Viral Video: ‘શાદી કબ હૈ, હમ કુર્તા સિલવા લેતે હૈ’ પરિણીતી ચોપરાને પૂછવામાં આવ્યો આ સવાલ, એક્ટ્રેસે કહ્યું- તમે લોકો પાગલ થઈ ગયા છો

Parineeti Chopra Viral Video: પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના (Raghav Chadha) લગ્ન હાલમાં ચર્ચાનો વિષય બની ગયો છે. બોલીવુડ અને રાજનેતાની વધુ એક જોડી બનવાની છે.

Viral Video: 'શાદી કબ હૈ, હમ કુર્તા સિલવા લેતે હૈ' પરિણીતી ચોપરાને પૂછવામાં આવ્યો આ સવાલ, એક્ટ્રેસે કહ્યું- તમે લોકો પાગલ થઈ ગયા છો
Parineeti Chopra
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 25, 2023 | 8:04 PM

Parineeti Chopra On Wedding: હાલમાં બોલિવુડ એક્ટ્રેસ પરિણીતી ચોપરા અને આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢાના લગ્નની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. લગ્ન ક્યારે થશે, ક્યાં થશે? આ વિશે હજુ સુધી કોઈ જાણકારી સામે આવી નથી. પરિણીતી અને રાઘવે હજી સુધી તેમના લગ્ન અને સંબંધ વિશે ઓફિશિયલ રીતે કોઈ જ નિવેદન આપ્યું નથી, પરંતુ પરિણીતીની સ્માઈલ અને તેની પ્રતિક્રિયા હાલમાં ચર્ચામાં છે.

ગઈકાલે રાત્રે પરિણીતી ચોપરા મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. આ દરમિયાન પાપારાઝીએ તેમની તસવીરો લીધી અને પછી એક જ સવાલ પૂછ્યો, “લગ્ન ક્યારે છે?” પરંતુ પરિણીતી ચોપડાએ લગ્ન પર હસવા સિવાય કોઈ જ પ્રતિક્રિયા ન આપી. તે આ પહેલા પણ એરપોર્ટ પર લગ્નના સવાલો પર આવી પ્રતિક્રિયા આપી ચૂકી છે. પરંતુ આ વખતે તેણે કંઈક બીજું કહ્યું. પરિણીતી હાલ હોંગકોંગમાં છે. આ તસવીર તેણે ઈન્સ્ટા પર શેર કરી છે.

Himani Mor: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી

શું બોલી પરિણીતી ચોપરા

એરપોર્ટ પર પરિણીતી ચોપરાને કેમેરા સામે પોઝ આપતી વખતે પાપારાઝીએ પૂછ્યું, “શાદી કબ હૈ મેમ…હમ લોગ ભી અપના કુર્તા સિલ્વા લેંગે…હમ લડકી વાલે હૈ..હમ આપકી સાઈડ સે હૈ.” આ વાત સાંભળીને પરિણીતી ચોપરાએ હસીને કહ્યું કે તુમ લોગ પાગલ હો ચુકે હો સબ. ત્યાર બાદ તે થેંક્યુ કહીને ત્યાંથી ચાલી ગઈ.

લોકો કરી રહ્યા છે ટ્રોલ

પરિણીતી ચોપરાને લગ્નને લઈને ઘણી વખત પૂછપરછ કરવામાં આવી છે પરંતુ તેણે કંઈ કહ્યું નથી. આ રીતે લગ્ન પર મૌન રાખવા માટે કેટલાક લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કર્યું. આ વીડિયો પર કરણ અગ્રહરી નામના યુઝરે કહ્યું કે તે માત્ર બઝ બનાવી રહી છે અને તેના લગ્નના સમાચારથી લાઈમલાઈટમાં રહેવા માંગે છે.

પૂજા નામની એક યુઝરે લખ્યું કે, મને નથી લાગતું કે તેણે ફિલ્મોમાં પણ આટલી ઓવરએક્ટિંગ કરી હશે. લાના એન્થની નામના યુઝરે કહ્યું કે તેને રોજ એરપોર્ટ જવું પડે છે.

આ પણ વાંચો : વિરાટ-અનુષ્કાએ બેડમિન્ટનમાં હાથ અજમાવ્યો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો Video

તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા પરિણીતી ચોપરા અને રાઘવ મુંબઈમાં સાથે જોવા મળ્યા હતા. બંને ડિનર કરીને રેસ્ટોરન્ટમાંથી બહાર આવી રહ્યા હતા. ત્યારથી બંને ઘણી વખત સાથે જોવા મળ્યા હતા. રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે પરિણીતી અને રાઘવની સગાઈ થઈ ગઈ છે. પરંતુ હજુ સુધી ઓફિશિયલ રીતે તેનો ખુલાસો થયો નથી.

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
વડોદરાના હરણીકાંડની પ્રથમ વરસીએ પરિવારજનોએ કરી ન્યાયની માગ-
વડોદરાના હરણીકાંડની પ્રથમ વરસીએ પરિવારજનોએ કરી ન્યાયની માગ-
સાંઢિયા પુલ પાસે અને નસુમરા વાડી પ્રાથમિક શાળાનું દબાણ મનપાએ દૂર કર્યુ
સાંઢિયા પુલ પાસે અને નસુમરા વાડી પ્રાથમિક શાળાનું દબાણ મનપાએ દૂર કર્યુ
g clip-path="url(#clip0_868_265)">