National Award 2022: અજય દેવગન અને સુર્યાને મળ્યો નેશનલ એવોર્ડ, બંને સ્ટાર બન્યા બેસ્ટ એક્ટર

68માં નેશનલ ફિલ્મ એવોર્ડની (National Award 2022) જાહેરાત 22 જુલાઈના રોજ કરવામાં આવી હતી. આજે દિલ્હીના વિજ્ઞાન ભવનમાં પસંદગી પામેલા તમામ દિગ્ગજ સ્ટાર્સને નેશનલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

National Award 2022: અજય દેવગન અને સુર્યાને મળ્યો નેશનલ એવોર્ડ, બંને સ્ટાર બન્યા બેસ્ટ એક્ટર
Ajay Devgn And Suriya
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 30, 2022 | 8:29 PM

National Award 2022: 68મા નેશનલ ફિલ્મ એવોર્ડ આપવામાં આવ્યા છે. આજે ફિલ્મ જગતની અનેક મોટી હસ્તીઓને નેશનલ એવોર્ડથી (National Award 2022) સન્માનિત કરવામાં આવી હતી. 68માં નેશનલ ફિલ્મ એવોર્ડમાં મનોરંજન સંબંધિત અલગ અલગ કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યા હતા. બેસ્ટ એક્ટર માટે આ વખતે બોલિવૂડ એક્ટર અજય દેવગન અને સુર્યાને પસંદ કરવામાં આવ્યા છે. અજય દેવગનને (Ajay Devgn) ફિલ્મ તાન્હાજી: ધ અનસંગ વોરિયર માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. અજયની ફિલ્મ તાન્હાજીને બે નેશનલ એવોર્ડ મળ્યા છે.

આ સાથે જ સાઉથ ઈન્ડસ્ટ્રીનો પણ દબદબો રહ્યો. અજય દેવગનની સાથે સાઉથના સુપરસ્ટાર સુર્યાને પણ બેસ્ટ એક્ટરનો નેશનલ એવોર્ડથી નવાઝવામાં આવ્યો હતો. સુર્યાને ફિલ્મ સોરારઈ પોટારુકે માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. 68મા નેશનલ ફિલ્મ એવોર્ડની શરૂઆત બેસ્ટ ફિલ્મ અને નિર્દેશક સાથે કરવામાં આવી હતી. તમામ નેશનલ એવોર્ડ અપાયા બાદ સાઉથ અને બોલિવૂડના આ બંને સ્ટાર્સને નેશનલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

નવસારીમાં ઇજાગ્રસ્ત શિયાળનું કરાયું રેસ્ક્યૂ, હાલત હતી ગંભીર, જુઓ Video
IPL Auction : ઋષભ પંત પર 27 કરોડ રૂપિયા ખર્ચનાર સંજીવ ગોયંકા કેટલા અમીર છે?
Beauty with Brain : IPL ઓક્શનમાં કરોડો ખર્ચનાર કાવ્યા મારને 24 કલાકમાં કરી 971 કરોડની કમાણી
વિશ્વના સૌથી ચમત્કારિક મંત્ર વિશે જાણી ચોંકી જશો, દેવરહા બાબાએ જણાવ્યો, જુઓ Video
IPL ઓક્શનમાં બિઝનેસ વુમન નીતા અંબાણીએ ખેંચ્યું લોકોનું ધ્યાન, જુઓ Video
શિયાળામાં મગફળી સાથે ગોળનું સેવન કરવાથી જાણો શું થાય છે ?

તમને જણાવી દઈએ કે ફિલ્મ સોરારાઈ પોટારુ માટે એક્ટરને એવોર્ડની સાથે ફિલ્મની એક્ટ્રેસ અપર્ણા બાલામુરલીને બેસ્ટ એક્ટ્રેસ એવોર્ડ મળ્યો, સાથે જ આ ફિલ્મને પણ બેસ્ટ ફિલ્મનો અવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.

બેસ્ટ મ્યુઝિક ડાયરેક્શન

બેસ્ટ મ્યુઝિક ડાયરેક્શન માટે વિશાલ ભારદ્વાજને નેશનલ એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યો હતો. વિશાલને ડોક્યુમેન્ટરી ફિલ્મ ‘1232 કેએમ’ના ગીત ‘મરેંગે તો વહી જાકર’ માટે સર્વશ્રેષ્ઠ સંગીત નિર્દેશનનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો.

આશા પારેખને મળ્યો દાદાસાહેબ ફાળકે એવોર્ડ

68માં નેશનલ એવોર્ડમાં સૌથી ખાસ નામ દિગ્ગજ એક્ટ્રેસ આશા પારેખનું હતું. ઘણા દાયકાઓ સુધી પોતાના અભિનયથી સૌના દિલ જીતનાર આશા પારેખને દાદાસાહેબ ફાળકે એવોર્ડ આપવામાં આવ્યો હતો. ઈવેન્ટ દરમિયાન આશાજીનો એક વીડિયો પણ બતાવવામાં આવ્યો હતો. જેના દ્વારા તેમની ફિલ્મી સફર બતાવવામાં આવી હતી.

નેશનલ એવોર્ડ ફોર બેસ્ટ ફિલ્મ

બેસ્ટ ફિલ્મ માટે આ વખતે ઘણી ફિલ્મો પસંદ કરવામાં આવી હતી. તેલુગુની બેસ્ટ ફિલ્મ બની કલર ફોટો, તમિલની બેસ્ટ ફિલ્મ બની શિવરંજિનિયુમ ઈનુમ સિલા પેંગાલુ અને કન્નડમાં બેસ્ટ ફિલ્મ બની ડોલુ. આ તમામ ફિલ્મોને નેશનલ એવોર્ડ આપવામાં આવ્યા હતા, આ સાથે જ આ ફિલ્મોના નિર્દેશકને પણ નેશનલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

નોન ફીચર ફિલ્મ

નોન-ફીચર ફિલ્મ કેટેગરીમાં બેસ્ટ ડાયરેક્શનનો એવોર્ડ ફિલ્મ ઓહ માટે આરવી રમાનીને મળ્યો હતો.

g clip-path="url(#clip0_868_265)">