AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RRR : રાજામૌલીએ ઓસ્કારમાં હાજરી આપવા માટે ચૂકવી મોટી કિંમત, ખરીદી આટલા રૂપિયાની ટિકિટ

RRR : એસએસ રાજામૌલી, રામા રાજામૌલી, કાર્તિકેય અને તેમની પત્ની, એનટીઆર, રામ ચરણ અને ઉપસાના ઓસ્કારમાં હાજર રહ્યા હતા.

RRR : રાજામૌલીએ ઓસ્કારમાં હાજરી આપવા માટે ચૂકવી મોટી કિંમત, ખરીદી આટલા રૂપિયાની ટિકિટ
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 18, 2023 | 3:46 PM
Share

એસએસ રાજામૌલીની મેગ્નમ ઓપસ RRR એ ઘણા રેકોર્ડ તોડ્યા અને ફિલ્મ તેની રિલીઝ પછીથી દરેક વખતે સફળ રહી છે. ફિલ્મના નાટુ-નાટુ ને 95મા એકેડેમી એવોર્ડ્સમાં બેસ્ટ ઓરિજિનલ ગીતનો એવોર્ડ મળ્યો અને RRRની આખી ટીમ ઉત્સાહિત છે. દિગ્દર્શકથી લઈને મુખ્ય કલાકારો સુધી, ટીમના ઘણા સભ્યો લોસ એન્જલસમાં યોજાયેલા કાર્યક્રમમાં હાજર રહ્યા હતા પરંતુ અહેવાલ છે કે એકેડેમીના ક્રૂએ સમારંભ હોલમાં બેસીને ઇવેન્ટને લાઈવ જોવા માટે રાજામૌલી અને કંપનીને મફત પાસ આપ્યા નથી.

આ પણ વાંચો : Naatu Naatu ગીત એસએસ રાજામૌલીના RRR માં કેવી રીતે સ્થાન પામ્યું? Full Detail

ઇવેન્ટને લાઇવ જોવા માટે ટિકિટ માટે ચૂકવ્યા રૂપિયા

હા, તમે તે સાચું સાંભળ્યું. ઘણા અહેવાલો અનુસાર માત્ર ચંદ્રબોઝ અને તેમના પરિવારના સભ્ય, કીરવાણી અને તેમની પત્નીને મફત પાસ આપવામાં આવ્યા હતા. નિયમ મુજબ માત્ર પુરસ્કાર મેળવનારા અને તેના પરિવારના એક સભ્યને મફત પાસ આપવામાં આવે છે. જ્યારે અન્ય લોકોએ ઇવેન્ટને લાઇવ જોવા માટે ટિકિટ માટે ચૂકવણી કરવી પડે છે.

છેલ્લી લાઈન કરી પસંદ

ઇવેન્ટ જોવા માટે ડિરેક્ટર એસએસ રાજામૌલીએ પોતાના માટે અને અન્ય મહત્વપૂર્ણ ટીમના સભ્યો માટે 25,000 USD ના ખર્ચે પાસ ખરીદ્યા. RRR ડિરેક્ટરે ટિકિટની કિંમતને ધ્યાનમાં રાખીને હોલની છેલ્લી લાઈન પસંદ કરી છે.

આટલા લોકો રહ્યા હતા હાજર

એસએસ રાજામૌલી, રામા રાજામૌલી, કાર્તિકેય અને તેમની પત્ની, જુનિયર એનટીઆર, રામ ચરણ અને ઉપાસના હોલમાં હાજર હતા. એમએમ કીરાવાણી દ્વારા રચાયેલું નાટુ નાટુ એ પ્રથમ ભારતીય ભાષાનું ગીત છે. જેણે બેસ્ટ ઓરિઝિનલ ગીત માટે ઓસ્કાર જીત્યો હતો.

ઓસ્કારમાં પ્રેઝન્ટરની જવાબદારી દીપિકા પાદુકોણને સોંપી હતી

દીપિકા પાદુકોણને 95માં ઓસ્કારમાં પ્રેઝન્ટરની જવાબદારી સોંપવામાં આવી હતી. દીપિકાએ તેના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરીને જણાવ્યું કે તેને અમેરિકન એક્ટ્રેસ એરિયાના ડેબોસ સાથે ઓસ્કાર હોસ્ટ કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. આ લિસ્ટમાં દીપિકા સિવાય અન્ય હોલિવૂડ પ્રેઝન્ટર્સ પણ હતા.

ઓસ્કાર પ્રેઝન્ટરની યાદીમાં રિઝ અહેમદ, માઈકલ બી. જોર્ડન, ટ્રોય કોત્સુર, જોનાથન મેજર્સ, મેલિસા મેક્કાર્થી, જેનેલ મોનાએ, ક્વેસ્ટલવ, એમિલી બ્લન્ટ, ગ્લેન ક્લોઝ, જેનિફર કોનેલી, એરિયાના ડીબોઝ, સેમ્યુઅલ એલ. જેક્સન, ડ્વેન જોન્સન, ડોની યેન અને જો સલદાનાનો પણ સમાવેશ થાય છે.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">