AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પ્રેગ્નન્ટ છે કેટરિના કૈફ? શિમરી ડ્રેસમાં લુક જોઈને યુઝર્સે કહ્યું – આ બેબી બમ્પ છે

કેટરિના કૈફનો (Katrina Kaif) એવોર્ડ શોનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. કેટરિનાના આ લૂકની ફેન્સ પ્રશંસા કરી રહ્યા છે પરંતુ ફેન્સનું ધ્યાન તેના પેટ તરફ ગયું. વીડિયોમાં કેટરીનાનું પેટ થોડું મોટું લાગે છે. જેને ફેન્સ બેબી બમ્પ કહી રહ્યા છે.

પ્રેગ્નન્ટ છે કેટરિના કૈફ? શિમરી ડ્રેસમાં લુક જોઈને યુઝર્સે કહ્યું - આ બેબી બમ્પ છે
Katrina KaifImage Credit source: Social Media
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 15, 2022 | 5:55 PM
Share

કેટરિના કૈફ પ્રેગ્નન્ટ છે ? આજકાલ આ સવાલ માત્ર બોલિવૂડમાં જ નહીં પણ ફેન્સમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે. જ્યારથી કેટરીના કૈફે વિકી કૌશલ સાથે લગ્ન કર્યા છે ત્યારથી એક્ટ્રેસની પ્રેગ્નન્સીને લઈને સતત અટકળો ચાલી રહી છે. જ્યારે કેટરીના એક એવોર્ડ શોમાં શિમરી ડ્રેસમાં જોવા મળી હતી. ઈવેન્ટની તસવીરો અને વીડિયો જોયા બાદ લોકો અનુમાન લગાવી રહ્યા છે કે તે પ્રેગ્નન્ટ છે. પરંતુ આ વીડિયો વાયરલ થયા બાદ કેટરિનાની કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી.

પ્રેગ્નન્ટ છે કેટરિના ?

કેટરિના કૈફનો એવોર્ડ શોનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. કેટરિના ઈવેન્ટમાં શિમરી બેકલેસ ગાઉનમાં પહોંચી હતી. કેટરિનાના આ લૂકની ફેન્સ પ્રશંસા કરી રહ્યા છે પરંતુ ફેન્સનું ધ્યાન તેના પેટ તરફ ગયું. વીડિયોમાં કેટરીનાનું પેટ થોડું મોટું લાગે છે. જેને ફેન્સ બેબી બમ્પ કહી રહ્યા છે. આ વીડિયો પર ફેન્સ સતત કોમેન્ટ કરી રહ્યા છે, એક ફેન તેને બોડી ફેટ કહે છે. જ્યારે અન્ય ઘણાં ફેન્સ તેને બેબી બમ્પ કહે છે.

બેબી બમ્પ કે ટમી ફેટ?

કોમેન્ટ સેક્શનમાં દરેક વ્યક્તિ આ જ પૂછે છે – શું કેટરિના કૈફ પ્રેગ્નન્ટ છે? એક યુઝરે લખ્યું છે કે તે પ્રેગ્નન્ટ છે. અન્ય યુઝરે લખ્યું- શું આ બેબી બમ્પ છે? ઘણા લોકોને વિશ્વાસ છે કે એક્ટ્રેસ માતા બનવાની છે. લોકોએ કેટરિના કૈફની ડ્રેસિંગ સેન્સના પણ વખાણ કર્યા છે.

વિકી કૌશલ સાથે 9 ડિસેમ્બર 2021ના રોજ થયા હતા લગ્ન

કેટરીના અને વિકીના લગ્ન રાજસ્થાનમાં 9 ડિસેમ્બર 2021ના રોજ થયા હતા. આ લગ્ન નજીકના મિત્રો અને પરિવારના સભ્યોની હાજરીમાં થયા હતા. લગ્ન પહેલા આ કપલે થોડા સમય માટે એકબીજાને ડેટ કર્યા હતા, પરંતુ બંને કલાકારોએ તેમના સંબંધોને સિક્રેટ રાખ્યા હતા અને જાહેરમાં એકબીજા વિશે વાત કરી ન હતી.

ટાઈગર 3માં જોવા મળશે કેટરીના

કેટરિનાના વર્કફ્રન્ટની વાત કરીએ તો તેની ઘણી ફિલ્મો પાઇપલાઈનમાં છે. કેટરિનાની ટાઈગર 3ને લઈને ફેન્સ ખૂબ જ એક્સાઈટેડ છે. ફેન્સ તેની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મમાં કેટરિના ફરી એકવાર ભાઈજાન સલમાન ખાન સાથે સ્ક્રીન શેર કરશે. કેટરિના કૈફની હાલમાં રિલીઝ થયેલી ફિલ્મ ફોન ભૂતમાં જોવા મળી હતી. જેમાં તેની સાથે સિદ્ધાંત ચર્તુવેદી અને ઈશાન ખટ્ટર જોવા મળ્યા હતા.

g clip-path="url(#clip0_868_265)">