વાંચો : Viral Video : રવીના ટંડને પુત્રી રાશાનો શેર કર્યો સિંગિંગ વીડિયો, તેનો અવાજ સાંભળીને તમે પણ થઈ જશો ખુશ

સાઉથના આ એક્ટર સાથે કામ કરવું રાશા માટે ફાયદાકારક

રિપોર્ટ્સનું માનીએ તો રવિના ટંડનની પુત્રી રાશા થડાની આવતા વર્ષે એટલે કે વર્ષ 2024માં ડેબ્યૂ કરી શકે છે. તેનાથી તેની માતા રવિનાને કોઈ પ્રોબ્લેમ નથી. રવિનાનું માનીએ તો એક વાર તેનું સ્ટડી પૂરું થઈ જાય તો તેને ફિલ્મોમાં કામ કરવાથી રવિનાને કોઈ પ્રોબ્લેમ નથી.

Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો

રિપોર્ટ્સનું માનવામાં આવે તો રવિના ટંડનની પુત્રી રાશા સાઉથ સુપર સ્ટાર રામ ચરણની સામે જોવા મળી શકે છે તો તેની માટે આ મોટો બ્રેક હશે. રામ ચરણની પોપ્યુલારિટી છેલ્લા ઘણા સમયથી વધારે થઈ ગઈ છે. આમાં તેની સામે ડેબ્યૂ કરનારી રાશાને તેના માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

અજય દેવગનના ભત્રીજાની સામે ડેબ્યુ

આ સિવાય કેટલાક રિપોર્ટ્સમાં એવું પણ સાંભળવામાં આવ્યું છે કે રાશા અજય દેવગનના ભત્રીજા અમન દેવગન સાથે ડેબ્યૂ કરશે. માનવામાં આવે છે કે અભિષેક કપૂરની એક્શન-એડવેન્ચર ફિલ્મમાં રાશા મહત્વની ભૂમિકા ભજવશે. આ સિવાય અમને આ ફિલ્મ માટે ટ્રેનિંગ પણ શરૂ કરી દીધી છે. પરંતુ અત્યારે આ બાબતો રિપોર્ટના આધારે ચાલી રહી છે. આ અંગે હજુ સુધી કોઈ ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી નથી.

રાશાની વાત કરીએ તો ભલે તેણે અત્યારે પોતાનું ડેબ્યૂ કર્યું નથી, પરંતુ તેનું ફેન ફોલોઈંગ વધારે છે. તે સોશિયલ મીડિયા સેંસેશન બની ગઈ છે. બધી બાજું તેને લઈને જ વાત થઈ રહી છે. ક્યારેક-ક્યારેક રવિના પણ પોતાની પુત્રી રાશા સાથે ફોટો શેર કરતી રહે છે. જેને જોઈને ફેન્સ તેના વખાણ કરતા નજરે પડે છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">