Naatu Naatu ગીત એસએસ રાજામૌલીના RRR માં કેવી રીતે સ્થાન પામ્યું? Full Detail
RRR Movie Naatu Naatu Song Details : એસએસ રાજામૌલી, એમએમ કીરવાણી, ચંદ્ર બોઝ અને પ્રેમ રક્ષિતની મહેનત ઓસ્કારના રૂપમાં રંગ લાવી છે. Naatu Naatu ગીતે એવોર્ડ જીતીને ઈતિહાસ રચ્યો છે.
Oscar Song Naatu Naatu : એસએસ રાજામૌલી દ્વારા દિગ્દર્શિત તેલુગુ ફિલ્મ RRR એ કરી બતાવ્યું જે આજ સુધી બીજી કોઈ ફિલ્મ ઓસ્કારમાં કરી શકી નથી. આ ફિલ્મના ગીત Naatu Naatu ને બેસ્ટ ઓરિજિનલ સોંગ કેટેગરીમાં ઓસ્કાર એવોર્ડ મળ્યો છે. ફિલ્મનું આ ગીત શરૂઆતથી જ લોકોની પહેલી પસંદ રહ્યું હતું. રીલથી લઈને ટિકટોક સુધી અને પાર્ટીઓથી લઈને એવોર્ડ ફંક્શન સુધી, દરેક જગ્યાએ નાટુ નાટુની ધૂમ જોવા મળી રહી છે.
આ પણ વાંચો : Oscars Winners : ભારતે રચ્યો ઈતિહાસ, જીત્યા બે ઓસ્કાર – જાણો વિજેતાની સંપૂર્ણ યાદી
નાટુ-નાટુ ગીતે પહેલો ગોલ્ડન ગ્લોબ એવોર્ડ જીતીને આશા જગાવી હતી અને હવે તેણે એ આશા પૂરી કરી છે. આ ગીતમાં રામચરણ અને જુનિયર એનટીઆરએ ડઝનબંધ બેકગ્રાઉન્ડ ડાન્સર્સ વચ્ચે એટલો જોરશોરથી ડાન્સ કર્યો કે લોકો ગીત અને આ બે સ્ટાર્સના ચાહક બની ગયા. ગીતના સ્ટેપ્સને લઈને ઘણી ચર્ચા થઈ હતી. ઓસ્કારમાં પણ આ ગીત પર પરફોર્મન્સ આપવામાં આવ્યું હતું.
Naatu Naatu ગીત ક્યાંથી આવ્યું?
આ ફિલ્મ એવા બે છોકરાઓની વાર્તા છે જેઓ બ્રિટિશ શાસન સામે ક્રાંતિકારી પગલાં લેતા અચકાતા નથી. બંને પોત-પોતાના સ્તરે અંગ્રેજો સામે લડવાનો પ્રયાસ કરી રહ્યા છે. આવી ફિલ્મમાં આટલું જોરદાર ડાન્સ સોંગ મૂકવું સહેલું ન હતું. વાસ્તવમાં રાજામૌલી જુનિયર એનટીઆર અને રામ ચરણને ફિલ્મમાં કેટલાક જોરદાર ગીત પર એકસાથે ડાન્સ કરવા માંગતા હતા.
We’re blessed that #RRRMovie is the first feature film to bring INDIA’s first ever #Oscar in the Best Song Category with #NaatuNaatu! 💪🏻
No words can describe this surreal moment. 🙏🏻
Dedicating this to all our amazing fans across the world. THANK YOU!! ❤️❤️❤️
JAI HIND!🇮🇳 pic.twitter.com/9g5izBCUks
— RRR Movie (@RRRMovie) March 13, 2023
આ માટે તેણે સંગીતકાર એમએમ કીરવાનીને એક ગીત કંપોઝ કરવાનું કહ્યું. જેમાં બંને મોટા સ્ટાર્સ સાથે ડાન્સ કરતા જોવા મળ્યા હતા. એમએમ કીરવાનાએ પોતે એક ઈન્ટરવ્યુમાં આ વાતનો ઉલ્લેખ કર્યો છે. તેણે કહ્યું કે આ માટે તેણે પહેલા ગીતકાર ચંદ્ર બોઝને ફોન કર્યો અને ગીત લખવા કહ્યું. આ ફિલ્મ 1920ની આસપાસની વાર્તા કહેતી હોવાથી ગીત બનાવવું એક પડકાર હતું. ચંદ્રબોઝ કારમાં હતા ત્યારે ગીતના શબ્દો તેમના મગજમાં હતા.
Naatu Naatu ગીત 19 મહિનામાં થયું હતું પૂર્ણ
આ ગીતનું નિર્માણ 17 જાન્યુઆરી 2020 ના રોજ શરૂ થયું હતું. તમને જાણીને નવાઈ લાગશે કે, 90 ટકા ગીત માત્ર બે દિવસમાં તૈયાર થઈ ગયું છે. જો કે આખરે સામે આવતાં 19 મહિનાનો સમય લાગ્યો હતો. ગીતનું શૂટિંગ યુક્રેનના રાષ્ટ્રપતિ ભવનની બેકગ્રાઉન્ડમાં થયું હતું.
કોરિયોગ્રાફરે જ સિગ્નેચર સ્ટેપના તૈયાર કર્યા હતા 30 વર્ઝન
નાટુ-નાટુ ગીતમાં ડાન્સ અદભૂત છે. આનો શ્રેય કોરિયોગ્રાફર પ્રેમ રક્ષિતને જાય છે. તેને ઐતિહાસિક બનાવવામાં પ્રેમ રક્ષિતનો પણ મોટો ફાળો હતો. ગીતનું સિગ્નેચર સ્ટેપ, જેમાં રામ ચરણ અને જુનિયર એનટીઆર એકબીજાને પકડીને ડાન્સ કરે છે, પ્રેમે એકલાએ તે સ્ટેપના 30 વર્ઝન તૈયાર કર્યા હતા. આ માટે 18 ટેક લેવામાં આવ્યા હતા. પણ બીજું જ બેસ્ટ હતું, જે ગીતમાં રાખવામાં આવ્યું હતું.