આ પહેલી વાર નથી કે શાહરુખ અને સમીર વાનખેડે સામ સામે આવ્યા હોય, 2011 માં પણ બંને વચ્ચે થયો હતો આ મામલો
કાર્યકાળ દરમિયાન તેમણે માલસામાન, મોટાભાગની જ્વેલરી અને વિદેશી ચલણની ખોટી જાહેરાત કરવા બદલ અભિનેત્રી અનુષ્કા શર્મા અને મિનિષા લાંબા અને ગાયક મીકા સિંઘ સહિત અન્ય ઘણી હસ્તીઓની પણ અટકાયત કરી હતી.
મુંબઈમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેએ આર્યનની ધરપકડ કરી એ તેનો શાહરુખ સાથેનો પહેલો મામલો નથી. એક દાયકા કરતાં વધુ સમય પહેલાં અધિકારીએ શાહરૂખને મુંબઈ એરપોર્ટ પર રોક્યો હતો, જેના કારણે અભિનેતાને કસ્ટમ ડ્યુટી ચૂકવવી પણ પડી હતી.
જુલાઇ 2011 માં શાહરુખ જ્યારે તેની ફેમિલી સાથે લંડનની ટ્રીપ પરથી મુંબઇ પરત ફર્યો ત્યારે વાનખેડેએ તેને એરપોર્ટ પર રોકીને કલાકો સુધી તેની પુછપરછ કરી હતી. આ દરમિયાન શાહરુખ પાસે 20 જેટલી બેગ હતી અને ફોરેનથી લાવેલા તેના કેટલાક સામન પર વાનખેડેએ તેની પાસે કસ્ટમ ડ્યુટી પણ ભરાવી હતી. વાનખેડેની ટીમે કરેલી પુછપરછ અને ચેકિંગ બાદ અભિનેતાએ 1.5 લાખ રૂપિયા કસ્ટમ ડ્યુટી પણ ભરી હતી. તે સમય દરમિયાન સમીર વાનખેડે આસિસ્ટન્ટ કમિશ્નર ઓફ કસ્ટમ્સ હતો.
આ બોલીવૂડ સ્ટાર્સને પણ રોક્યા છે.
તેમના આ કાર્યકાળ દરમિયાન તેમણે માલસામાન, મોટાભાગની જ્વેલરી અને વિદેશી ચલણની ખોટી જાહેરાત કરવા બદલ અભિનેત્રી અનુષ્કા શર્મા અને મિનિષા લાંબા અને ગાયક મીકા સિંઘ સહિત અન્ય ઘણી હસ્તીઓની પણ અટકાયત કરી હતી.
અનુષ્કાને જુલાઈ 2011માં ટોરોન્ટોથી ભારત પરત ફરતી વખતે રૂ. 40 લાખની કિંમતના અઘોષિત હીરાના આભૂષણો કથિત રીતે લઈ જવા બદલ રોકવામાં આવી હતી. જ્યારે મિકા સિંઘને ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ હેઠળ નિર્ધારિત મર્યાદાથી વધુ વિદેશી ચલણ વહન કરવાના આરોપમાં 2013માં વાનખેડે દ્વારા અટકાવવામાં આવ્યો હતો.
આ પણ વાંચો –
Harbhajan Singh ને મોહમ્મદ આમિરે ચિડવ્યો, જવાબમાં ભજ્જીએ એવુ તો પૂછી લીધુ કે પાકિસ્તાનીઓ શરમના ‘રાતા-પીળા’ થઇ ગયા
આ પણ વાંચો –
IND vs PAK: વકાર યૂનુસે માંગી માફી, કહ્યુ આવેશમાં ભૂલ થઇ ગઇ, મેચ બાદ ‘હિન્દૂઓ સામે નમાઝ’ કહી કર્યુ હતુ વિવાદીત નિવેદન
આ પણ વાંચો –