Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Swatantrya Veer Savarkar Teaser: રણદીપ હુડ્ડાની ફિલ્મ ‘સાવરકર’નું ટીઝર થયુ રિલિઝ, જબરદસ્ત છે અભિનેતાનું ટ્રાન્સર્ફોમેશન, જુઓ VIDEO

Swatantrya Veer Savarkar Teaser Release: આજે સાવરકરની 140મી જન્મજયંતિ છે. આ અવસર પર ફિલ્મના નિર્માતાઓએ ચાહકોને તેની પ્રથમ ઝલક આપી છે. આ ટીઝર જોઈને તમારા રૂવાડા ઉભા થઈ જશે.

Swatantrya Veer Savarkar Teaser: રણદીપ હુડ્ડાની ફિલ્મ 'સાવરકર'નું ટીઝર થયુ રિલિઝ, જબરદસ્ત છે અભિનેતાનું ટ્રાન્સર્ફોમેશન, જુઓ VIDEO
Randeep Hooda Film Swatantrya Veer Savarkar Teaser release
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 28, 2023 | 5:45 PM

Mumbai: ઘણા લાંબા સમયથી રાહ જોવડાવ્યા બાદ આખરે અભિનેતા રણદીપ હુડ્ડાની (Randeep Hooda) ફિલ્મ ‘સ્વાતંત્ર્ય વીર સાવરકર’નું (Swatantrya Veer Savarkar) ટીઝર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મ વિનાયક દામોદર સાવરકર ઉર્ફે વીર સાવરકરના જીવન પર આધારિત છે. આજે સાવરકરની 140મી જન્મજયંતિ છે. આ અવસર પર ફિલ્મના નિર્માતાઓએ ચાહકોને તેની પ્રથમ ઝલક આપી છે. આ ટીઝર જોઈને તમારા રૂવાડા ઉભા થઈ જશે.

આ પણ વાંચો: Salman Khan Video : બાળકોએ સલમાન ખાનને બનાવ્યો ‘મામુ’, ભાઈજાને શોધી કાઢ્યો ફિટ રહેવાનો અનોખો રસ્તો

રણદીપની ફિલ્મનું ટ્રેલર રિલીઝ

ટીઝરની શરૂઆત વીર સાવરકર બનેલા રણદીપ હુડાથી થાય છે. તેને ચાલતો જોઈ શકાય છે. ત્યારે આખા શહેરમાં આગ લાગેલી જોવા મળે છે. ત્યારબાદ તમે રણદીપને નદીમાં કૂદતા જોશો. આગની વચ્ચે બ્રિટિશ રાજના પોલીસકર્મીઓ દ્વારા લોકો માર્યા જાય છે. તમે સાવરકર બનેલા રણદીપનો ચહેરો જોઈ શકો છો અને તમે તેમનો અવાજ સાંભળી શકો છો.

ઘરમાં અચાનક પોપટનું આવવું આપે છે ધનલાભના સંકેત? જાણો અહીં
આજનું રાશિફળ તારીખ : 03-04-2025
સારા તેંડુલકરે મુંબઈની ટીમ ખરીદી
ક્યા 5 મેડિકલ ટેસ્ટ છે જે વર્ષમાં એક વાર જરૂર કરાવવા જોઇએ ?
ડિલિવરી પછી પેટની ચરબી કેવી રીતે ઘટાડવી?
IPL 2025માં શ્રેયસ અય્યર એક કલાકમાં કેટલા પૈસા કમાઈ રહ્યો છે?

તેઓ કહે છે, ‘આઝાદીની લડાઈ 90 વર્ષ સુધી ચાલી. પરંતુ માત્ર થોડા જ લોકો આ યુદ્ધ લડ્યા. બીજા બધા સત્તાના ભૂખ્યા હતા. ગાંધીજી ખરાબ નહોતા, પરંતુ જો તેઓ તેમના અહિંસાવાદી વિચારને વળગી ન રહ્યા હોત તો ભારત 35 વર્ષ વહેલા આઝાદ થઈ ગયું હોત. આ પછી રણદીપ હુડ્ડા તમારી સામે આવે છે. તમે તેને ક્રાંતિ કરતા, અંગ્રેજ પોલીસમેનનો મારા ખાતા, જેલમાં હાથકડીથી બંધાયેલા અને લોકો વચ્ચે માળા પહેરતા જોશો.

ટીઝર મુજબ તે વીર સાવરકર હતા જેમણે ભગત સિંહ, સુભાષ ચંદ્ર બોઝ, ખુદીરામ બોઝ અને આર્મ્ડ રેવલુશનની પ્રેરણા આપી હતી. તેઓ એવા ક્રાંતિકારીઓમાંના એક હતા જેનાથી અંગ્રેજો સૌથી વધુ ડરતા હતા. ટીઝરના અંતમાં રણદીપ હુડ્ડા કહે છે, ‘સોનાની લંકા પણ કિંમતી હતી. પરંતુ જો કોઈની આઝાદીની વાત હોય તો રાવણનું રાજ હોય કે અંગ્રેજોનું દહન તો થઈને જ રહેશે. આ ડાયલોગ અને સીન ખૂબ જ પાવરફુલ છે.

જબરદસ્ત છે અભિનેતાનું ટ્રાન્સર્ફોમેશન

ફિલ્મ ‘સ્વાતંત્ર્ય વીર સાવરકર’નું નિર્દેશન રણદીપ હુડ્ડાએ કર્યુ છે. નિર્દેશક તરીકે આ તેમની પ્રથમ ફિલ્મ છે. ટીઝર પરથી જ સ્પષ્ટ થાય છે કે આ ફિલ્મ માટે અભિનેતાએ ઘણી મહેનત કરી છે. તેનો લુક અને બોડી ટ્રાન્સફોર્મેશન જોવા જેવું છે. ફિલ્મના ટાઈટલમાં #WhoKilledHisStory ટેગલાઈન ઉમેરવામાં આવી છે. હવે જોવાનું એ રહેશે કે આ ફિલ્મ કેવી છે. રણદીપ હુડ્ડાએ હજુ સુધી ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરી નથી.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">