AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પ્રિયંકાએ લીધું યુએસ વાઈસ પ્રેસિડેન્ટ કમલા હેરિસનો ઈન્ટરવ્યુ, પુત્રીને સંભાળી રહ્યો હતો નિક

પ્રિયંકા ચોપરાએ (Priyanka Chopra) વ્હાઈટ હાઉસમાં અમેરિકાના વાઈસ પ્રેસિડેન્ટ કમલા હેરિસનો ઈન્ટરવ્યુ લીધું. આ દરમિયાન પ્રિયંકાએ કમલા હેરિસને ઘણા સવાલો પૂછ્યા હતા, જેના જવાબ તેમણે એકદમ શાંતિથી આપ્યા હતા.

પ્રિયંકાએ લીધું યુએસ વાઈસ પ્રેસિડેન્ટ કમલા હેરિસનો ઈન્ટરવ્યુ, પુત્રીને સંભાળી રહ્યો હતો નિક
Priyanka Chopra With Kamala Harris
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 01, 2022 | 12:51 PM
Share

પ્રિયંકા ચોપરાએ (Priyanka Chopra) શુક્રવારે વ્હાઈટ હાઉસની મુલાકાત લીધી હતી અને અમેરિકાના વાઈસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ (US Vice President Kamala Harris) સાથે વાત કરી હતી. એક્ટ્રેસ હાલમાં પતિ નિક જોનસ અને પુત્રી માલતી મેરી ચોપરા જોનસ સાથે ટૂર પર છે. દરેક વખતે પ્રિયંકા ચોપરા પોતાની લિસ્ટમાં એક નવી વાત ઉમેરે છે. એક્ટ્રેસે શુક્રવારે વ્હાઈટ હાઉસની મુલાકાત લીધી હતી અને ડેમોક્રેટિક નેશનલ કમિટી વુમન્સ લીડરશિપ ફોરમમાં યુએસ વાઈસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ સાથે વાત કરી હતી. પીળા બેકલેસ ડ્રેસ અને મેચિંગ હીલ્સમાં સુંદર દેખાતી પ્રિયંકાએ યુએસ વાઈસ પ્રેસિડેન્ટને અમેરિકામાં પગાર સમાનતા અને બંદૂકના કાયદા જેવા ઘણા વિષયો પર કેટલાક મહત્વપૂર્ણ સવાલો પૂછ્યા.

અમેરિકાના વાઈસ પ્રેસિડેન્ટનું પ્રિયંકાએ લીધુ ઈન્ટરવ્યુ

આ વાતચીત દરમિયાન પ્રિયંકાએ એ પણ ખુલાસો કર્યો કે તેના 22 વર્ષના કરિયરમાં આ વર્ષે તેને પહેલી વખત કોઈ પુરૂષ કો-એક્ટર જેટલું પેમેન્ટ મળ્યું છે. વોશિંગ્ટન ડીસી, ખાસ કરીને વ્હાઈટ હાઉસની પોતાની જર્નીની કેટલીક ઝલક એક્ટ્રેસે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર શેયર કરી છે. તેણે વોશિંગ્ટન મોન્યૂમેન્ટની એક તસવીર, વ્હાઈટ હાઉસની અંદરની એક ઝલક અને તેની પાસે ઉપલબ્ધ એક બેવરેજને પણ શેયર કર્યું હતું, જેના પર રાષ્ટ્રપતિની મહોર હતી.

માલતીને સંભાળી રહ્યો છે નિક જોનસ

આ દરમિયાન નિક જોનસે એક તસવીર શેયર કરી કે તે કેવી રીતે તે અને પુત્રી માલતી ન્યૂયોર્કમાં સાથે સમય વિતાવી રહ્યા છે. તેને તેમની દિવસની પિકનિકની બંનેની એક તસવીર શેયર કરી અને તેને કેપ્શન આપ્યું, “ડેડી બેટી એડવેન્ચર્સ ઈન NYC.”

સુપ્રીમ કોર્ટના નિર્ણયની કરી પ્રશંસા

પ્રિયંકાએ હાલમાં ભારતમાં વૈવાહિક સ્થિતિને ધ્યાનમાં લીધા વિના ગર્ભપાતને કાયદેસર બનાવવાના ભારતના સુપ્રીમ કોર્ટના નિર્ણયની પણ પ્રશંસા કરી. કોર્ટે કહ્યું હતું કે એક મહિલાને તૃતીય પક્ષની સલાહ લીધા વિના ગર્ભપાત કરાવવા માટે “રિપ્રોડક્ટિવ અટોનોમી” હોવી જોઈએ. તેના ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર આ વિશે પ્રતિક્રિયા આપતા પ્રિયંકાએ લખ્યું, “પસંદ કરવાનો અધિકાર. દુનિયાભરમાં મહિલાઓ માટે આ એકમાત્ર રસ્તો હોવો જોઈએ. એક પ્રગતિશીલ પગલું !

પ્રિયંકાએ ગ્લોબલ સ્ટેજ પર કમાવ્યું નામ

પ્રિયંકા ચોપરાએ તેના અમેરિકન ટીવી શો ‘ક્વોન્ટિકો’ પછી ગ્લોબલ સ્ટેજ પર નામ કમાવ્યું. ત્યારથી તેણે ઘણા હોલીવુડ પ્રોજેક્ટ્સમાં કામ કર્યું છે અને તેનાથી મોટા પ્રોજેક્ટ્સ પણ આવી રહ્યા છે. તે હવે રુસો બ્રધર્સ દ્વારા નિર્મિત પ્રાઈમ વીડિયોના ‘સિટાડેલ’ સાથે તેનું ઓટીટી ડેબ્યૂ કરવા જઈ રહી છે. તેની પાસે ‘એન્ડિંગ થિંગ્સ’ અને ‘ઈટ્સ ઓલ કમિંગ બેક ટુ મી’ જેવી ફિલ્મો પણ પાઈપલાઈનમાં છે. બોલિવૂડમાં તે કેટરિના કૈફ અને આલિયા ભટ્ટ સાથે ફરહાન અખ્તરની ‘જી લે ઝરા’માં જોવા મળશે, પરંતુ હજુ સુધી તેના પર કામ શરૂ થયું નથી.

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
g clip-path="url(#clip0_868_265)">