Raveena Tandon Birthday: 90ના દાયકાના ગીતો ‘ટિપ-ટિપ બરસા પાની’, ગોવિંદાનું ગીત ‘કિસી ડિસ્કો મેં જાયે’ ઘણું હિટ રહ્યું હતું

આજે એટલે કે 26મી ઓક્ટોબરે બોલિવૂડની હોટ ગર્લ રવિના ટંડન (Raveena Tandon )નો જન્મદિવસ છે. રવિના આજે 49 વર્ષની થઈ ગઈ છે. તે એવી અભિનેત્રીઓમાંથી એક છે જેના પર ઉંમરની અસર દેખાતી નથી. તે 4 બાળકોની માતા છે. એક દિકરીના તો લગ્ન પણ થઈ ચૂક્યા છે. રવિના ટંડન નાની પણ બની ચૂકી છે.

Raveena Tandon Birthday: 90ના દાયકાના ગીતો 'ટિપ-ટિપ બરસા પાની', ગોવિંદાનું ગીત 'કિસી ડિસ્કો મેં જાયે' ઘણું હિટ રહ્યું હતું
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 26, 2023 | 8:16 AM

રવિના ટંડ (Raveena Tandon)ને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની શાનદાર એક્ટિંગ અને સ્ટાઈલથી ચાહકોને દિવાના બનાવી દીધા છે. તે 90ના દાયકાની અગ્રણી અભિનેત્રીઓમાંની એક હતી. હવે અભિનેત્રીએ ખુલાસો કર્યો છે કે તેની કારકિર્દીનું સુપરહિટ ગીત બનેલા ગીતને ફિલ્માવવા પાછળ કેટલો મોટો સંઘર્ષ હતો. બોલિવૂડ ગર્લ રવિના ટંડનનો જન્મદિવસ છે

વરસાદ હોય કે ન હોય આ ગીત ચાહકોનું ફેવરિટ ગીત

રવિના ટંડન વિશે વાત કરીએ તો, અભિનેત્રીએ તેની કારકિર્દીમાં હંમેશા એવી ભૂમિકાઓ ભજવી છે જેમાં તેણીની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. અભિનેત્રીએ પોતાની સ્ટાઈલથી ચાહકોને પ્રભાવિત કર્યા હતા. તેણે પોતાની સ્ટાઈલથી ચાહકોને દિવાના બનાવ્યા અને સાથે જ પોતાના દમદાર અભિનયથી ચાહકોને પણ પ્રભાવિત કર્યા. અક્ષય કુમાર સાથેના તેના રોમાંસને લઈને ઘણી ચર્ચા થઈ હતી.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

અમે જે ગીતની વાત કરી રહ્યા છીએ તે હતું ટીપ ટીપ બરસા પાની. આ ગીત કોણ ભૂલી શકે? વરસાદ હોય કે ન પડે, આ ગીત ચાહકોનું ફેવરિટ ગીત છે.

(source : Ishtar Music)

ફિલ્મ ‘દુલ્હે રાજા’ વર્ષ 1998માં રીલિઝ થઈ હતી. આ ફિલ્મમાં ગોવિંદ સાથે રવિના ટંડન જોવા મળી હતી. લોકો આજે પણ આ લોકપ્રિય ગીતના દિવાના છે. અક્ષય કુમાર સાથેના ગીત પણ ખુબ હિટ રહ્યા હતા.

(source : Ishtar Music)

1998માં રિલીઝ થયેલી ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’નું ગોવિંદાનું ગીત ‘કિસી ડિસ્કો મેં જાયે’ ઘણું હિટ રહ્યું હતું. આ ગીતમાં તેની સાથે ‘રવીના ટંડન’ લીડ રોલમાં ડાન્સ કરતી જોવા મળી હતી. તેણે આ ગીતને ઘણી અલગ-અલગ જગ્યાએ શૂટ કર્યું છે, જેમાં તે અલગ-અલગ આઉટફિટ્સમાં પણ જોવા મળ્યા હતા.

(source Tips Official)

અભિનેત્રી રવિના ટંડને ઘણા હિટ કલાકારો સાથે સ્ક્રીન શેર કરી છે. જેમાં શાહરૂખ ખાનનું નામ પણ સામેલ છે. શાહરૂખ ખાન અને રવિના ટંડને જાદુ, પહેલા નશા, જમાના દીવાના અને યે લમ્હેં જુદાઈ કે જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. આ ફિલ્મોમાં તેના પાત્રને લોકોએ ખૂબ પસંદ કર્યું હતું.

આ પણ વાંચો :

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">