AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ranbir Kapoor-Alia Bhatt Wedding: રણબીર સાથે આલિયાના જલ્દી લગ્ન કરાવવા ઈચ્છે છે મહેશ ભટ્ટ, લગ્નમાં આટલા મહેમાનો થશે સામેલ

રણબીર આલિયાના લગ્નની ઘણા સમયથી ચર્ચા થઈ રહી છે. જોકે બંનેએ લગ્નને લઈને કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી, પરંતુ રણબીર આલિયાના લગ્નના સમાચાર સામે આવી રહ્યા છે.

Ranbir Kapoor-Alia Bhatt Wedding: રણબીર સાથે આલિયાના જલ્દી લગ્ન કરાવવા ઈચ્છે છે મહેશ ભટ્ટ, લગ્નમાં આટલા મહેમાનો થશે સામેલ
Ranbir Kapoor And Alia Bhatt Wedding
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 03, 2022 | 12:46 PM
Share

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ (Alia Bhatt) વિશે એવા સમાચાર છે કે બંને જલ્દી જ લગ્નના બંધનમાં બંધાઈ જશે. આવી સ્થિતિમાં એક નવું અપડેટ આવ્યું છે કે રણબીર-આલિયા (Ranbir Kapoor and Alia Bhatt Wedding) ના લગ્નનું સ્થળ નક્કી કરવામાં આવ્યું છે તો એવા પણ સમાચાર છે કે આલિયાના માતા-પિતા ઈચ્છે છે કે તે જલ્દીથી જલ્દી રણબીર સાથે લગ્ન કરી લે. રણબીર આલિયાના લગ્નની ઘણા સમયથી ચર્ચા થઈ રહી છે. જોકે બંનેએ લગ્નને લઈને કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. પરંતુ રણબીર આલિયાના લગ્નના સમાચાર સામે આવી રહ્યા છે. હવે ચર્ચા થઈ રહી છે કે આલિયા અને રણબીર (Alia Ranbir Wedding Venue)એ તેમના લગ્ન સમારંભનું સ્થળ પસંદ કર્યું છે. જ્યારે આ લગ્નમાં કોણ હાજરી આપશે તે નક્કી કરવામાં આવી રહ્યું છે. આવી સ્થિતિમાં એક લાંબી યાદી બનાવવામાં આવી રહી છે.

રણબીર કપૂર થયો ભાવુક, લગ્નને લઈને લીધો આ નિર્ણય?

અહેવાલ છે કે રણબીર ખૂબ જ ભાવુક છે. કારણ કે તેનો બિગ ડે નજીક આવી રહ્યો છે. કારણ કે તે તેના પિતા ઋષિ કપૂરને ખૂબ મિસ કરી રહ્યો છે. રણબીર આલિયા સાથે તે જ જગ્યાએ લગ્ન કરવા માંગે છે. જ્યાં તેના માતા-પિતા ઋષિ અને નીતુ કપૂરે લગ્ન કર્યા હતા.

મીડિયા રિપોર્ટ અનુસાર ઋષિ કપૂર (Rishi Kapoor) અને નીતુ કપૂરના (Neetu Kapoor) લગ્ન 20 જાન્યુઆરી 1980ના રોજ RK હાઉસમાં થયા હતા. આવી સ્થિતિમાં હવે રણબીર કપૂરે પણ નક્કી કર્યું છે કે તે આલિયા સાથે તે જ જગ્યાએ સાત ફેરા લેશે. તેના ગળામાં મંગળસૂત્ર પહેરાવશે અને માંગમાં સિંદૂર ભરશે. સમાચાર મુજબ રણબીર આલિયાના લગ્ન એપ્રિલમાં જ થઈ શકે છે તો જ્યારે રણબીર આલિયાના લગ્નમાં કુલ 450 લોકો હાજરી આપશે.

લગ્ન માટે ઉતાવળ કરી રહ્યા છે આલિયાના માતા-પિતા

અહેવાલ છે કે આલિયાનો પરિવાર (Alia Bhatt Family) ઈચ્છે છે કે તેની પુત્રીના લગ્ન રણબીર સાથે જલ્દી થાય. કપૂર પરિવાર (Ranbir Kapoor Family) ઈચ્છતો હતો કે આલિયા અને રણબીર એપ્રિલના બીજા સપ્તાહમાં લગ્ન કરી લે. આલિયાના પરિવારના સભ્યો લગ્ન માટે ઉતાવળ કરી રહ્યા છે. કારણ કે અભિનેત્રીના દાદા ડી નરેન્દ્રવથ રાઝદાન (Alia Bhatt Grand Father) ની તબિયત સારી નથી. આવી સ્થિતિમાં પરિવાર ઈચ્છે છે કે રણબીર આલિયા લગ્ન થઈ જાય.

આ પણ વાંચો: Ranbir-Alia Wedding Confirmed : આ મહિને થશે રણબીર-આલિયાના લગ્ન, મુંબઈના RK હાઉસમાં લેશે સાત ફેરા ?

આ પણ વાંચો: Malaika Arora Health Update: અકસ્માત બાદ હવે કેવી છે મલાઈકાની હેલ્થ? બહેન અમૃતાએ જણાવી સ્થિતિ

શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
અમેરિકામાં 75 દેશોના નાગરિકોની‘No Entry’
અમેરિકામાં 75 દેશોના નાગરિકોની‘No Entry’
g clip-path="url(#clip0_868_265)">