AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pathaan ફરી વિવાદોમાં…. હવે દીપિકાના કપડાંને લઈને વિશ્વ હિન્દુ પરિષદે ઉઠાવ્યો વાંધો

ફિલ્મ 'પઠાણ'ના ગીત 'બેશરમ રંગ' સામે વિરોધ ઉગ્ર બની રહ્યો છે. ભાજપ અને હિંદુ સેના બાદ હવે વિશ્વ હિંદુ પરિષદે દીપિકા પાદુકોણની બિકીની અને ફિલ્મના કેટલાક સીન્સ સામે વાંધો ઉઠાવ્યો છે.

Pathaan ફરી વિવાદોમાં.... હવે દીપિકાના કપડાંને લઈને વિશ્વ હિન્દુ પરિષદે ઉઠાવ્યો વાંધો
Pathaan Controversy
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 16, 2022 | 7:54 AM
Share

શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’ રિલીઝ પહેલા જ વિવાદોમાં ફસાઈ ગઈ છે. ફિલ્મમાં દીપિકા પાદુકોણ અને શાહરૂખ ખાનના ગીત ‘બેશરમ રંગ’નો ઘણો વિરોધ થઈ રહ્યો છે. ગીતમાં દીપિકાની ઓરેન્જ કલરની બિકીનીનો વિરોધ છે. આનો વાંધો ઉઠાવતા ભાજપે ગીતને ફરીથી શૂટ કરવાની અને અશ્લીલ દ્રશ્યો હટાવવાની માંગ કરી છે. વધી રહેલા વિરોધને જોઈને હવે ઘણા હિન્દુ સંગઠનો પણ તેને રાષ્ટ્ર વિરોધી અને ભગવા વિરોધી ગણાવી રહ્યા છે. ભાજપ અને હિન્દુ સેનાના વિરોધ બાદ હવે વિશ્વ હિન્દુ પરિષદે પણ ફિલ્મમાંથી અશ્લીલ દ્રશ્યો હટાવવાની માંગ કરી છે.

‘પઠાણ’ના ગીત સામે વિશ્વ હિન્દુ પરિષદે ઉઠાવ્યો વાંધો

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા સંગઠન વિશ્વ હિન્દુ પરિષદે પાદુકોણના કપડાના રંગને લઈને નારાજગી વ્યક્ત કરી છે. VHPએ ‘બેશરમ રંગ’ ગીતના ટાઈટલ પર પણ વાંધો ઉઠાવ્યો છે. તેમનું કહેવું છે કે, હિન્દુ સમાજ આવી ફિલ્મને ક્યારેય સ્વીકારશે નહીં. VHPના રાષ્ટ્રીય પ્રવક્તા વિનોદ બંસલે એક વીડિયોમાં ફિલ્મના નિર્માતાઓની આકરી ટીકા કરતા કહ્યું છે કે – ભગવા ને બેશરમ કહ્યું અને અશ્લીલ કૃત્ય કરવું એ હિન્દુ વિરોધી માનસિકતાની પરાકાષ્ઠા છે.

ફિલ્મમાંથી વાંધાજનક સીન હટાવવાની માંગ

ભાજપ, હિન્દુ સેના અને વિશ્વ હિન્દુ પરિષદે ફિલ્મમાંથી વાંધાજનક ભાગો હટાવવાની માંગ કરી છે. આ સંદર્ભે હિન્દુ સેનાએ સેન્સર બોર્ડના અધ્યક્ષ પ્રસૂન જોશીને પત્ર પણ લખ્યો છે. જેમાં માંગ કરવામાં આવી છે કે, ફિલ્મમાંથી આવા દ્રશ્યો હટાવવા જોઈએ અને ગીતના શબ્દોમાં પણ ફેરફાર કરવા જોઈએ. આવી ફિલ્મો સેન્સર બોર્ડે પાસ કરતા પહેલા જોવી જોઈએ.

‘બેશરમ રંગ’ ગીત સોશિયલ મીડિયા પર નંબર 1 પર ટ્રેન્ડમાં

શાહરૂખ અને દીપિકા પાદુકોણનું ગીત ‘બેશરમ રંગ’ સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રેન્ડ કરી રહ્યું છે. ખાસ વાત એ છે કે, આ ગીત ફિલ્મ રિલીઝ થયા પહેલા જ નંબર 1 પર રહ્યું છે. ફિલ્મને લઈને વધી રહેલા વિવાદને કારણે એક તરફ ફિલ્મને પબ્લિસિટી મળી રહી છે તો બીજી તરફ #Boycottpathaanની માંગ કરવામાં આવી રહી છે. હવે જોવાનું એ રહેશે કે, ફિલ્મની રિલીઝ અને કમાણી પર તેની કેટલી અસર થશે.

Follow Us
ભાવનગર જિલ્લામાં 80% વિસ્તારમાં કપાસ અને મગફળીનું વિક્રમ જનક વાવેતર
ભાવનગર જિલ્લામાં 80% વિસ્તારમાં કપાસ અને મગફળીનું વિક્રમ જનક વાવેતર
વાલીઓનો સરકારી શાળાઓ પ્રત્યેનો વિશ્વાસ હવે દિવસેને દિવસે વધ્યો
વાલીઓનો સરકારી શાળાઓ પ્રત્યેનો વિશ્વાસ હવે દિવસેને દિવસે વધ્યો
₹120 કરોડના ટાઈડલ ડેમે વધારી ખેડૂતોની ચિંતા! 40 ફૂટ સુધી જમીન ધોવાઈ
₹120 કરોડના ટાઈડલ ડેમે વધારી ખેડૂતોની ચિંતા! 40 ફૂટ સુધી જમીન ધોવાઈ
રાજકોટમાં એનાલૉગ પનીર પર પ્રતિબંધ છતાં ઉત્પાદન ચાલુ
રાજકોટમાં એનાલૉગ પનીર પર પ્રતિબંધ છતાં ઉત્પાદન ચાલુ
સ્પેસએક્સનું અનિયંત્રિત રોકેટ ચંદ્ર સાથે અથડાયું, શુ પૃથ્વીને થશે ખતરો
સ્પેસએક્સનું અનિયંત્રિત રોકેટ ચંદ્ર સાથે અથડાયું, શુ પૃથ્વીને થશે ખતરો
બિનજરૂરી ખર્ચ વધી શકે છે, પરિવારના સભ્યોનો પૂર્ણ સહયોગ મળશે
બિનજરૂરી ખર્ચ વધી શકે છે, પરિવારના સભ્યોનો પૂર્ણ સહયોગ મળશે
ગુજરાતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટર પર પ્રતિબંધ
ગુજરાતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટર પર પ્રતિબંધ
અમદાવાદની શાળાઓમાં રવિવારે સ્વૈચ્છિક વર્ગોને મંજૂરી
અમદાવાદની શાળાઓમાં રવિવારે સ્વૈચ્છિક વર્ગોને મંજૂરી
વાયબ્રન્ટ ગુજરાત માટે CM ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી જશે વિદેશ
વાયબ્રન્ટ ગુજરાત માટે CM ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી જશે વિદેશ
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો ડંકો વાગ્યો : DyCM હર્ષ સંઘવી
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો ડંકો વાગ્યો : DyCM હર્ષ સંઘવી
g clip-path="url(#clip0_868_265)">