Viral Video : રવીના ટંડને પુત્રી રાશાનો શેર કર્યો સિંગિંગ વીડિયો, તેનો અવાજ સાંભળીને તમે પણ થઈ જશો ખુશ

Rasha Thadani Video: રાશા થડાની (Rasha Thadani) અવારનવાર ચર્ચામાં રહે છે. તેની ડેબ્યૂ ફિલ્મની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. રાશા અભિષેક કપૂરની ફિલ્મથી ડેબ્યૂ કરશે.

Viral Video : રવીના ટંડને પુત્રી રાશાનો શેર કર્યો સિંગિંગ વીડિયો, તેનો અવાજ સાંભળીને તમે પણ થઈ જશો ખુશ
Rasha Thadani
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 23, 2023 | 6:35 PM

Mumbai: રવીના ટંડનની (Raveena Tandon) પુત્રી જેટલી સુંદર છે તેટલી જ તે ટેલેન્ટેડ છે, એક પ્રાઉડ માતા રવીનાએ તેની પુત્રી રાશા થડાનીની (Rasha Thadani) સુંદર સિંગિગની ઝલક બતાવવા માટે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો. એક્ટ્રેસે જે વીડિયો પોસ્ટ કર્યો છે, તેમાં રાશા અંગ્રેજી સોન્ગ ગાઈ રહી છે અને તેની માતા ડાન્સ કરી રહી છે. એક્ટ્રેસે એમ પણ કહ્યું હતું કે, રાશા પરિવારમાં એકમાત્ર એવી છે જેને સિગિંગ ટેલેન્ટ પણ પ્રાપ્ત થયું છે.

આ વીડિયો શેર કરતાં રવીના ટંડને લખ્યું છે કે “વિશ્વ સંગીત દિવસ પર હું સંગીત અને ગીતની ભેટ ધરાવનારા બધાની ઉજવણી કરું છું! આપણા રાષ્ટ્રમાં ઘણી પ્રતિભા છે અને આપણે ભાગ્યશાળી છીએ કે આપણે આપણા સંગીત, નૃત્ય અને કલાનો આનંદ લઈએ છીએ અને સંગીતમય જીવન જીવવા માટે સ્વતંત્ર છીએ! તેઓ નસીબદાર છે… મા સરસ્વતીના આશીર્વાદ! મને ખૂબ ગર્વ છે કે રાશા થડાનીને એવી પ્રતિભા મળી જે મારી પાસે ક્યારેય ન હતી! જો તમે અંત સુધી જોશો તો તમે પણ મારી સાથે સહમત થશો! પરિવારમાં એક સુંદર ગાયક પૂરતું છે!”

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

(VC: Raveena Tandon Instagram)

રવીના અને અનિલ થડાનીની પુત્રી રાશા 6 વર્ષની ઉંમરથી સંગીત શીખી રહી છે. ભારતીય શાસ્ત્રીય સંગીત સિવાય તેણીએ જેઝનો પણ અભ્યાસ કર્યો છે અને શંકર મહાદેવન એકેડમીની સ્ટૂડેન્ટ રહી ચૂકી છે.

આ પણ વાંચો: Palak Tiwari Ibrahim Ali Khan Video : સૈફનો પુત્ર અને શ્વેતા તિવારીની પુત્રી ફરી જોવા મળ્યા એકસાથે, અડધી રાત્રે કરી પાર્ટી, જુઓ Viral Video

આ વર્ષે એપ્રિલમાં રવીના ટંડનને રાષ્ટ્રપતિ ભવનમાં પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. રવીના રોમેન્ટિક-કોમેડી ફિલ્મ ઘુડચડીમાં સંજય દત્ત, પાર્થ સમથાન અને ખુશાલી કુમાર સાથે જોવા મળશે. તેની પાસે ફિલ્મ પટના શુક્લા પણ છે.

અજય દેવગનના ભત્રીજા સાથે ડેબ્યૂ કરશે રાશા થડાની

થોડા દિવસો પહેલા રાશા ‘કેદારનાથ’ના ડિરેક્ટર અભિષેક કપૂર અને તેના કો-સ્ટાર અમન દેવગન સાથે લંચ કરતી જોવા મળી હતી. તમને જણાવી દઈએ કે અમન અજય દેવગનનો ભત્રીજો છે અને તે પણ રાશાની જેમ તેના બોલિવુડ ડેબ્યૂની તૈયારી કરી રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મમાં ડાયના પેન્ટી પણ જોવા મળશે.

g clip-path="url(#clip0_868_265)">