Entertainment: બપ્પી લહેરીના દાગીનાને લઈને કરી હતી રાજ કુમાર સાહેબે આવી કંઈક મજાક, જાણો બપ્પી દાએ શું આપ્યો હતો જવાબ
બપ્પી દા (Bappi Lahiri) આજે સવારે (16 ફેબ્રુઆરીએ) મુંબઈની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. બપ્પી લાહિરીના નિધન બાદ બોલિવૂડમાં શોકની લહેર છે. બપ્પી દા ઇન્ડસ્ટ્રીમાં 'ગોલ્ડ મેન'ના નામથી ફેમસ હતા.
બોલિવૂડને અનેક યાદગાર ગીતો આપનાર સંગીતકાર અને ગાયક બપ્પી લાહિરીનું નિધન (Bappi Lahiri dies) થયું છે. લતા મંગેશકરના (Lata Mangeshkar) નિધનના થોડા દિવસો બાદ બોલિવુડે વધુ એક દુર્લભ હીરો ગુમાવ્યો છે. તેમણે આજે સવારે (16 ફેબ્રુઆરી) મુંબઈની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. બપ્પી લાહિરીના નિધન બાદ બોલિવૂડમાં શોકની લહેર છે. બપ્પી દા ઈન્ડસ્ટ્રીમાં ‘ગોલ્ડ મેન’ના નામથી ફેમસ હતા. સૌ કોઈ જાણે છે કે તેને સોનાના ઘરેણા પ્રત્યે કેટલો પ્રેમ હતો. પરંતુ એક સમયે સોનાથી લદાયેલા બોલીવુડ અભિનેતાની રાજ કુમારે મજાક ઉડાવી હતી.
એક પાર્ટીમાં બપ્પી દા-રાજ કુમારની મુલાકાત
બપ્પી લાહિરી (Bappi Lahiri) શાંત સ્વભાવના હતા. સુપરસ્ટાર રાજ કુમાર (Raaj Kumar) સાથે તેની પહેલી મુલાકાત એક પાર્ટી દરમિયાન થઈ હતી. બપ્પી લહેરીને જ્વેલરીનો શોખ હતો, તેથી આ પાર્ટીમાં પણ તે ઘરેણાં પહેરીને પહોંચ્યા હતા.
રાજ કુમારે સોનાની ઉડાવી મજાક
મીડિયા રિપોર્ટ્સ અનુસાર બપ્પી દાને ઘરેણાંમાં લદાયેલા જોઈને રાજ કુમારે તેમની મજાક ઉડાવી હતી. તેણે તેમની તરફ જોયું અને કહ્યું, “અદ્ભુત, તમે એક પછી એક ઘરેણાં પહેર્યા છે, ફક્ત મંગળસૂત્રની કમી છે, તે પહેરી લીધું હોત તો વધુ સારુ દેખાય.”
રાજ કુમાર સાહેબની આ વાત બપ્પી લહેરીને મનમાં ન લીધી અને તેમણે આ વાતને મજાક તરીકે લીધી અને પાર્ટીનું વાતાવરણ બગાડ્યા વિના મામલો શાંત પાડ્યો.
શું છે બપ્પી દાનું સાચું નામ
બપ્પી દાનું સાચું નામ આલોકેશ લહેરી છે. બપ્પી દાના નામથી પ્રખ્યાત આલોકેશ લહેરી માત્ર 69 વર્ષના હતા. તેમણે ભારતીય સિનેમામાં સંશ્લેષિત ડિસ્કો સંગીતના ઉપયોગને લોકપ્રિય બનાવ્યો.
બંગાળી બ્રાહ્મણ પરિવારમાં જન્મ
1980ના દાયકામાં પોતાના સંગીત અને ગીતો દ્વારા લોકોના દિલ જીતનાર બપ્પી લહેરીએ ડિસ્કો ડાન્સર, શરાબી અને નમક હલાલ જેવી સુપરહિટ ફિલ્મોમાં ગીતો ગાયા હતા. બપ્પી લહેરીનો જન્મ 27 નવેમ્બર 1952ના રોજ પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં થયો હતો. તેઓ બંગાળી બ્રાહ્મણ પરિવારના હતા.
આ પણ વાંચો: Bappi Lahiri Net Worth : કરોડોની સંપત્તિના માલિક હતા બપ્પી લહેરી, જાણો સિંગરની નેટવર્થ વિશે
આ પણ વાંચો: Bappi Lahiri : માત્ર 3 વર્ષની ઉંમરે તબલા વગાડતા શીખ્યા બપ્પી, આ રીતે ‘ડિસ્કો કિંગ’ તરીકે મળી ઓળખ