પહેલી ઈન્ડિયા ટૂર માટે તૈયાર છે Rapper Badshah, આ 8 શહેરોમાં મચાવશે ધૂમ
રેપર બાદશાહ તેની પહેલી ઈન્ડિયા ટૂર (Badshah India Tour) માટે તૈયારી કરી રહ્યો છે. તેની સાથે સાથે તેના ફેન્સ પણ આ સરપ્રાઈઝ માટે ખૂબ જ એક્સાઈટેડ છે. આ 8 શહેરોમાં બાદશાબ ધૂમ મચાવશે.

રેપર બાદશાહે પોતાના જબરદસ્ત ગીતોથી ફેન્સમાં અલગ જ ક્રેઝ બનાવ્યો છે. તેના ફેન્સ તેના દરેક નવા ટ્રેકની આતુરતાથી રાહ જોતા હોય છે. આ વખતે તે કંઈ અલગ જ ધમાકો કરવાના મૂડમાં છે. બાદશાહે હાલમાં જ જાહેરાત કરી છે કે તે તેની પહેલી ઈન્ડિયા ટૂરની તૈયારી કરી રહ્યો છે. તેને પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેના ફેન્સને સરપ્રાઈઝ આપતા કહ્યું છે કે તે લોકોને પાગલ કરવા માટે તૈયાર છે. જેના માટે તે ડિસેમ્બરથી માર્ચ વચ્ચે આઠ શહેરોમાં ટૂર કરશે.
બાદશાહની આ પોસ્ટ જોયા બાદ ફેન્સમાં જબરજસ્ત એક્સાઈટમેન્ટ જોવા મળી રહ્યું છે. આ કોઈ સામાન્ય ટૂર નથી. આ ઈન્ડિયા ટૂર ડિસેમ્બરથી માર્ચ સુધી ચાલશે. આ દરમિયાન બાદશાદ લગભગ આઠ શહેરોમાં કોન્સર્ટ કરી ધૂમ મચાવતો જોવા મળશે. તમને જણાવી દઈએ કે આ ટૂર 24 ડિસેમ્બરના રોજ મુંબઈથી શરૂ થશે.
અહીં જુઓ બાદશાહની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ
View this post on Instagram
બાદશાહે તેની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા ઘણા પોસ્ટર અને વીડિયો શેયર કર્યા છે અને કેપ્શનમાં તેના ફેન્સને પૂછ્યું છે કે શું તમે લોકો પાગલ થવા માટે તૈયાર છો. તેની પોસ્ટ પર આવતી કોમેન્ટ્સ પરથી અંદાજ લગાવી શકાય છે કે ફેન્સ તેની પહેલી ઈન્ડિયા ટૂરની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
View this post on Instagram
હાલમાં જ રેપર બાદશાહે તેની ધમાકેદાર ટૂરનો પ્રોમો પણ શેયર કર્યો છે, જેમાં બાદશાહની સફરને કવર કરવામાં આવી છે. આ પોસ્ટ પર ઘણા સેલેબ્સે પણ પ્રતિક્રિયા આપી છે.
View this post on Instagram
આ શહેરોમાં મચાવશે ધૂમ
તમને જણાવી દઈએ કે આ મલ્ટિ-સિટી ટૂર 24 ડિસેમ્બરે મુંબઈથી શરૂ થશે. આ પછી 7 જાન્યુઆરીએ રેપર ગુવાહાટી જશે. ગુવાહાટીમાં ધૂમ મચાવ્યા બાદ 21 જાન્યુઆરીએ અમદાવાદની ટૂર કરશે. ત્યારબાદ 28 જાન્યુઆરીએ હૈદરાબાદ, 5 ફેબ્રુઆરીએ કોલકાતા, 18 ફેબ્રુઆરીએ ગુરુગ્રામ, 4 માર્ચે પુણે અને 18 માર્ચે બેંગલુરુ ધૂમ મચાવશે. બેંગ્લોરમાં આ તેનો છેલ્લો કોન્સર્ટ હશે.