AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જાન્યુઆરીમાં નહીં પણ આ મહિનામાં રિલીઝ થશે પ્રભાસની ‘આદિપુરુષ’, છ મહિના માટે તારીખ મોકૂફ

ઓમ રાઉના નિર્દેશનમાં બનેલી 'Adipurush'ની રિલીઝ ડેટ મોકૂફ રાખવામાં આવી છે. સમાચાર મુજબ, પ્રભાસ, સૈફ અલી ખાન અને કૃતિ સેનનની આ ફિલ્મ હવે આવતા વર્ષે જાન્યુઆરીમાં રિલીઝ થશે નહીં.

જાન્યુઆરીમાં નહીં પણ આ મહિનામાં રિલીઝ થશે પ્રભાસની 'આદિપુરુષ', છ મહિના માટે તારીખ મોકૂફ
Adipurush Poster
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 08, 2022 | 7:30 AM
Share

પ્રભાસ, સૈફ અલી ખાન અને કૃતિ સેનનની મલ્ટિસ્ટારર ફિલ્મ ‘આદિપુરુષ’ સતત ચર્ચામાં રહે છે. જ્યારથી આ ફિલ્મનું ટીઝર દશેરાના અવસર પર રિલીઝ કરવામાં આવ્યું છે ત્યારથી તેના પર વિવાદ ચાલી રહ્યો છે. જેનું પરિણામ હવે એ આવ્યું છે કે ફિલ્મની રિલીઝ જ મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે ફિલ્મનું ટીઝર જોયા બાદ લોકોએ તેના VFXની આકરી ટીકા કરી હતી. હવે લેટેસ્ટ ન્યૂઝ મુજબ, આદિપુરુષ આવતા વર્ષે જાન્યુઆરીમાં રિલીઝ થવાની હતી, જે મોકૂફ રાખવામાં આવી છે. ફિલ્મના ડાયરેક્ટર ઓમ રાઉતે પોતે આ માહિતી આપી છે.

તમને જણાવી દઈએ કે, ફિલ્મના નિર્માતાઓ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં લખ્યું છે કે, “આદિપુરુષના નિર્માણ સાથે જોડાયેલા લોકોને થોડો વધુ સમય આપવાની જરૂર છે.” તમને જણાવી દઈએ કે પહેલા આ ફિલ્મ જાન્યુઆરીમાં રિલીઝ થવાની હતી. જો કે, ઓફિશિયલ નિવેદન અનુસાર, હવે આ ફિલ્મ 16 જૂન, 2023ના રોજ સિનેમાઘરોમાં આવશે.

ફિલ્મ ‘આદિપુરુષ’

બબાલ વચ્ચે દિગ્દર્શકનો મોટો નિર્ણય

વાસ્તવમાં, જે દિવસથી આદિપુરુષનું ટીઝર બહાર આવ્યું છે, સોશિયલ મીડિયા પર લોકોએ નિર્માતાઓને જોરદાર ટ્રોલ કર્યા છે. નિર્માતાઓને ખરાબ VFX વિશે પણ ઘણું કહેવામાં આવ્યું છે. રામાનંદ સાગરની ‘રામાયણ’ ફેમ અરુણ ગોવિલ, દીપિકા ચિખલિયા અને સુનીલ લહેરીએ પણ તેના પર પ્રતિક્રિયા આપી હતી. આ બધા હોબાળા વચ્ચે હવે ડિરેક્ટર ઓમ રાઉતે રિલીઝને લઈને મહત્વનો નિર્ણય લીધો છે.

આ ફિલ્મ પહેલા 12 જાન્યુઆરીએ રિલીઝ થવાની હતી

તમને જણાવી દઈએ કે, આ પહેલા આદિ પુરુષ 12 જાન્યુઆરી 2023ના રોજ રિલીઝ થવાની હતી. 2 ઓક્ટોબરે ફિલ્મનું ટીઝર પણ અયોધ્યામાં ખૂબ જ શાનદાર રીતે રિલીઝ કરવામાં આવ્યું હતું. પરંતુ, લોકોએ આના પર બબાલ કરી હતી અને 1 મિનિટ 46 સેકન્ડનો આ વીડિયો જોઈને ગુસ્સે થઈ ગયા. પહેલા તો લોકોને ફિલ્મના VFXથી પરેશાની હતી, પરંતુ સાથે જ તેમને બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાનનો લુક પસંદ ન આવ્યો. જે બાદ સોશિયલ મીડિયા પર લોકોએ તેના વિશે જોરદાર ટ્રોલ કરવાનું શરૂ કર્યું.

અજાણ્યા સ્ત્રોતથી પૈસા મળી શકે છે, નાના બાળકો તમને વ્યસ્ત રાખશે
અજાણ્યા સ્ત્રોતથી પૈસા મળી શકે છે, નાના બાળકો તમને વ્યસ્ત રાખશે
"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
g clip-path="url(#clip0_868_265)">