AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ડ્રગ્સ કેસમાં ક્લીનચીટ મળ્યા બાદ પહેલીવાર જોવા મળ્યો આર્યન ખાન, નાઈટક્લબમાં પાર્ટી કરતો વીડિયો થયો વાયરલ

આર્યન ખાનને (Aaryan Khan) એનસીબી તરફથી રાહત મળ્યા બાદ ગઈકાલે રાત્રે એક નાઈટ ક્લબમાં જોવા મળ્યો હતો. જ્યાં તે તેના દોસ્તો સાથે પાર્ટી કરતો જોવા મળ્યો હતો. તેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

ડ્રગ્સ કેસમાં ક્લીનચીટ મળ્યા બાદ પહેલીવાર જોવા મળ્યો આર્યન ખાન, નાઈટક્લબમાં પાર્ટી કરતો વીડિયો થયો વાયરલ
Aryan-Khan-Spotted-At-Posh-NighClub Image Credit source: Instagram
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 19, 2022 | 3:25 PM
Share

શાહરૂખ ખાનનો (Shahrukh Khan) પુત્ર આર્યન ખાન અવારનવાર લાઈમલાઈટમાં રહે છે. થોડા સમય પહેલા આર્યન ખાનનો (Aaryan Khan) ડ્રગ કેસ ચર્ચામાં હતો, જેના કારણે તેને દરરોજ ટ્રોલ કરવાામાં આવે છે. હવે ફરી એકવાર આર્યન ખાન ચર્ચામાં છે. પરંતુ, આ વખતે તેનું કારણ કંઈક બીજું છે. હાલમાં જ આર્યન ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં તે નાઈટક્લબમાં મસ્તી કરતો જોવા મળ્યો હતો. ગઈકાલે એટલે કે સોમવારે આર્યન ખાન મુંબઈની એક નાઈટક્લબ પાર્ટીમાં જોવા મળ્યો હતો જ્યાંથી તેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

એનસીબી તરફથી ક્લીનચીટ મળ્યા બાદ આર્યન ખાનને પાસપોર્ટ પણ પરત કરવામાં આવ્યો છે. આર્યનનો જે વીડિયો વાયરલ થયો છે તે તેના એક ફેન્સના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી વાયરલ થયો છે. જેમાં આર્યન એક પોશ નાઈટક્લબની બહાર જોવા મળે છે. આ દરમિયાન આર્યન મિત્રો સાથે ડ્રિંક્સ પણ એન્જોય કરી રહ્યો છે.

આ પણ વાંચો

આ દરમિયાન આર્યન બ્લેક કલરની કેઝ્યુઅલ ટી-શર્ટમાં જોવા મળ્યો હતો. આ સિવાય તેણે માસ્ક પણ પહેર્યું હતું. વીડિયોમાં આર્યન તેના મિત્રો સાથે પાર્ટી કરતો જોવા મળી રહ્યો છે. આર્યન ખાન તે પોપ્યુલર સ્ટાર કિડ્સમાંથી એક છે, જેની ચર્ચાઓ દરરોજ થતી રહે છે. આ સાથે તેના ફેન્સ પણ તેના જીવન સાથે જોડાયેલા દરેક નાના-મોટા અપડેટની આતુરતાથી રાહ જુએ છે.

અહીં જુઓ આર્યન ખાનનો વાયરલ વીડિયો

પહેલાં પણ પાર્ટી કરતો જોવા મળતો આર્યન

આર્યન ખાન અવારનવાર સોશિયલ મીડિયા પર ફેન્સને પોતાના અપડેટ્સ શેર કરતો રહે છે. આ પહેલીવાર નથી જ્યારે આર્યનને તેના મિત્રો સાથે ડ્રિંક્સ કરતો અને પાર્ટી કરતો જોવા મળ્યો હોય. તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર પહેલા પણ આર્યન આવી ઘણી તસવીરો શેર કરી ચૂક્યો છે જેમાં તે મિત્રો સાથે એન્જોય અને પાર્ટી કરી રહ્યો છે.

View this post on Instagram

A post shared by Aryan Khan (@___aryan___)

ધીમે ધીમે પર્સનલ લાઈફમાં આગળ વધી રહ્યો છે આર્યન

વર્ક ફ્રન્ટની વાત કરીયે તો એનસીબી તરફથી ક્લીનચીટ મળ્યા બાદ આર્યન ધીમે ધીમે તેના સામાન્ય જીવનમાં પાછો ફરી રહ્યો છે. તે ટૂંક સમયમાં ‘રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ’ દ્વારા પ્રોડ્યુસ વેબ સિરીઝનું નિર્દેશન કરતો જોવા મળશે. મીડિયા રિપોર્ટ્સ મુજબ આર્યનને એમેઝોન પ્રાઇમ વીડિયોને એક શો માટે તેની સ્ક્રિપ્ટ મોકલી છે, જેના પર તે કામ કરવા માંગે છે.

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">