Radhika Merchant: રાધિકા મર્ચન્ટ ટૂંક સમયમાં બનશે અંબાણી પરિવારની વહુ, જાણો કોણ છે રાધિકા મર્ચન્ટ

|

Jun 11, 2022 | 5:39 PM

મુકેશ અંબાણીના (Mukesh Ambani) નાના પુત્ર અનંત અંબાણી રાધિકા મર્ચન્ટ સાથેના રિલેશનશિપને લઈને સતત ચર્ચામાં રહે છે. રાધિકા મર્ચન્ટ હંમેશા અંબાણી પરિવારના ફેમિલી ફંક્શનમાં જોવા મળે છે.

Radhika Merchant: રાધિકા મર્ચન્ટ ટૂંક સમયમાં બનશે અંબાણી પરિવારની વહુ, જાણો કોણ છે રાધિકા મર્ચન્ટ
Radhika Merchant
Image Credit source: Instagram

Follow us on

દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીનો (Mukesh Ambani) પરિવાર કોઈ પણ નાની-મોટી વાતને લઈને ચર્ચામાં રહે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અંબાણી પરિવારમાં બહુ જલ્દી શરણાઈઓ વાગશે. મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના લગ્ન રાધિકા મર્ચન્ટ (Radhika Merchant) સાથે થવાના છે. રાધિકા મર્ચન્ટ ક્લાસિકલ ભરતનાટ્યમ ડાન્સર પણ છે. મીડિયામાં આવેલા રિપોર્ટમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની સગાઈ થઈ ગઈ છે. પરંતુ રાધિકા મર્ચન્ટ અંબાણી પરિવારના કયા સભ્યની સૌથી વધુ નજીક છે તે જાણો.

નીતા અંબાણી અને ઈશા અંબાણીની સૌથી વધુ નજીક છે રાધિકા મર્ચન્ટ

રાધિકા મર્ચન્ટ અંબાણી પરિવારની ખૂબ જ નજીક છે. રાધિકાનું નામ અનંત અંબાણી સાથે લાંબા સમયથી જોડાઈ રહ્યું છે અને સતત ચર્ચામાં રહ્યું છે. આ સિવાય રાધિકા મર્ચન્ટ ઘણા ફેમિલી ફંક્શનમાં નીતા અંબાણી સાથે જોવા મળી છે. રાધિકા મર્ચન્ટ નીતા અંબાણી સાથે ખભે ખભા મિલાવીને ઉભી જોવા મળી રહી છે. આ સિવાય રાધિકા મર્ચન્ટ મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીની પણ ખૂબ જ નજીક છે. ઘણા ફેમિલી ફંક્શનમાં રાધિકા અંબાણી સાથે પરિવાર તરીકે જોવા મળે છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ રાધિકા અને અનંતની સગાઈ થઈ ગઈ છે. ટૂંક સમયમાં જ બંને લગ્નના કરવા જઈ રહ્યા છે.

હમણાં જ પૂર્ણ થયેલ ‘અરંગેત્રમ’ સેરેમની

તાજેતરમાં જ 5 જૂનના રોજ અંબાણી પરિવારે Jio વર્લ્ડ સેન્ટરમાં ‘અરંગેત્રમ’ સેરેમનીનું આયોજન કર્યું હતું. આ સમારોહમાં મોટા ઉદ્યોગપતિના પરિવારની સાથે બોલીવુડની મોટી સેલેબ્રિટીઓએ પણ હાજરી આપી હતી. તેમાં સલમાન ખાન, રણવીર સિંહ, આમિર ખાન જેવા મોટા સેલેબ્રિટીઓના નામ સામેલ છે. આ સેરેમનીમાં રાધિકા મર્ચન્ટે પણ ડાન્સ પરફોર્મન્સ આપ્યું હતું. અરંગેત્રમ સેરેમનીમાં રાધિકાના લુક અને ડાન્સની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

જાણો રાધિકા મર્ચન્ટ કોણ છે?

રાધિકા મર્ચન્ટ ‘એનકોર હેલ્થકેર’ના સીઈઓ અને વાઇસ ચેરમેન વીરેન મર્ચન્ટની પુત્રી છે. રાધિકાએ તેનું સ્કૂલિંગ બીડી સોમાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી પૂરૂ કર્યું છે. આ ઉપરાંત, રાધિકાએ ન્યૂયોર્ક યુનિવર્સિટીમાંથી રાજકારણ અને અર્થશાસ્ત્રમાં બેચલરની ડિગ્રી મેળવી છે. ભારત પરત ફર્યા પછી, તેણે 2017 માં રિયલ એસ્ટેટ ફર્મ ‘ઇસપ્રવા’ માં સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે પણ કામ કર્યું હતું. રાધિકાએ તેના એક ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે તેને સ્વિમિંગ અને ટ્રેકિંગનો પણ શોખ છે.

Next Article