AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Met Galaમાં પ્રિયંકા ચોપરા 204 કરોડની કિંમતનો ડાયમંડ નેકપીસ પહેરીને પહોંચી, જાણો પછી આ નેકલેસનું શું કરશે

Priyanka Chopra: પ્રિયંકા ચોપરા મેટ ગાલા ઈવેન્ટને લઈ ચર્ચામાં છે. સૌથી વધુ ચર્ચા તેના ડાયમંડ નેકલેસની થઈ રહી છે. અભિનેત્રીના આ નેકલેસની કિંમત કરોડોમાં છે.

Met Galaમાં પ્રિયંકા ચોપરા 204 કરોડની કિંમતનો ડાયમંડ નેકપીસ પહેરીને પહોંચી, જાણો પછી આ નેકલેસનું શું કરશે
TV9 Gujarati
| Edited By: | Updated on: May 02, 2023 | 4:39 PM
Share

પ્રિયંકા ચોપરા ગ્લેમર માટે કોઈ નવું નામ નથી. અભિનેત્રી તેની અનોખી હાજરીને કારણે ઘણીવાર હેડલાઇન્સમાં રહે છે. હાલમાં પ્રિયંકાના મેટ ગાલા ઈવેન્ટ 2023નો લુક ઘણો વાયરલ થઈ રહ્યો છે. અભિનેત્રી તેના પતિ સાથે બ્લેક ટ્વિનિંગ સાથે ઇવેન્ટમાં પહોંચી હતી. પ્રિયંકાએ બ્લેક વેલેન્ટિનો થાઈ-હાઈ સ્લિટ ગાઉન પહેર્યું છે. આ દરમિયાન બધાની નજર અભિનેત્રીના ડાયમંડ નેકલેસ પર ટકેલી હતી.

ગ્લોબલ આઈકને મેટ ગાલા 2023માં 11.6-કેરેટ ડાયમંડ નેકલેસ પહેર્યો હતો. આ સ્ટેટમેન્ટ પીસ બુલગારીનું હતુ. જો કે, પ્રિયંકાના નેકલેસની કિંમત જે સૌનું ધ્યાન ખેંચે છે. વાયરલ થઈ રહેલી ટ્વિટ અનુસાર, પ્રિયંકાના નેકપીસની કિંમત 25 મિલિયન ડોલર એટલે કે અંદાજે 204 કરોડ રૂપિયા છે. ટ્વીટમાં લખવામાં આવ્યું છે કે, “મેટ ગાલા પછી પ્રિયંકા ચોપરાના USD 25 મિલિયન બલ્ગારી ઓફિશિયલ નેકલેસની હરાજી કરવામાં આવશે.”

Priyanka Chopra

ગાલા ઈવેન્ટમાં પ્રિયંકાનું થયું શાનદાર વેલકમ

રસપ્રદ વાત એ છે કે, બોલ્ડ ગાઉનમાં પ્રિયંકા જ્યારે ગાલા ઈવેન્ટમાં એન્ટ્રી કરી તો તેનું શાનદાર રીતે સ્વાગત થયું હતુ. અભિનેત્રી તેના પતિ અમેરિકી પોપ સ્ટાર નિક જોનાસ પણ હતો. પ્રિયંકા તેના પતિ સાથે ગાલા ઈવેન્ટમાં પહોંચી હતી. આ દરમિયાન કપલને શાનદાર પોઝ પણ આપ્યા હતા.

રિલીઝ થયેલી વેબ સિરીઝ સિટાડેલને લઈ તે ચર્ચામાં

પ્રિયંકા ચોપરાના વર્કફ્રન્ટની વાત કરીએ તો તેની હાલમાં રિલીઝ થયેલી વેબ સિરીઝ સિટાડેલને લઈ તે ચર્ચામાં છે. એક્શન થ્રિલર સીરિઝનો ચાહકોને ખુબ પ્રેમ મળી રહ્યો છે.પ્રાઈમ વીડિયો વેબ સિરીઝ સિટાડેલમાં રિચેડ મેડેન, સ્ટેનલી ટુકી અને લેસ્લી મેનલિલ પણ છે. તો સિટાડેલના ઈન્ડિયન વર્ઝનમાં વરુણ ધવન અને સામંથા રુથ પ્રભુ હશે. પ્રિયંકાની રોમાન્ટિક કોમેડી લવ અગેન પણ આ મહિને રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મમાં પ્રિયંકાની સાથે સેમ હ્યુગન અને સેલીન ડાયોન પણ છે. તો ફરહાન અખ્તરની આગામી ફિલ્મ જી લે ઝરામાં આલિયા ભટ્ટ અને કેટરીનાની સાથે જોવા મળશે,

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">