AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દીકરી માલતી અને નિક જોનાસ સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી રહી છે પ્રિયંકા, ફોટો થયા વાયરલ

મુંબઈથી અમેરિકા પરત ફરેલી પ્રિયંકા ચોપરાએ (Priyanka Chopra) હાલમાં જ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે, જે ઝડપથી વાયરલ થઈ રહી છે. આમાં તે નિક જોનાસ અને માલતી સાથે સમય પસાર કરતી જોવા મળી રહી છે.

દીકરી માલતી અને નિક જોનાસ સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી રહી છે પ્રિયંકા, ફોટો થયા વાયરલ
Priyanka Nick jonas
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 11, 2022 | 7:42 AM
Share

પ્રિયંકા ચોપરા એક એવી અભિનેત્રી છે જે માત્ર બોલિવૂડ જ નહીં પરંતુ વૈશ્વિક વ્યક્તિત્વ તરીકે પણ પ્રભુત્વ ધરાવે છે. થોડાં દિવસો પહેલા તેણે તેના ચાહકોને ભારત આવવાનો આનંદ આપ્યો હતો. મુંબઈ આવ્યા બાદ અભિનેત્રીની ઘણી તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. જે બાદ હવે પ્રિયંકા તેના પતિ નિક જોનાસ અને પુત્રી માલતી સાથે અમેરિકા પરત ફરી છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે, જેમાં તે તેની પુત્રી માલતી સાથે જોવા મળી રહી છે. ફોટામાં અભિનેત્રી તેની પુત્રી સાથે રમતી જોવા મળી રહી છે.

તાજેતરમાં તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર એક સુંદર ફેમિલી ફોટો શેર કર્યો છે. આ ફોટામાં પ્રિયંકા જમીન પર સુતી છે અને તેણે દીકરીને બંને હાથ વડે પકડી રાખી છે. પ્રિયંકા ઘણીવાર તેની પુત્રી સાથે ખાસ સમય પસાર કરતી જોવા મળે છે. આ ફોટામાં તેનો પતિ નિક જોનાસ પણ અભિનેત્રીની બાજુમાં સૂઈ રહ્યો છે અને હસતો જોવા મળી રહ્યો છે.

અહીં પોસ્ટ જુઓ

View this post on Instagram

A post shared by Priyanka (@priyankachopra)

ફોટોને એક કલાકમાં મળી લાખો લાઈક્સ

પ્રિયંકા ચોપરાએ હૃદય અને હાથ જોડતાં ઇમોજી સાથે આ સુંદર ફોટો શેર કર્યો છે. શેર કરવામાં આવેલા આ ફોટો પર લાખો લાઈક્સ પણ મળી ચુકી છે. તે જ સમયે, આના પર હજારો કોમેન્ટ્સ પણ કરવામાં આવી છે. પ્રિયંકા ચોપરાના ફેન્સ આ બોન્ડિંગ પર તેમના પ્રેમનો ભરપૂર અભિવાદન કરી રહ્યા છે. ફોટો જોયા બાદ ઘણા લોકોએ લખ્યું છે, લાઈક ક્યૂટ, દેસી ગર્લ, ઈન્ડિયન લાગી રહ્યું છે, વગેરે જેવી કમેન્ટ કરી છે.

આ ફિલ્મમાં જોવા મળશે એકટ્રેસ

તમને જણાવી દઈએ કે, પ્રિયંકા ચોપરા આ દિવસોમાં પતિ નિક જોનાસ સાથે અમેરિકામાં રહે છે. થોડાં દિવસો પહેલાં, તે લગભગ ત્રણ વર્ષ પછી ભારતમાં તેના ઘરે પાછી આવી હતી, જેની ખુશી તેણે ચાહકો સાથે પણ શેર કરી હતી. વર્કફ્રન્ટ પર, અભિનેત્રી ઘણા મોટા પ્રોજેક્ટ્સ સાથે કામ કરી રહી છે. તે ટૂંક સમયમાં જ આલિયા ભટ્ટ અને કેટરિના કૈફ સાથે ફિલ્મ ‘જી લે ઝરા’માં જોવા મળશે.

"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
g clip-path="url(#clip0_868_265)">